Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વરસાદની ઋતુમાં આ ભૂલ તમારા AC ને કરી દેશે ખરાબ!

ઘણી વાર આપણે જોઈએ છીએ કે ઘણા લોકો આ ચોમાસાની ઋતુમાં પણ AC નો ઉપયોગ કરતાં હોય છે. ચોમાસામાં વરસાદની આ ઋતુમાં AC ની ખાસ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો તમારા એસીમાં સમસ્યા...
10:06 PM Jul 06, 2024 IST | Harsh Bhatt

ઘણી વાર આપણે જોઈએ છીએ કે ઘણા લોકો આ ચોમાસાની ઋતુમાં પણ AC નો ઉપયોગ કરતાં હોય છે. ચોમાસામાં વરસાદની આ ઋતુમાં AC ની ખાસ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો તમારા એસીમાં સમસ્યા સર્જાઇ શકે છે. માટે આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે આ ઋતુમાં તમે કેવી રીતે તમારા AC ની કાળજી રાખી શકો છો.

AC ના ફિલ્ટરનું ખાસ રાખો ધ્યાન

જ્યારે પણ વાત AC ના કાળજી લેવાની કરવામાં આવે તો તેમાં સૌથી અગત્યનું તેનું ફિલ્ટર છે. આ ફિલ્ટરમાંથી હવાનો પ્રવાહ પસાર થાય છે અને આપણને ઠંડી હવા મળે છે. જો આપણે ફિલ્ટરનું ધ્યાન ન રાખીએ તો AC માંથી ઠંડક નથી મળતી અને તેનાથી AC પર વધારાનું દબાણ પણ પડે છે. માટે આપણે તેના ફિલ્ટરનું ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

આ ફિલ્ટરને સાફ કરવાની જરૂરિયાત પડતી હોય છે. ચોમાસાની ઋતુમાં એસી ફિલ્ટરને કેટલી વાર સાફ કરવું તે તમારા ઉપયોગ પર નિર્ભર કરે છે. જો તમે વરસાદમાં પણ દરરોજ 10-12 કલાક AC ચલાવો છો, તો તમારે દર 30 દિવસે એટલે કે એક મહિનામાં એર ફિલ્ટર સાફ કરવું જોઈએ. માટે આ રીતે યોગ્ય રીતે તમારે AC ના ફિલ્ટરને સાફ કરતાં રહેવું પડે છે. ફિલ્ટરમાંથી પસાર થયા પછી જ હવા ACની અંદર જાય છે. જો AC ફિલ્ટર પર ગંદકી એકઠી થાય છે, તો હવાના પ્રવાહને અસર થશે, જે કોમ્પ્રેસર પર નકારાત્મક અસર કરશે. જો લાંબા સમય સુધી ફિલ્ટરમાં ગંદકી જામી રહે છે તો તેની અસર ACના પરફોર્મન્સ પર પણ પડે છે. વધુમાં વીજળીના બિલને ઘટાડવા માટે AC ફિલ્ટરની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : iPhone 16 Series Update: કંપનીએ iPhone 16 ના ફિચર્સ અને નવા લૂકને કર્યો જાહેર, જુઓ કેવો હશે iPhone 16

Tags :
ACAC FILTERAC REPAIRGujarat Firsttech news
Next Article