Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Instagram પર રીલ્સ ચાલશે 2X સ્પીડથી, યુઝર્સની ડીમાન્ડ પર લોન્ચ કરાયું ન્યૂ ફીચર

ઈન્સ્ટાગ્રામે એક નવું ફીચર રજૂ કર્યુ છે જે યુઝર્સને 2x સ્પીડથી રીલ્સ જોવાની મંજૂરી આપે છે. જેથી યુઝર્સ પોતાને પસંદ ન હોય તેવી રીલ્સ ઝડપથી જોઈ શકશે. આ ફીચર યુઝરની માંગ પર લોન્ચ કરવામાં આવ્યું છે.
instagram પર રીલ્સ ચાલશે 2x સ્પીડથી  યુઝર્સની ડીમાન્ડ પર લોન્ચ કરાયું ન્યૂ ફીચર
Advertisement
  • હવે Instagram પર કોઈપણ રીલને 2X સ્પીડથી જોઈ શકાશે
  • યુઝર રીલ ઝડપથી જોવા માંગતા હોવ ત્યારે ઉપયોગી થશે
  • 2x સ્પીડ ફીચર વિશ્વભરમાં રોલઆઉટ કરવામાં આવ્યું છે

Instagram's New feature: ઈન્સ્ટાગ્રામ પર સતત નવા ફીચર્સ લોન્ચ થતા રહે છે. અત્યારે જે ફીચર લોન્ચ થયું છે તે રીલ્સને ઝડપથી જોવામાં મદદ કરશે. ઘણી વખત ફીડમાં એવી રીલ્સ આવે છે જેને જોવાનું આપણને મન જ નથી થતું. મોટાભાગના લોકો આવી રીલ્સ છોડી દે છે અને બીજી રીલ જોવાનું શરૂ કરે છે. હવે ઈન્સ્ટાગ્રામે લોન્ચ કરેલ નવા ફીચરને લીધે આપ કોઈપણ રીલને 2X સ્પીડથી જોઈ શકશો.

Advertisement

આ પણ વાંચોઃ  iPhone વપરાશકર્તાઓને મોટો ફાયદો, આગામી સમયમાં એપલ ઇન્ટેલિજન્સના 5 નવા ફીચર્સ ઉપલબ્ધ થશે

Advertisement

યુઝર્સની ડીમાન્ડ પર લોન્ચ કર્યુ ફીચર્સઃ

ઈન્સ્ટાગ્રામે લોન્ચ કરેલ આ નવું ફીચર્સ જ્યારે યુઝર રીલ ઝડપથી જોવા માંગતા હોવ ત્યારે ઉપયોગી થશે. આ ફીચર યુઝરની માંગ પર લોન્ચ કરવામાં આવ્યું છે. જો કે કેટલાક યુઝર્સના મતે આ ફીચર TikTokથી પ્રેરિત હોય તેવું લાગે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં, ઈન્સ્ટા રીલ્સ 3 મિનિટ સુધીની હોઈ શકે છે આ સંજોગોમાં નવુ ફીચર રીલ્સને ઝડપથી પૂર્ણ કરવામાં ઉપયોગી થશે.

ફીચર એકદમ સરળ અને અસરકારક

ઈન્સ્ટાગ્રામ પર જે ફીચર આવ્યું છે તે ટિકટોક પર પહેલાથી જ હાજર છે. કંપનીએ પહેલાથી જ TikTok જેવી ઘણી સુવિધાઓ રજૂ કરી છે, જેમાં રિમિક્સ ટૂલનો સમાવેશ થાય છે. 2x સ્પીડ ફીચર વિશ્વભરમાં રોલઆઉટ કરવામાં આવ્યું છે. તે એકદમ સરળ અને અસરકારક છે. જોકે, જ્યારે રીલ્સ 2X ઝડપે ફરે છે, ત્યારે તમારે તેને સમજવા માટે તમારા મગજને 2X ઝડપે કામ કરાવવું પડશે!

ભારતીય યુઝર્સ માટે આ ફીચર્સ ફાયદાકારકઃ

ઓછા સમયમાં વધુ રીલ્સ જોવા માંગતા લોકો માટે આ સૌથી ફાયદાકારક રહેશે. ભારતમાં લોકોને આ ફીચર ગમશે કારણ કે અહીં TikTok પર પ્રતિબંધ છે અને લોકો મોટે ભાગે Instagramનો ઉપયોગ રીલ્સ પ્લેટફોર્મ તરીકે કરે છે.

આ પણ વાંચોઃ  Nissan નો મજબૂત પ્લાન, Ertiga અને Creta ને ઘેરવા માટે તૈયાર!

Tags :
Advertisement

Trending News

.

×