Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OpenAI ના પૂર્વ એન્જિનિયરનું સંદિગ્ધ મોત, સાન ફ્રાન્સિસ્કોમાં મળ્યો મૃતદેહ

OpenAI નો પૂર્વ એન્જિનિયરનું મોત સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ આત્મહત્યા કરી હોય તેવું પોલીસે જણાવ્યું ChatGPT વિકસાવનાર અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAI ના 26 વર્ષીય ભૂતપૂર્વ સંશોધક સુચિર બાલાજી તેમના સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા....
openai ના પૂર્વ એન્જિનિયરનું સંદિગ્ધ મોત  સાન ફ્રાન્સિસ્કોમાં મળ્યો મૃતદેહ
Advertisement
  1. OpenAI નો પૂર્વ એન્જિનિયરનું મોત
  2. સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ
  3. આત્મહત્યા કરી હોય તેવું પોલીસે જણાવ્યું

ChatGPT વિકસાવનાર અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAI ના 26 વર્ષીય ભૂતપૂર્વ સંશોધક સુચિર બાલાજી તેમના સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સુચિરે તાજેતરમાં OpenAI ની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 26 નવેમ્બરે બની હતી અને 14 ડિસેમ્બરે પ્રકાશમાં આવી હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બાલાજી લાંબા સમયથી પોતાનું ઘર છોડ્યું ન હતું અને તે તેના મિત્રો અને સહકાર્યકરોના ફોન કોલ્સનો જવાબ પણ આપી રહ્યો ન હતો. જ્યારે સુચિરના મિત્રો અને સાથીદારો તેના ફ્લેટ પર પહોંચ્યા તો તેમને દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો. તેણે આ અંગે સાન ફ્રાન્સિસ્કો પોલીસને જાણ કરી હતી. પોલીસે ફ્લેટનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે સુચિર બાલાજીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં કોઈ મારામારી કે હાથાપાઈના કોઈ પુરાવા મળ્યા નથી, પોલીસને શંકા છે કે તે આત્મહત્યા હોઈ શકે છે.

Advertisement

પોલીસે શું કહ્યું...!

સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલે પોલીસના નિવેદનને ટાંકીને કહ્યું કે, 'પોલીસ અધિકારીઓ મેડિકલ ટીમ સાથે ફ્લેટ પર પહોંચ્યા અને સુચિર બાલાજીને મૃત જોયા. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ ગેરરીતિના પુરાવા મળ્યા નથી અને તે આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. સાન ફ્રાન્સિસ્કો ચીફ મેડિકલ એક્ઝામિનર ઓફિસના ડિરેક્ટરે મીડિયાને કહ્યું, 'મૃત્યુની રીત આત્મહત્યા હોવાનું માનવામાં આવે છે.' સુચિર બાલાજીએ આ વર્ષે ઓગસ્ટમાં OpenAI માંથી રાજીનામું આપી દીધું હતું અને કંપની પર કોપીરાઈટ ઉલ્લંઘનના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ ઘણી મોટી હસ્તીઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને ઇન્ટરનેટ પર તેના વિશે કડક પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે.

Advertisement

આ પણ વાંચો : આ આકાશગંગામાંથી એક નહીં, બે Black hole મળી આવ્યા! જુઓ તસ્વીરો

એલોન મસ્કની પ્રતિક્રિયા...

ટેસ્લાના CEO એલોન મસ્કે 'Hmmm' લખીને સમાચાર પર પ્રતિક્રિયા આપી, અને બીજું કંઈ લખ્યું નહીં. સુચિર બાલાજીએ OpenAI પર તેના જનરેટિવ AI પ્રોગ્રામ, ChatGPT ને તાલીમ આપવા માટે યોગ્ય કાનૂની પ્રક્રિયાને અનુસર્યા વિના કૉપિરાઇટ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવાનો જાહેરમાં આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ChatGPT જેવી ટેક્નોલોજી ઇન્ટરનેટને નુકસાન પહોંચાડી રહી છે.

આ પણ વાંચો : Airtel યુઝર્સ માટે મહત્ત્વનાં સમાચાર, કંપનીએ લોન્ચ કર્યો નવો Recharge Plan, મળશે આ ખાસ સુવિધા!

ગેરકાયદેસર ઉપયોગ થાય છે...

એક મીડિયા સાથેની એક મુલાકાતમાં, બાલાજીએ આરોપ મૂક્યો હતો કે OpenAI ની પ્રેક્ટિસ ઈન્ટરનેટ ઈકોસિસ્ટમ અને વ્યવસાયો અને લોકો માટે હાનિકારક છે જેમના ડેટાનો કંપની તેમની સંમતિ વિના ઉપયોગ કરી રહી છે. સુચિર બાલાજીના આરોપો ઘણા લેખકો, પ્રોગ્રામરો અને પત્રકારો દ્વારા OpenAI સામે દાખલ કરાયેલા દાવાઓના કેન્દ્રમાં છે. આ લોકોએ દાવો કર્યો છે કે OpenAI એ તેના ChatGPT ને તાલીમ આપવા માટે તેમના કોપીરાઈટ કરેલા કાર્યોનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો : Nasa ની અવિશ્વનીય ખોજ! અંતરિક્ષ અકસ્માતનો કોયડો ઉકેલ્યો

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Sabarkantha : મજુરી કામના પૈસા માંગવા બાબતે લાંચનું છટકુ ગોઠવાયું, મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચની ધરપકડ

featured-img
એક્સક્લુઝીવ

જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ

featured-img
રાષ્ટ્રીય

Bihar : ઝાડ પર લટકતી હતી પુત્રની લાશ, જોઈને પરિજનો ચોંકી ગયા, પોલીસને કહ્યું- સાહેબ, આ હત્યા છે

featured-img
રાષ્ટ્રીય

ગેંગસ્ટર અમન સાહુના એન્કાઉન્ટર પર લોરેન્સના ભાઈ અનમોલે કરી પોસ્ટ, લખ્યું, 'બધાનો હિસાબ જલ્દી જ થશે'

featured-img
આંતરરાષ્ટ્રીય

હોળીના રંગોમાં રંગાયા ન્યુઝીલેન્ડના PM Christopher Luxon, જુઓ Video

featured-img
રાજકોટ

Rajkot : 150 ફૂટ રિંગ રોડ પર આવેલી બિલ્ડિંગમાં આગ, 40 લોકો ફસાયા; રેસ્ક્યૂ ચાલુ

×

Live Tv

Trending News

.

×