વિશ્વભરમાં WhatsApp ડાઉન, મેસેજ મોકલવામાં થઈ સમસ્યા, અડધા કલાક પછી સેવા થઈ શરૂ
વોટ્સએપ સર્વિસ ડાઉન થયાના અડધા કલાક બાદ કંપનીએ તેને ફરીથી રિસ્ટોર કરી છે. રિસ્ટોરેશન વિશે માહિતી આપતા વોટ્સએપે કહ્યું કે હેપ્પી ચેટિંગ.
કંપનીએ ટ્વિટ કરીને આપી માહિતી
બુધવારે મોડી રાત્રે વોટ્સએપની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ હતી. વોટ્સએપે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. કંપનીએ કહ્યું હતું કે સેવાઓ 30 મિનિટ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. અમે કનેક્ટિવિટી સમસ્યાઓના ઉકેલ માટે ઝડપથી કામ કરી રહ્યા છીએ. જોકે, થોડા સમય પછી કંપનીએ બીજું ટ્વીટ કર્યું અને કહ્યું કે સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. HAPPY ચેટિંગ.
ભારત અને વિદેશના યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
એકાએક વોટ્સએપ ડાઉન થવાથી લોકો પરેશાન થઈ ગયા હતા. જેના કારણે દેશ-વિદેશના યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. એક યુઝરે જણાવ્યું કે વોટ્સએપ પર ફોટો અને વીડિયો મોકલવામાં, મેસેજ મોકલવામાં પણ સમસ્યા હતી. ભારતના ઘણા શહેરોમાં વોટ્સએપ ડાઉન હોવાના અહેવાલ હતા. વોટ્સએપ ડાઉનને કારણે દેશભરના કરોડો યુઝર્સ પ્રભાવિત થયા છે. વોટ્સએપ ડાઉનની મોટાભાગની ફરિયાદો રાજધાની નવી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાંથી આવી છે. ભારત ઉપરાંત અમેરિકા, યુકે અને બ્રાઝિલમાં પણ વોટ્સએપની સમસ્યા સામે આવી છે.
આ પણ વાંચો - App download: એપ ડાઉનલોડ કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન, આ રીતે કરો Verify…
આ પણ વાંચો - Facebook, Instagram, Whatsapp ડાઉન, યુઝર્સને લોગીન કરવામાં પડી રહી છે મુશ્કેલી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - રવિ પટેલ