Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tata Nexon Facelift જલ્દી જ થશે લોન્ચ, બુકિંગ શરૂ, જાણો ફીચર્સ વિશે

Tata Motors એ તેના સત્તાવાર લોન્ચિંગ પહેલા આગામી Nexon Facelift પરથી પડદો ઉઠાવી દીધો છે. આ વાહન તેના વર્તમાન મોડલથી તદ્દન અલગ દેખાય છે. નવી Tata Nexonની બાહ્ય ડિઝાઇનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. તેનું ઈન્ટિરિયર અપડેટ કરવામાં આવ્યું...
01:28 PM Sep 05, 2023 IST | Hardik Shah

Tata Motors એ તેના સત્તાવાર લોન્ચિંગ પહેલા આગામી Nexon Facelift પરથી પડદો ઉઠાવી દીધો છે. આ વાહન તેના વર્તમાન મોડલથી તદ્દન અલગ દેખાય છે. નવી Tata Nexonની બાહ્ય ડિઝાઇનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. તેનું ઈન્ટિરિયર અપડેટ કરવામાં આવ્યું છે. આગામી Nexon માં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ તમામ સુવિધાઓ ટાટાની સૌથી વધુ વેચાતી SUV ને વધુ આકર્ષક બનાવે છે.

Tata Nexon Facelift 14 સપ્ટેમ્બરે લોન્ચ

Tata Nexon સબકોમ્પેક્ટ SUV કારની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ કંપનીની વેબસાઈટ પર તેના વેરિઅન્ટ મુજબના ફીચર્સની વિગતો શેર કરવામાં આવી છે. આ કાર 14 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આવી જ ડિઝાઈન આગામી Nexon ઈલેક્ટ્રિક કારમાં પણ જોવા મળશે. આ સિવાય તેમાં રિફ્રેશ ઇન્ટિરિયર પણ જોવા મળશે.  જણાવી દઇએ કે, ટાટા મોટર્સે તેની લોકપ્રિય SUV Nexonની ફેસલિફ્ટ એડિશનનું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપની તેને નવી ટેક્નોલોજી અને નાના કોસ્મેટિક ફેરફાર સાથે 14 સપ્ટેમ્બરે માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો તમે પણ ઈચ્છો છો, તો તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને આ કાર (Tata Nexon Facelift booking) બુક કરી શકો છો. Tata Nexon ફેસલિફ્ટ મોડલમાં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કાર 6 એરબેગ્સ સાથે લોન્ચ થવા જઈ રહી છે. સલામત ડ્રાઇવિંગ માટે, બ્લાઇન્ડ વ્યૂ મોનિટર છે, જે વળાંક દરમિયાન સ્ક્રીન પર ક્લિયર સાઈડ વ્યૂ જોવામાં મદદ કરે છે.

કુલ 11 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે

Tata Motors એ તેની લોકપ્રિય SUV Nexon Facelift નું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકના ડીલરોની મુલાકાત લઈને આ SUV બુક કરી શકે છે. કંપની આ કારને 14 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. એટલે કે આ દિવસે તેની કિંમતો પણ જાહેર કરવામાં આવશે. 2023 Nexonને 10.25-ઇંચની મોટી ટચસ્ક્રીન અને નવું ડ્યુઅલ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ મળશે. તેને કુલ 11 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ભારતમાં, તે Hyundai Creta, Maruti Grand Vitara, Kia Seltos અને New Honda Elevate સાથે સ્પર્ધા કરશે.

આ ફીચર્સ કારમાં હશે

ટાટા મોટર્સની અધિકૃત વેબસાઇટ અનુસાર, Tata Nexon Facelift માં સેફ્ટી ફીચર્સમાં રેન સેન્સિંગ વાઇપર્સ સાથે ઓટો હેડલેમ્પ, કોર્નિંગ ફંક્શન સાથે ફ્રન્ટ ફોગ લેમ્પ, ટાયર પ્રેશર મોનિટર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામનો સમાવેશ થશે. આ સિવાય કાર (ટાટા નેક્સન ફેસલિફ્ટ)માં હરમનની 26.03 સેમી ફ્લોટિંગ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. એપ દ્વારા વાહન ટેક્નોલોજીને કનેક્ટ કરવા, વોઈસ આસિસ્ટેડ ઈલેક્ટ્રિક સનરૂફ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

એન્જિન અને મલ્ટી ડ્રાઇવ મોડ

Tata Nexon ફેસલિફ્ટમાં બે એન્જિન ઓપ્શન હશે. તેમાં એક વિકલ્પ હશે, 1.2l Turbocharged Revotron Petrol અને બીજું, 1.5l Turbocharged Revotorq Diesel એન્જિન. આમાં તમને મલ્ટી ડ્રાઇવ મોડ્સ પણ મળે છે - ઇકો, સિટી અને સ્પોર્ટ. કારમાં ઘણી આરામદાયક સીટો છે. કારમાં લાગેલું એર પ્યુરિફાયર તમને કારની અંદર તાજગીનો ખૂબ જ સારો અનુભવ આપશે. એક સમાચાર અનુસાર, 2023 Tata Nexon 1 વેરિઅન્ટ્સ અને નામોમાં ઓફર કરવામાં આવશે - Smart, Smart , Smart (S), Pure , Pure (S), ક્રિએટિવ, ક્રિએટિવ , ક્રિએટિવ (S), ફિયરલેસ, ફિયરલેસ અને earless (S) સાથે રજૂ કરવામાં આવશે.

અંદાજિત ખર્ચ

એવું માનવામાં આવે છે કે Tata Nexon Facelift ની કિંમત 8.50 લાખ રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. જોકે, કંપનીએ તેની કિંમત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. Tata Nexon ટાટા મોટર્સની ખૂબ જ લોકપ્રિય મોડલ કાર છે. કંપની તેને ઇલેક્ટ્રિક કાર તરીકે પણ વેચે છે.

આ પણ વાંચો - Honda ની મોસ્ટ અવેટેડ SUV લોન્ચ, જાણો શું છે ફીચર્સ

આ પણ વાંચો - Toyota એ સામાન્ય નાગરિકોને ધ્યાને રાખી લોન્ચ કરી તેની સૌથી સસ્તી SUV Car

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
featuresLaunch SoonNexon faceliftTata MotorsTata NexonTata Nexon FaceliftTata Nexon Facelift bookingTata Nexon Features
Next Article