Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tata Nexon EV Max ભારતમાં થઇ લોન્ચ, આપવામાં આવ્યા છે આ દમદાર ફીચર

Tata Nexon EV Max સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક SUV Nexon EVનું લોંગ-રેન્જ વર્ઝન આખરે બુધવારે ભારતમાં લૉન્ચ કર્યું છે. કંપનીએ Tata Nexon EV Maxને ભારતીય બજારમાં રૂ. 17.74 લાખની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરી છે. ટોપ મોડલ માટે રૂ. 19.24 લાખ (એક્સ-શોરૂમ) ચૂકવવા પડશે. Tata Nexon EV Max બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે - XZ+ અને XZ+ LUX.આ  રહ્યા નવા વેરિઅન્ટ     વેરિઅન્ટ                                              કિંમતXZ+ 3.3 kWh                            17,74,000 XZ+ 7.2 kW AC ફાસ્ટ ચાર્જર
tata nexon ev max ભારતમાં થઇ લોન્ચ  આપવામાં આવ્યા છે આ દમદાર ફીચર
Tata Nexon EV Max સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક SUV Nexon EVનું લોંગ-રેન્જ વર્ઝન આખરે બુધવારે ભારતમાં લૉન્ચ કર્યું છે. કંપનીએ Tata Nexon EV Maxને ભારતીય બજારમાં રૂ. 17.74 લાખની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરી છે. ટોપ મોડલ માટે રૂ. 19.24 લાખ (એક્સ-શોરૂમ) ચૂકવવા પડશે. Tata Nexon EV Max બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે - XZ+ અને XZ+ LUX.
આ  રહ્યા નવા વેરિઅન્ટ
     વેરિઅન્ટ                                            કિંમત
  • XZ+ 3.3 kWh                            17,74,000 
  • XZ+ 7.2 kW AC ફાસ્ટ ચાર્જર         18,24,000
  • XZ+ Lux 3.3 kWh                      18,74,000
  • XZ+ Lux 7.2 kW AC ફાસ્ટ ચાર્જર   19,24,000
એક્સ-શોરૂમ કિંમતોની વાત કરવામાં આવે તો  રૂ. 14.54 લાખથી રૂ. 17.15 લાખની કિંમતની રેન્જમાં આવતી સ્ટાન્ડર્ડ રેન્જ Nexon EVની સરખામણીમાં, નવું મોડલ Tata Nexon EV Max લગભગ રૂ. 3.20 લાખ જેટલું મોંઘું છે. 
નેક્સોન ઇવી મેક્સની સાથે ટાટા મોટર્સે તેની હાઈ  વોલ્ટેજ આધુનિક ઝિપટ્રોન ટેક્નોલોજી પણ લોન્ચ કરી છે. Tata Nexon EV Max ત્રણ કલરમાં લોન્ચ કરી છે.  ઇન્ટેન્સ-ટીલ, ડેટોના ગ્રે અને પ્રિસ્ટીન વ્હાઇટ જેવા રંગોનો સમાવેશ થાય છે. ડ્યુઅલ ટોન બોડી કલર સમગ્ર મોડલ લાઇનઅપમાં પ્રમાણભૂત છે. Tata Nexon EV Max IP67 રેટેડ બેટરી અને મોટર પેક સાથે 8 વર્ષ અથવા 160,000 કિમીની વોરંટી સાથે આવે છે.
Tata Nexon EV Max ફ્લોરપેન હેઠળ 40.5kWh બેટરી પેક આપવામાં આવ્યું છે. જે બેઝ મોડલ કરતાં 33 ટકા વધારે છે. લિથિયમ-આયન બેટરી ફ્રન્ટ એક્સલ પર માઉન્ટ થયેલ ઇલેક્ટ્રિક મોટરને પાવર આપે છે. આ સેટઅપ 143bhp અને 250Nm આઉટપુટનો દાવો કરે છે. તે 14bhp વધુ પાવરફુલ છે અને Nexon EVના સ્ટાન્ડર્ડ રેન્ડ મોડલ કરતાં 5Nm વધુ ટોર્ક ઉત્પન્ન કરે છે. ટોર્ક પેડલના દબાણ પર ઉપલબ્ધ થશે. Tata Nexon EV Max ઇલેક્ટ્રીક SUV માત્ર 9 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી શકે છે.
Tata Electric SUV સાથે બે ચાર્જિંગ વિકલ્પો ઓફર કરે છે -  3.3kWh ચાર્જર અને 7.2kWh AC ફાસ્ટ ચાર્જર. ફાસ્ટ ચાર્જર ઘર કે ઓફિસમાં લગાવી શકાય છે. Nexon EV Maxના બેટરી પેકને કોઈપણ 50 kW DC ફાસ્ટ ચાર્જર વડે માત્ર 56 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. જ્યારે તે 3.3kWh ચાર્જર દ્વારા 15-16 કલાકમાં અને 7.2kWh એસી ફાસ્ટ ચાર્જર દ્વારા 5-6 કલાકમાં ચાર્જ થઈ શકે છે.
મોટા બેટરી પેક રાખવા છતાં Nexon EV Max 350-લીટરની બૂટ સ્પેસ આપી છે.  Tata Nexon EV Max સિંગલ ફુલ ચાર્જ પર  437 કિમીની એવરેજ  આપે છે. મુંબઈથી પુણે, બેંગ્લોરથી મૈસુર, ચેન્નાઈથી પોંડિચેરી, દિલ્હીથી કુરુક્ષેત્ર, રાંચીથી ધનબાદ અને ગાંધીનગરથી વડોદરા સુધીની મુસાફરી કરવાનો દાવો કરવામાં આવ્યો છે. 
Nexon EV Max ત્રણ ડ્રાઇવ મોડ - સિટી, સ્પોર્ટ અને ઇકો સાથે આવે છે. આ મોડલમાં એક્ટિવ મોડ ડિસ્પ્લે સાથે નવું ડ્રાઇવ મોડ સિલેક્ટર આપવામાં આવ્યું છે.  નવી Tata Nexon EV Max રિજનરેશન બ્રેકિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરવામાં આવી છે . આ કારને અદ્યતન ZConnect 2.0 કનેક્ટેડ કાર ટેક્નોલોજી મળે છે જે 48 કનેક્ટેડ કાર ફીચર્સ સાથે આવે છે. આ સાથે, Tata Nexon EV Maxને વેન્ટિલેટેડ સીટો, આગળના મુસાફરો માટે વેન્ટિલેશન સાથે લેધર સીટ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જિંગ, ઓટો ડિમિંગ IRVM, એર પ્યુરિફાયર, ક્રુઝ કંટ્રોલ, પાર્ક મોડ જેવી સુવિધાઓ મળે છે.
4 ડિસ્ક બ્રેક મળશે 
Nexon EV Max 4 લેવલના મલ્ટી-મોડ રીજેન અને ઓટો બ્રેક લેમ્પ સાથે આવે છે જેથી અન્ય રોડ યુઝર્સને એલર્ટ કરી શકાય. આ સિવાય ઈલેક્ટ્રિક કારમાં i-VBAC (ઈન્ટેલિજન્ટ-વેક્યુમ-લેસ બૂસ્ટ એન્ડ એક્ટિવ કંટ્રોલ), હિલ હોલ્ડ કંટ્રોલ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ઓટો હોલ્ડ સાથે ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને 4-ડિસ્ક બ્રેક સાથે ESP જેવા ફીચર્સ મળે છે.
Advertisement
Tags :
Advertisement

.