ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

TECH : Google Chrome ના યુઝર્સ પર ખતરો, જાણો સાયબર એટેકથી કેવી રીતે બચવું

TECH : સરકાર (CERT-In) દ્વારા બ્રાઉઝરની ખામીઓને લઇને યુઝર્સને એલર્ટ કરવામાં આવ્યા છે, નાની ચૂંક તેમના ડેટાને અસુરક્ષિત બનાવી શકે છે
05:36 PM Mar 15, 2025 IST | PARTH PANDYA
featuredImage featuredImage

TECH : તમે પણ Google Chrome ઉપયોગ કરતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ગુગલ ક્રોમ યુઝર્સ માટે હાઇ રિસ્ક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા બ્રાઉઝરની ખામીઓને લઇને યુઝર્સને એલર્ટ કરવામાં આવ્યા છે, નાની ચૂંક તેમના ડેટાને અસુરક્ષિત બનાવી શકે છે. યુઝર્સને સંભવિત ખતરાથી બચવા માટે બ્રાઉઝરને તાત્કાલિક ધોરણે અપડેટ કરવા જણાવાયું છે. (GOVT ADVISORY FOR GOOGLE CHROME USER ABOUT CYBER ATTACK)

યુઝર્સના સંવેદનશીલ ડેટા સુધી પહોંચી શકે છે

ભારત સરકારની ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા ગુગલ ક્રોમમાં સુરક્ષાને લઇને યુઝર્સને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમાં રહેલી ખામીઓના કારણે હેકર્સ તેનો ફાયદો ઉઠાવી શકે છે. અને યુઝર્સના સંવેદનશીલ ડેટા સુધી પહોંચી શકે છે. તેઓ જાણકારી બદલવાથી લઇને ગમે ત્યારે બ્રાઉઝર ક્રેશ કરવા સુધીનું કૃત્ય કરી શકે છે.

ડેટા બ્રીચ, પ્રાઇવસી રિસ્ક અને સિસ્ટમ ખોરવાઇ જવાની શક્યતાઓ

હેકર્સ દ્વારા ડિનાયલ ઓફ સર્વિસનો જોખમી એટેક પણ કરવામાં આવી શકે છે. જેમાં સિસ્ટમ મેલિશિયસ ટ્રાફિકથી ભરાઇ જાય છે. જેથી ધીરે ધીરે સિસ્ટમની ઝડપ ઘટતી જાય છે. અને એક સમય બાદ તે કામ કરવાનું બંધ કરી દે છે. આ વચ્ચે ડેટા બ્રીચ, પ્રાઇવસી રિસ્ક અને સિસ્ટમ ખોરવાઇ જવાની શક્યતાઓ રહેલી છે. ચેતવણી ખાસ ડેસ્કટોપમાં ગુગલ ક્રોમનો ઉપયોગ કરતા લોકોને ઉદ્દેશીને આપવામાં આવી છે.

કયા ડિવાઇઝને ખતરો છે.

વિન્ડોઝ અને મેક માટે 134.0.6998.88/.89 પહેલાનું ક્રોમ વર્ઝન અને લિનિક્સ માટે 134.0.6998.88 પહેલાનું વર્ઝન ખતરામાં છે. યુઝરે પોતાની સુરક્ષા માટે તુરંત બ્રાઉઝર અપડેટ કરી લેવું જોઇએ, તેવું સૂચન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો --- Table Fan Under 1,000 : ઉનાળામાં વસાવો આ ટેબલ ફેન, કિંમત 1 હજાર રૂપિયાથી પણ ઓછી

Tags :
asapbrowserChromeforgoogleGovtGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsIndiaissueofTechTipstoUpdateuserwarning