Redmi એ ઈન્ડિયામાં લોન્ચ કરી એફોર્ડેબલ Smartwatch...જાણો ફીચર્સ અને પ્રાઈસ
- Redmi એ ભારતમાં સ્માર્ટવોચ મૂવ (Smartwatch Move) લોન્ચ કરી
- સ્માર્ટવોચની એફોર્ડેબલ પ્રાઈસ 1999 રુપિયા છે
- સિંગલ ચાર્જ પર 14 દિવસ સુધીની બેટરી લાઈફનો દાવો કરાયો છે
Redmi: ભારતમાં Redmiએ મૂવ( Move) નામની એક એફોર્ડેબલ Smartwatch લોન્ચ કરી છે. જેની કિંમત માત્ર 1999 રૂપિયા રાખવામાં આવી છે. ઓછી કિંમતની આ રેડમી વોચ એક જ ચાર્જ પર 14 દિવસ સુધીની બેટરી લાઈફનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્માર્ટવોચ અનેક ફિચર્સથી સજ્જ છે. જેમાં હાર્ટ બીટ્સ ઓબ્ઝરવર, SpO2, સ્ટ્રેસ ટ્રેકિંગ વગેરેનો સમાવેશ થાય છે. રેડમીની સ્માર્ટવોચ મૂવમાં 1.85 ઈંચની AMOLED ડિસ્પ્લે છે.
એફોર્ડેબલ પ્રાઈઝ
ભારતમાં Redmi એ Smartwatch Move ની બેઝિક પ્રાઈઝ 1999 રૂપિયા રાખી છે. પ્રી બૂકિંગ ઓર્ડર 24 એપ્રિલથી શરૂ થશે. આ Smartwatch Move ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. આ સ્માર્ટવોચ સિલ્વર સ્પ્રિન્ટ, બ્લેક ડ્રિફ્ટ, બ્લુ બ્લેઝ અને ગોલ્ડન રશ એમ 4 કલરમાં ઉપલબ્ધ છે. રેડમી સ્માર્ટવોચ મૂવનું વજન ફક્ત 25 ગ્રામ છે. બેલ્ટ સાથે તેનું વજન 39 ગ્રામ થઈ જાય છે. તેમાં 1.85 ઈંચની AMOLED ડિસ્પ્લે છે. જેમાં પિક બ્રાઈટનેસ 600 નિટ્સ છે. આ સ્માર્ટ વોચનો 74 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો છે.
આ પણ વાંચોઃ Motorola ફ્લિપ ફોન Razr 60 Ultra ના પિક થયા લીક
ફંકશનલ ક્રાઉન
Redmi ની સ્માર્ટવોચ મૂવમાં એક ફંકશનલ ક્રાઉન ફીચર આપવામાં આવ્યું છે. જેના ઉપયોગથી Smartwatchને ટેપ કરવા, સ્ક્રોલ કરવા અને પાવર ઓફ થઈ શકે છે. મૂવમાં 300 mAh બેટરી છે. એવો દાવો કરવામાં આવે છે કે તે એક જ ચાર્જ પર 14 દિવસ સુધી ચાલી શકે છે. જોકે, જો ઓલવેઝ ઓન ડિસ્પ્લે ચાલુ હોય, તો તમને 5 દિવસનો બેકઅપ મળશે. મૂવ સ્માર્ટવોચ સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે તેમાં ખાસ સુવિધાઓ આપવામાં આવી છે. તે કાર્ડિયો એક્સરસાઈઝમાં પણ મદદ કરશે. આ સ્માર્ટવોચમાં 140 થી વધુ વર્કઆઉટ મોડ્સ આપવામાં આવ્યા છે. આ ઘડિયાળને IP68 રેટિંગ મળ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે આ સ્માર્ટવોચ પહેરીને વ્યક્તિ 30 મિનિટ સુધી 1.5 મીટરની ઊંડાઈ સુધી પાણીમાં ડૂબકી લગાવી શકે છે. આ વોચ દ્વારા ફોનમાં મ્યુઝિક, કેમેરા અને એલાર્મને ઓપરેટ કરી શકાય છે.
આ પણ વાંચોઃ ChatGPT ના સૌથી મોટા હરિફ...Perplexity AI એ કરી Motorola સાથે મોટી ડીલ