Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટેલિકોમ કંપનીઓ હવે માત્ર ડિજિટલ KYC કરશે

ટેલિકોમ કંપનીઓ માટે 1 જાન્યુઆરીથી નવા નિયમો લાગુ થશે. આવતા વર્ષથી નવું સિમ ખરીદતી વખતે માત્ર ડિજિટલ કેવાયસી હશે. આ સિવાય સિમ વેન્ડર્સનું વેરિફિકેશન પણ ફરજિયાત બનશે. સિમ કાર્ડ સંબંધિત છેતરપિંડી રોકવા માટે સરકાર લાંબા સમયથી નવા નિયમો તૈયાર કરી...
03:01 PM Dec 05, 2023 IST | Maitri makwana

ટેલિકોમ કંપનીઓ માટે 1 જાન્યુઆરીથી નવા નિયમો લાગુ થશે. આવતા વર્ષથી નવું સિમ ખરીદતી વખતે માત્ર ડિજિટલ કેવાયસી હશે. આ સિવાય સિમ વેન્ડર્સનું વેરિફિકેશન પણ ફરજિયાત બનશે. સિમ કાર્ડ સંબંધિત છેતરપિંડી રોકવા માટે સરકાર લાંબા સમયથી નવા નિયમો તૈયાર કરી રહી હતી.

નવા નિયમો 1 જાન્યુઆરીથી લાગુ

હવે નવા નિયમો 1 જાન્યુઆરીથી લાગુ થશે. સમગ્ર દેશમાં નવા નિયમો લાગુ કરવાની જવાબદારી ટેલિકોમ વિભાગ (DoT)ની છે. આ અંતર્ગત ટેલિકોમ કંપનીઓ માત્ર સિમ કાર્ડ ગ્રાહકોનું ઈ-કેવાયસી કરશે. અત્યાર સુધી વેરિફિકેશન પણ ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ દ્વારા કરવામાં આવે છે.

ઓગસ્ટમાં નવા ટેલિકોમ નિયમો જાહેર કર્યા હતા

કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં નવા ટેલિકોમ નિયમો જાહેર કર્યા હતા. પરંતુ તેનો અમલ કરવામાં વિલંબ થયો હતો. નવા નિયમોમાં સરકારે સિમ કાર્ડ વેન્ડરોનું વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. આ સિવાય બલ્ક સિમ કનેક્શનની સિસ્ટમ નાબૂદ કરવામાં આવી છે. તેના બદલે બિઝનેસ કનેક્શન આપવાનો નિયમ હશે. ઓનલાઈન નાણાકીય છેતરપિંડી રોકવાની લડાઈમાં આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

અસામાજિક તત્વોને સિમ કાર્ડ આપતા અટકાવશે

નવા નિયમમાં સરકારે ટેલિકોમ કંપનીઓ માટે ફ્રેન્ચાઈઝી, ડિસ્ટ્રીબ્યુટર્સ અને પોઈન્ટ-ઓફ-સેલ (PoS) એજન્ટોનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. ટેલિકોમ ડીલરો અને એજન્ટોને રજીસ્ટ્રેશન માટે 12 મહિનાનો સમય મળશે. આનાથી એજન્ટો અસામાજિક તત્વોને સિમ કાર્ડ આપતા અટકાવશે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓને સિમ મેળવવામાં પણ મુશ્કેલી પડશે અને નકલી સિમને રોકવામાં મદદ મળશે.

E-KYC 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે

ડિજિટલનો યોર કસ્ટમર એટલે કે E-KYC 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. સિમ ખરીદનારાઓએ ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમમાંથી પસાર થવું પડશે. જો કોઈ વેપારી આવું નહીં કરે તો તેને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સિમ બદલવાના કિસ્સામાં, એસએમએસ સુવિધા સક્રિય થયાના 24 કલાકની અંદર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

QR કોડને સ્કેન કરીને વસ્તી વિષયક વિગતો મેળવવાની રહેશે

આધારની છેતરપિંડી રોકવા માટે સરકારે માર્ગદર્શિકામાં કેટલીક જોગવાઈઓ કરી છે. કોઈ પણ વ્યક્તિ આધારનો દુરુપયોગ ન કરે તેની ખાતરી કરવા માટે, પ્રિન્ટેડ આધારના QR કોડને સ્કેન કરીને વસ્તી વિષયક વિગતો મેળવવાની રહેશે. સિમ કાર્ડ બંધ થયા પછી 90 દિવસ સુધી આ નંબર અન્ય કોઈને આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો - Gondal: અકસ્માતમાં એક યુવાનનું મોત, એક ઘાયલ

Tags :
digitalDigital KYCdigital newsdigital verification companyGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsKYCmaitri makwanaMMSnewsnews updateSim CardTelecomTelecom companyverification
Next Article