Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં CMની હાજરીમાં 1.25 લાખ લોકોએ એક સાથે કર્યો યોગ

સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી PM MODIએ વર્ચ્યુઅલી આપી હાજરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતે ઉપસ્થિત રાજ્યકક્ષાના યોગ દિવસમાં અનોખો ગિનીઝ રેકોર્ડ એકસાથે 1.25 લાખ લોકોએ  યોગ કરી રેકોર્ડ કર્યો ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તમામ MLA હાજર વાય જંક્શન ખાતે યોગ...
06:56 AM Jun 21, 2023 IST | Vipul Pandya
સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી
PM MODIએ વર્ચ્યુઅલી આપી હાજરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતે ઉપસ્થિત
રાજ્યકક્ષાના યોગ દિવસમાં અનોખો ગિનીઝ રેકોર્ડ
એકસાથે 1.25 લાખ લોકોએ  યોગ કરી રેકોર્ડ કર્યો
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તમામ MLA હાજર
વાય જંક્શન ખાતે યોગ દિવસની ઉજવણી
આજે સમગ્ર વિશ્વમાં 9માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ રહી છે. આ વર્ષે યોગ દિવસની  'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ'ની થીમ છે. સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ યોગ દિવસની હાલ ઉજવણી કરાઇ રહી છે.  સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઇ રહી છે જ્યાં  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં  1.25 લાખ લોકોએ એક સાથે યોગ કર્યો હતો. આજે  રાજ્યભરમાં 60 હજારથી વધુ સ્થળે યોગ દિવસની ઉજવણી કરાઇ રહી છે.
સુરતીઓનો ભારે ઉત્સાહ
સુરતમાં યોજાયેલા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સુરતીઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે અને સવા લાખ લોકોએ એક સાથે યોગ કર્યો હતો અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસનો ઇતિહાસ રચ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા છે.
મુખ્યમંત્રીનું સંબોધન
આ કાર્યક્રમમાં PM MODIએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વિશ્વ આજે નવમો વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના પણ નવ વર્ષ પુરા થયા છે તે એક સંજોગ છે. વિશ્વભરમાં આ પ્રાચીન વિદ્યાને ફેલાવાનો શ્રેય પીએમ મોદીને આપવો જોઇએ અને કોરોના કાળમાં યોગ લોકો માટે સંજીવની સમાન બન્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે વિશ્વભરના દેશો ભારતના યોગ દ્વારા પ્રાચીન વિદ્યાને અપનાવી રહ્યા છે અને ગુજરાતના સવા કરોડ લોકો યોગ કરવાના છે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં યોગ બોર્ડની રચના કરાઇ છે અને 5 હજારથી વધુ લોકોને રોજગારી પણ આપી છે. મુખ્યમંત્રીએ માહિતી આપી કે 21 યોગ સ્ટુડીયો શરુ કરવામાં આવશે તથા યોગથી સ્વાસ્થ્ય સુખાકારી બની રહેશે.
ગૃહ રાજ્ય મંત્રીનું સંબોધન
કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજે સુરતમાં એક નવો ઇતિહાસ રચાયો છે. રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં આપણે વાવાઝોડામાંથી હેમખેમ બહાર નિકળ્યા છીએ અને સીએમનું આજે સુરતમાં સ્વાગત છે. તેમણે કહ્યું કે સુરતીઓએ સાથે મળીને ગિનીઝ બુકનો ઇતિહાસ રચ્યો છે. જ્યાં નજર કરો ત્યાં સુરતીઓ આજે યોગમય થયા છે.
પ્રદેશ ભાજપ પ્રમુખનું સંબોધન
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પણ કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું કે આજે વ્યસ્ત જીવનમાં માનસિક તણાવની વચ્ચે એક માત્ર ઉપાય યોગ છે અને 176 જેટલા દેશોએ યોગને માન્યતા આપી છે. આ માટે વડાપ્રધાનશ્રીએ ભારે મહેનત કરી છે અને આજે સુરતીઓએ બતાવ્યું છે કે અમે કોઇ જગ્યાએ પાછળ નથી. વડાપ્રધાનશ્રી હાલ અમેરિકામાં છે પણ સુરતીઓએ યોગ કરીને રેકોર્ડસ સર્જ્યો છે.

Tags :
Bhupendra PatelHarsh SanghviSuratWorld Yoga DayWorld Yoga Day 2023
Next Article