Starlink Internet: શું 5Gથી સસ્તું હશે? કેવી રીતે કરે છે કામ
- Starlink satellite ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી થશે
- 2 મોટી કંપનીઓ Jio અને Airte કરારની જાહેરાત કરી
- શહેરો અને ગ્રામીણ વિસ્તારો ઈન્ટરનેટ સેવા શરૂ થશે
Starlink Internet:એલોન મસ્કની (Elon Musk)સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંક(Starlink satellite) ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે. ટેલિકોમ ક્ષેત્રની 2 મોટી કંપનીઓ Jio અને Airtel સ્ટારલિંક ઈન્ટરનેટ સેવા માટે સ્પેસએક્સ સાથે કરારની જાહેરાત કરી છે. જોકે, સ્ટારલિંકને ભારતમાં શરૂ કરવા માટે હજુ સુધી ભારત તરફથી કેટલીક (Starlink satellite in india)પરવાનગીઓ મળી નથી. આ પછી શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ટૂંક સમયમાં ઝડપી ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ થવાનું શરૂ થઈ શકે છે.
ભારતમાં 5G ઈન્ટરનેટ કરતાં સસ્તું હશે?
આવી સ્થિતિમાં તમારા મનમાં આ પ્રશ્ન આવી રહ્યો હશે કે સેટેલાઈટ ઈન્ટરનેટ કેવી રીતે કામ કરે છે. આનો શું ફાયદો? આ સિવાય, તે ભારતમાં 5G ઈન્ટરનેટ કરતાં સસ્તું હશે કે નહીં. આવા ઘણા પ્રશ્નોના જવાબો જાણો.
એરટેલ બાદ JIOની પણ સ્ટારલિંક સાથે ડીલ | Gujarat First
સ્ટારલિંકની બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા આપશે JIO
JIO પ્લેટફોર્મ્સ લિમિટેડ અને સ્પેસએક્સનો કરાર
દેશના છેવાડાના ક્ષેત્રોમાં બ્રોડબેન્ડ સેવા મળશે
ટૂંક સમયમાં દેશમાં સેવા શરૂ કરવામાં આવશે@reliancejio @SpaceX #SpaceXIndia… pic.twitter.com/vxty87POvs— Gujarat First (@GujaratFirst) March 12, 2025
આ પણ વાંચો -Airtel બાદ Jio નું મોટું એલાન, STARLINK સાથે કરી ડીલ
સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ શું છે
- જો આપણે સ્ટારલિંક (Starlink Internet)સેટેલાઈટ ઈન્ટરનેટ વિશે અને તે કેવી રીતે કામ કરે છે તે વિશે વાત કરીએ તો આ એક સેટેલાઈટ આધારિત ઇન્ટરનેટ સેવા છે. આ ઇન્ટરનેટ તમારા ઘરે પહોંચાડવા માટે, કોઈ ટાવર કે ફાઈબર કેબલની જરૂર નથી. તે ઉપગ્રહમાંથી સીધા પ્રાપ્ત થતા સિગ્નલોનો ઉપયોગ કરે છે.
- સેટેલાઈટ ઝડપી ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે. આ ઉપરાંત, તે એવા વિસ્તારોમાં ઈન્ટરનેટ પ્રદાન કરી શકે છે જ્યાં મોબાઇલ ટાવર અથવા કેબલ ઇન્ટરનેટ પહોંચી શકતું નથી.
- હકીકતમાં, ઘણા દેશોમાં ઈન્ટરનેટ પૂરું પાડવા માટે સેટેલાઈટ સેવા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. જેમાં તે વિસ્તારોમાં ઈન્ટરનેટ પૂરું પાડવા માટે સેટેલાઈટ આધારિત રેડિયો સિગ્નલોનો ઉપયોગ કરવામાં આવે છે.
- બ્રોડબેન્ડ સિગ્નલ સેટેલાઈટ દ્વારા જમીન પરના ગ્રાઉન્ડ સ્ટેશન પર મોકલવામાં આવે છે. અહેવાલો અનુસાર, સ્ટારલિંક સેવાનો લેટન્સી રેટ સૌથી ઓછો છે. તેથી, ઉપગ્રહમાંથી સિગ્નલ ખૂબ જ ઓછા સમયમાં જમીન સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો -એલોન મસ્કની SpaceX સાથે Airtelની ધાંસુ ડીલ, ગ્રાહકોને થશે મોટો ફાયદો!
સ્ટારલિંક ઈન્ટરનેટ 5G કરતા સસ્તું?
બજારમાં સૌથી વધુ ફાઈબર ઈન્ટરનેટ ગ્રાહકો જિયો અને એરટેલ પાસે છે. હાલમાં, Jio એરફાઇબર દ્વારા 5G બ્રોડબેન્ડ સેવા પૂરી પાડી રહ્યું છે. જો આપણે Jio AirFiber પ્લાનની કિંમત પર નજર કરીએ તો તેની શરૂઆતની કિંમત 599 રૂપિયા છે.તે જ સમયે, એરટેલના 5G બ્રોડબેન્ડ ઈન્ટરનેટની માસિક શરૂઆતની કિંમત 699 રૂપિયા છે. આમાં તમને દર મહિને 40Mbps ની ઝડપે ઇન્ટરનેટ મળે છે.