WhatsApp નું સર્વર થયું ડાઉન,યુઝર્સને મેસેજ મોકલવામાં પડી મુશ્કેલી
- દેશમાં Whatsapp એપ થયું ડાઉન
- યુઝર્સને મેસેજ મોકલવામાં પડી મુશ્કેલી
- એપ આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ ડાઉન ડિટેક્ટર મુજબ
Whatsapp Down:મેટાની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપ શનિવારે ભારતમાં ડાઉન થઈ ગઈ છે. યુઝર્સને મેસેજ મોકલવામાં અને સ્ટેટસ અપલોડ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. એપ આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ ડાઉન ડિટેક્ટર મુજબ, ઓછામાં ઓછા 81 ટકા યુઝર્સે મેસેજ મોકલવામાં સમસ્યા આવી હતી, જ્યારે 16 ટકા યુઝર્સે એકંદર એપમાં કોઈ અન્ય સમસ્યા નોંધાવી હતી.
આજના દિવસે UPI બાદ Whatsapp પણ Down
આજના દિવસે સવારે જ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ડિજિટલ પેમેન્ટ કરવામાં મોટાભાગના યુઝર્સને મુશ્કેલીઓ આવી રહી હતી. UPI સર્વર ડાઉન થતાં દેશભરમાં અનેક ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ પર ડિજિટલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિક ખરીદી, બિલ પેમેન્ટ અને વ્યવસાયિક વ્યવહારો અવરોધાયા હતા.
આ પણ વાંચો-શું તમે જાણો છો એવા યુટયુબરને જેણે માત્ર 1 વર્ષમાં કમાવ્યા 732 કરોડ રુપિયા ???
મેસેજની 85% ફરિયાદો આવી
સોશિયલ મીડિયા આઉટેજ (ડાઉન થવું) પર નજર રાખનાર ડાઉનડિટેક્ટરે એવું જણાવ્યું કે સાંજે 5:22 વાગ્યા સુધીમાં WhatsApp સામે ઓછામાં ઓછી 597 ફરિયાદો નોંધાઈ હતી જેમાંથી 85% ફરિયાદો સંદેશા મોકલવા સંબંધિત હતી, 12 ટકા લોકોએ એપ્લિકેશનમાં મુશ્કેલીઓનો અનુભવ કર્યો હતો અને 3% લોગિન દરમિયાન મુશ્કેલીઓનો અનુભવ થયો હતો.
આ પણ વાંચો-દેશભરમાં UPI સર્વરમાં ફરી સમસ્યા સર્જાઈ, લાખો યુઝર્સ પ્રભાવિત
યૂઝર્સે શું કર્યું
વોટસએપ ડાઉન થયા બાદ યૂઝર્સે કહ્યું કે હું સ્ટેટસ અપલોડ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને આમ કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે," X પર એક યુઝરે કહ્યું. બીજા એક વ્યક્તિએ કહ્યું, "મને લાગ્યું કે તે iOS 18.4 માં સમસ્યા છે કારણ કે અપગ્રેડ પછી મને તેનો સામનો કરવો પડ્યો હતો. મેં મારો ફોન રીસ્ટાર્ટ કર્યો અને WhatsApp સ્ટેટસ અપલોડ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કામ ન કર્યું. પછી મેં તેને ગુગલ કર્યું અને જાણ્યું કે WhatsApp ડાઉન છે.