Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું Gmail બંધ થશે અને Xmail શરૂ થશે ? ટેન્શનમાં આવ્યા Users

Gmail કે Xmail : ટેકનોલોજી (Technology) સતત આગળ વધી રહી છે. જ્યારથી Google આવ્યું છે ત્યારથી લોકો સમગ્ર માહિતી એક ક્લિક પર મેળવતા થયા છે. પણ Google સાથે એક પ્રોબ્લમ પણ છે તે સમયાંતરે તેના ઉત્પાદનોને બંધ કરતું રહે છે....
10:27 AM Feb 24, 2024 IST | Hardik Shah
Source : Google

Gmail કે Xmail : ટેકનોલોજી (Technology) સતત આગળ વધી રહી છે. જ્યારથી Google આવ્યું છે ત્યારથી લોકો સમગ્ર માહિતી એક ક્લિક પર મેળવતા થયા છે. પણ Google સાથે એક પ્રોબ્લમ પણ છે તે સમયાંતરે તેના ઉત્પાદનોને બંધ કરતું રહે છે. આવી લાંબી યાદી પણ છે. ત્યારે તાજેતરમાં Gmail બંધ થવાના સમાચાર સામે આવ્યા તો કરોડો યુઝર્સ (Users) પરેશાન થઇ ગયા હતા. Gmail નો આજે કરોડો લોકો ઉપયોગ કરે છે. જો આ સેવા બંધ થઇ જાય તો તે કરોડો યુઝર્સનો એક રીતે Google પરથી ભરોષો જ ઓછો થઇ જાય. જોકે, આ સમાચાર વિશે વધુ ચર્ચાઓ થયા બાદ Google એ પોતે આ અંગે ખુલાસો કર્યો છે.

Gmail ની સેવા બંધ થશે કે ચાલુ રહેશે ?

Gmail સેવા બંધ થશે આવા સમાચાર ફરતા થયા બાદ Google આ અંગે ખુલાસો કરતા આને અફવાઓ ગણાવી હતી. Google તરફથી કહેવામાં આવ્યું છે કે, આ સેવા ચાલુ જ રહેશે. આ પહેલા માર્કેટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, 1 ઓગસ્ટ, 2024ના રોજ Gmail બંધ થઈ જશે. ગૂગલે પણ જીમેલ યુઝર્સની ચિંતાની નોંધ લીધી અને પછી જવાબ આપ્યો હતો. Google એ કહ્યું કે, અમે મૂળભૂત રીતે HTML વ્યુ બંધ કરવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે ગૂગલના સાઈન-ઈન પેજ પર યુઝર્સને એક નવું બેનર જોવા મળી રહ્યું છે, જેના પર લખેલું છે - A New Look Is Coming Soon.

ગૂગલે એમ પણ કહ્યું કે તે સાઇન-ઇન પેજને વધુ બહેતર બનાવવા માટે કામ કરી રહ્યું છે. આ ફેરફાર કંપનીની મટિરિયલ ડિઝાઇન થીમ પર આધારિત છે. Gmail ના બંધ થવાની અફવાઓ વચ્ચે કેટલાક યુઝર્સે Gmail પર વિશ્વાસનો અભાવ હોવાનો આક્ષેપ કરીને તેને છોડવાનો નિર્ણય લીધો છે, જ્યારે કેટલાક તેનો ઉપયોગ ચાલુ રાખવાની યોજના બનાવી રહ્યા છે. એક યુઝર કહે છે કે તેણે Gmail પરથી વિશ્વાસ ગુમાવ્યો છે. હવે Xmail પર સ્વિચ કરવાનો સમય છે. વળી, અન્ય યુઝરે કહ્યું કે તે Gmail નો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે.

Xmail ટૂંક સમયમાં આવી રહ્યું છે

જણાવી દઇએ કે, Gmail ની સેવા બંધ થવાની અફવાઓ ફેલાવવા પર, જ્યારે X ની એન્જિનિયરિંગ અને સુરક્ષા ટીમના સભ્ય નેટ મેકગ્રેડીએ એલોન મસ્કને પૂછ્યું કે, અમે Xmail ક્યારે લાવી રહ્યા છીએ? આના પર એલોન મસ્કે કહ્યું કે તે ટૂંક સમયમાં આવી રહ્યું છે.

આ પણ વાંચો - શું તમે નવો મોબાઈલ લેવાનું વિચારો છો ? આ સ્માર્ટફોન આપે છે શાનદાર Features

આ પણ વાંચો - દુનિયાના પ્રથમ AI બાળકનો થયો જન્મ, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
big announcementelon muskGmailGmail closegmail is shutting downgmail shutdowngooglegoogle service alternative x mailgoogle shutdown gmailis gmail is shutting downtech newsTensionUsersXmail
Next Article