છેલ્લા 1 વર્ષમાં 43 લાખ Passenger carsનું રેકોર્ડબ્રેક સેલિંગ થયું
- નાણાકીય વર્ષ 2024-25 પૂર્ણ થયું ત્યાં સુધીમાં દેશમાં 43 લાખ યુનિટ જેટલી પેસેન્જર કાર્સનું સેલિંગ
- સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા રિપોર્ટ રજૂ કરાયો
- સ્થાનિક વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 10%નો વધારો થયો છે
New Delhi: નાણાકીય વર્ષ 2024-25 પૂર્ણ થયું ત્યાં સુધીમાં દેશમાં 43 લાખ યુનિટ જેટલી પેસેન્જર કાર્સનું સેલિંગ થયું છે. SIAM અનુસાર કોઓપરેટિવ ગવર્મેન્ટ પોલિસીઝ અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટેશનને કારણે આ રેકોર્ડબ્રેક સેલિંગ થયું છે. ગયા મહિને એટલે કે માર્ચ 2025માં પણ વાહનોનું રેકોર્ડબ્રેક સેલિંગ નોંધાયું હતું. સ્થાનિક વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 10%નો વધારો થયો છે.
SUV અને UV ની માંગ વધી
SIAM ના રિપોર્ટ અનુસાર કુલ પેસેન્જર કાર્સના વેચાણમાં સ્પોર્ટ્સ યુટિલિટી વાહનો (SUV) નો હિસ્સો 65% હતો, જ્યારે ગયા વર્ષે આ હિસ્સો લગભગ 60% હતો. SIAM કહે છે કે આ વધારા પાછળના કારણો નવા મોડેલોની માંગ, વધુ સુવિધાઓ અને ગ્રાહકોને આપવામાં આવતા પ્રમોશનનો સમાવેશ થાય છે. ઈતિહાસમાં પહેલીવાર પેસેન્જર વ્હીકલ્સની નિકાસ પણ 7.7 લાખ યુનિટ પર પહોંચી છે. જે વાર્ષિક ધોરણે 14.6% ની વૃદ્ધિ દર્શાવે છે. આ વધારો મુખ્યત્વે ભારતમાં બનેલા વૈશ્વિક મોડેલોની લેટિન અમેરિકા અને આફ્રિકન દેશોમાં નિકાસમાં વધારો થવાને કારણે છે.
2 અને 3-વ્હીલરના વેચાણમાં વધારો
ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે 9.1% વધીને 1.96 કરોડ યુનિટ થયું છે. ૩-વ્હીલર વાહનોનું વેચાણ 6.7% વધીને 7.4 લાખ યુનિટ થયું. આ અત્યાર સુધીનો ઉચ્ચતમ સ્તર છે, જે માર્ચ 2019ના અગાઉના રેકોર્ડને વટાવી ગયો છે. SIAM અનુસાર ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં સુધારો અને વધુ સુવિધાઓ સાથે નવા સ્કૂટર મોડેલોના લોન્ચથી વૃદ્ધિમાં મદદ મળી.
માત્ર માર્ચ-2025માં વેચાણની વિગતો
નાણાકીય વર્ષ 2024-2025ના છેલ્લા મહિના માર્ચ-2025માં વિવિધ પેસેન્જર વ્હીકલના વેચાણની વિગતો પણ SIAM દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં સ્થાનિક વાહનોનું વેચાણ 10% વધીને 20.5 લાખ યુનિટ, કુલ વાહનોની નિકાસ 13.8% વધીને 4.7 લાખ યુનિટ, પેસેન્જર વાહનોનું વેચાણ 3.6% વધીને 3.8 લાખ યુનિટ સેલિંગ થયું છે.
આ પણ વાંચોઃ Somalia માં સ્ટારલિંકની એન્ટ્રી, Satellite internet license ને અપાઈ મંજૂરી