Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

WhatsApp માં આવી નવી અપડેટ, હવે તમે નહીં લઈ શકો DP નો સ્ક્રીનશોટ

WhatsApp New Update : આજે લોકો સોશિયલ મીડિયા એપ (Social Media App) નો સૌથી વધુ ઉપયોગ કરતા જોવા મળી જાય છે. જેમા ખાસ કરીને લોકો WhatsApp નો ઉપયોગ સૌથી વધુ કરતા હોય છે. કહેવાય છે કે, વિશ્વમાં અંદાજે 200 કરોડથી...
06:08 PM Mar 15, 2024 IST | Hardik Shah
WhatsApp New Update

WhatsApp New Update : આજે લોકો સોશિયલ મીડિયા એપ (Social Media App) નો સૌથી વધુ ઉપયોગ કરતા જોવા મળી જાય છે. જેમા ખાસ કરીને લોકો WhatsApp નો ઉપયોગ સૌથી વધુ કરતા હોય છે. કહેવાય છે કે, વિશ્વમાં અંદાજે 200 કરોડથી વધુ લોકો WhatsApp નો ઉપયોગ કરે છે. આ એપને યુઝર ફ્રેન્ડલી (user friendly) બનાવવા માટે WhatsApp અપડેટ આવતી રહે છે. તાજેતરમાં WhatsApp માં નવા ફીચર્સ (New Features) ને એડ કરવામાં આવ્યું છે. આ ફીચર્સની છેલ્લા ઘણા સમયથી યુઝર્સ (Users)  રાહ જોઇને બેઠા હતા. જાણો આ ફીચર્સ વિશે...

હવે કોઇ નહીં શકે તમારા DP નો સ્ક્રીનશોટ

તમે જોયું જ હશે કે WhatsApp તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું જ રહે છે. WhatsApp તેના વપરાશકર્તાઓની ગોપનીયતા અને સલામતી માટે સતત નવા ફીચર્સ લાવે છે. જોકે, છેલ્લા ઘણા સમયથી કંપની સતત તેના પ્લેટફોર્મ પર સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત સુવિધાઓ ઉમેરી રહી છે. કહેવાય છે કે, WhatsApp ની લોકપ્રિયતાનું એક મુખ્ય કારણ તેમા ઉપલબ્ધ પ્રાઈવસી ફીચર્સ છે. હવે વ્હોટ્સએપે પ્રાઈવસી જાળવવા માટે એક નવું ફીચર આપ્યું છે. કંપનીએ હવે પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ બ્લોક કરી દીધો છે. જીહા, એપ લાંબા સમયથી તેના પર પ્રતિબંધ મૂકવાનું કામ કરી રહી હતી.

હવે આ ફીચર રોલ આઉટ થવાનું શરૂ થઈ ગયું છે. ઘણા લોકો તેમના પ્રોફાઇલ ફોટોની ગોપનીયતા વિશે ચિંતિત છે અને તેઓ આશ્ચર્ય કરે છે કે શું કોઈ તેમના ફોટાનો સ્ક્રીનશોટ લઈ રહ્યું છે. એટલે કે, જો આપણે સાદી ભાષામાં સમજીએ તો, લોકોને ચિંતા થાય છે કે તેમણે જે વોટ્સએપ પ્રોફાઈલ પર ફોટો મુક્યો છે તેનો કોઇ દુરુપયોગ ન કરી નાખે એટલે કે સ્ક્રીનશોટ ન લઈએ. એટલા માટે WhatsApp કંપનીએ પોતાના યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને એક ફીચર લોન્ચ કર્યું છે. જેની મદદથી કોઈપણ વ્યક્તિના પ્રોફાઈલ ફોટો એટલે કે ડીપી ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં.

સ્ક્રીનશોટ બ્લોક કરવાનું ફીચર ડિફોલ્ટ રૂપે એક્ટિવ રહેશે

વોટ્સએપનું આ અપડેટ સર્વર સાઇટ અપડેટ છે અને તેને તબક્કાવાર રીતે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. જો તમને તેનું અપડેટ મળ્યું નથી, તો થોડા દિવસો રાહ જુઓ, તમને ટૂંક સમયમાં અપડેટની સૂચના મળી જશે. આ અપડેટ પછી જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લેશે તો બ્લેક સ્ક્રીન ઈમેજ સેવ થઈ જશે. તમને જણાવી દઈએ કે વોટ્સએપના સ્ક્રીનશોટ બ્લોક કરવાનું આ ફીચર ડિફોલ્ટ રૂપે એક્ટિવ રહેશે, તેને બંધ કરી શકાશે નહીં.

આ પણ વાંચો - શું Spam Message થી પરેશાન છો? WhatsApp માં આવ્યું આ નવું ફીચર

આ પણ વાંચો - WhatsApp Passkey : જો તમે iPhone યુઝર છો તો તમારા માટે છે એક Good News

આ પણ વાંચો - WhatsApp ના આ ફીચર્સ તમારા એકાઉન્ટને હેક થવાથી બચાવી શકે છે

Tags :
can't take screenshot of DPWhatsAppwhatsapp dp blockwhatsapp dp block photowhatsapp dp screenshot blockwhatsapp dp screenshot not allowedwhatsapp latest updatewhatsapp latest versionwhatsapp new featureswhatsapp new updatewhatsapp new update todaywhatsapp new version
Next Article