Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં Tata નો પંચ, માર્કેટમાં વેચી અધધ કાર

Tata Motors : હવે જમાનો ઈલેક્ટ્રિક કાર (Electric Cars) નો થઇ રહ્યો છે. લોકો ધીમે ધીમે પણ પેટ્રોલ અને ડીઝલ કાર (Petrol & Diesel Cars) થી ઈલેક્ટ્રિક કાર તરફ સ્વીચ (Switching) કરી રહ્યા છે. હાલમાં ભારતમાં 14 કાર કંપનીઓ (14...
ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં tata નો પંચ  માર્કેટમાં વેચી અધધ કાર

Tata Motors : હવે જમાનો ઈલેક્ટ્રિક કાર (Electric Cars) નો થઇ રહ્યો છે. લોકો ધીમે ધીમે પણ પેટ્રોલ અને ડીઝલ કાર (Petrol & Diesel Cars) થી ઈલેક્ટ્રિક કાર તરફ સ્વીચ (Switching) કરી રહ્યા છે. હાલમાં ભારતમાં 14 કાર કંપનીઓ (14 Car Company) છે જે ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) નો વેપાર કરે છે. જોકે, સવાલ એ છે કે, ભારતમાં ઇલેક્ટ્રિક કાર (Electric Cars in India) માટે ગ્રાહકનો પ્રતિસાદ કેવો છે અને કઈ કંપનીની EV સૌથી વધુ વેચે છે? આ પ્રશ્ન તે લોકોના મનમાં વારંવાર ઉદ્ભવે છે જેઓ પોતાના માટે નવી કાર (New Car) ખરીદવાનું વિચારી રહ્યા છે. ત્યારે આ રેસમાં હાલમાં એક કાર કંપની સૌથી આગળ ચાલી રહી છે, તે Tata Motors છે. મળી રહેલી માહિતી અનુસાર, આ કંપની હાલમાં સૌથી વધુ કાર વેચી રહી છે.

Advertisement

tata motors electric car

tata motors electric car

Tata Motors એ સૌથી વધુ ઇલેક્ટ્રિક કાર વેચી

ભારતમાં Tata અને Mahindra જેવી સ્વદેશી કંપનીઓ ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. Tata Motors એ તેની Nexon EV, Tiago EV, Tigor EV અને Punch EV દ્વારા અન્ય તમામ કંપનીઓને પાછળ છોડી દીધી છે. આ પછી MG, Mahindra, Citroen સહિત અન્ય કંપનીઓ છે. આ વર્ષના અંત સુધીમાં ઘણા નવા મોડલ લોન્ચ થવા જઈ રહ્યા છે. આ ઉપરાંત દેશમાં નવા ચાર્જિંગ પોઈન્ટ પણ ખુલશે. એપ્રિલ મહિનામાં EV સેગમેન્ટમાં 22%ની વૃદ્ધિ જોવા મળી છે. આ ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં એકલા Tata Motors નો 71% બજાર હિસ્સો છે જ્યારે MG મોટરનો 12% અને મહિન્દ્રાનો 9% હિસ્સો છે. Tata પાસે હાલમાં સૌથી વધુ સંખ્યામાં ઈલેક્ટ્રિક કાર (Electric Cars) ના વિકલ્પો પણ છે. Tata Motors એ છેલ્લા 4 મહિનામાં દેશમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. વેચાણ અહેવાલો અનુસાર, ટાટા મોટર્સે આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં કુલ 19,011 ઇલેક્ટ્રિક કાર વેચી છે.

Advertisement

Tata Cars

Tata સિવાય આ ઈલેક્ટ્રિક કાર કંપનીઓ પણ માર્કેટમાં 

જણાવી દઇએ કે, ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં બીજા નંબરે MG મોટર્સ રહી છે. જેણે કુલ 4,096 કાર વેચી છે. આ સિવાય મહિન્દ્રા ત્રીજા નંબરે છે, જેણે 2,604 ઇલેક્ટ્રિક કાર વેચી છે, જ્યારે BYD ઇન્ડિયા ચોથા સ્થાને છે. કંપનીએ છેલ્લા 4 મહિનામાં કુલ 489 ઇલેક્ટ્રિક કાર વેચી છે. આ સિવાય મર્સિડીઝ 280 ઇલેક્ટ્રિક કાર વેચીને પાંચમા સ્થાને છે. આ વર્ષે ટાટા મોટર્સ તેની નવી ઇલેક્ટ્રિક કાર બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. જ્યારે MG નવી ઇલેક્ટ્રિક કારનું પણ અનાવરણ કરી શકે છે. નવા મોડલ્સ પ્રીમિયમ સેગમેન્ટને લક્ષ્ય બનાવી શકે છે.

Advertisement

આ પણ વાંચો - દેશનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર જલ્દી જ થશે લોન્ચ, જાણો શું હશે કિંમત

આ પણ વાંચો - મારુતી સુઝુકીની બાદશાહત ખતમ, TATA Punch ગાડીએ તમામ ગાડીઓને ફિક્કી પાડી

Tags :
Advertisement

.