Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માર્કેટમાં jio અને Airtel ને ટક્કર આપવા આવી આ કંપની, જે 3 મહિના માટે આપશે Free Internet

Free Internet : BSNL, Airtel, Jioના યુઝર બેઝમાં ધૂમ મચાવવા માટે, Excitel એ એક શાનદાર ઓફર રજૂ કરી છે. બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તેના યુઝર્સને 3 મહિના માટે મફત ઇન્ટરનેટ ઓફર કરી રહી છે. એટલું જ નહીં, યુઝરને 300 Mbpsની...
માર્કેટમાં jio અને airtel  ને ટક્કર આપવા આવી આ કંપની  જે 3 મહિના માટે આપશે free internet

Free Internet : BSNL, Airtel, Jioના યુઝર બેઝમાં ધૂમ મચાવવા માટે, Excitel એ એક શાનદાર ઓફર રજૂ કરી છે. બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તેના યુઝર્સને 3 મહિના માટે મફત ઇન્ટરનેટ ઓફર કરી રહી છે. એટલું જ નહીં, યુઝરને 300 Mbpsની સ્પીડ પર ઈન્ટરનેટ સેવા આપવામાં આવશે. જો તમે પણ તમારા ઘરમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ ઈન્સ્ટોલ કરવા ઈચ્છો છો, તો Excitel ની આ ઓફર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Advertisement

3 મહિના માટે મફત ઇન્ટરનેટ

Excitel એ એન્ડ ઓફ સીઝન સેલની જાહેરાત કરી છે, જેમાં યુઝર્સને 3 મહિના માટે ફ્રી ઈન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, કંપનીએ યુઝર્સને 3 મહિનાનું ફ્રી ઈન્ટરનેટ આપવાનું વચન આપ્યું છે જો તેઓ 9 મહિનાના પ્લાન સાથે રિચાર્જ કરશે. કંપની આ પ્લાનમાં 18 OTT સ્ટ્રીમિંગ એપ્સનું સબસ્ક્રિપ્શન પણ ફ્રી માં ઓફર કરી રહી છે. આ સિવાય યુઝર્સને 150 લાઈવ ચેનલ્સનો એક્સેસ પણ આપવામાં આવશે. Excitel ના આ પ્લાન માટે યુઝરને દર મહિને માત્ર 499 રૂપિયા ખર્ચવા પડશે અને 300 Mbps સુધીની ઈન્ટરનેટ સ્પીડ ઓફર કરવામાં આવશે. 9 મહિના પૂરા થયા પછી, યુઝર્સને 3 મહિના મફત ઇન્ટરનેટ ઍક્સેસ આપવામાં આવશે. Excitel તેના યુઝર્સને Amazon Prime વીડિયો, Disney + Hotstar, Sony Liv, Alt Balaji વગેરે જેવી અગ્રણી OTT એપ્સનું સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે. કંપનીની બ્રોડબેન્ડ સેવા દિલ્હી સહિત દેશના ઘણા મોટા શહેરોમાં ઉપલબ્ધ છે.

Advertisement

યુઝર્સને આકર્ષવા માટે આ ઓફર રજૂ કરી

કંપની તેના યુઝર્સને ફાઇબર-ટુ-ધ-હોમ (FTTH) કનેક્શન પ્રદાન કરે છે, જેમાં યુઝર્સને હાઇ સ્પીડ ઇન્ટરનેટ ઓફર કરવામાં આવે છે. Excitel એ BSNL, Airtel, Jio જેવા અગ્રણી ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડરના યુઝર્સને આકર્ષવા માટે આ ઓફર રજૂ કરી છે. કંપની પાસે હાલમાં કોઈ ઓછી સ્પીડ ઈન્ટરનેટ પ્લાન નથી. આવી સ્થિતિમાં યુઝર્સને ખૂબ જ ઓછી કિંમતે સુપરફાસ્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળશે.

Advertisement

આ પણ વાંચો:  Shocking : ઇયરબર્ડ્સનો ઉપયોગ મહિલા માટે બન્યો જોખમી, કાનમાં બ્લાસ્ટ થતા ગુમાવી સાંભળવાની ક્ષમતા

Tags :
Advertisement

.