Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજ રાત્રે નીલગગન થશે સપ્તરંગી, આભમાંથી થશે તારાઓની વર્ષા

ઉલ્કા વૃષ્ટિને Perseid meteor shower કહેવાય છે આશરે 100 થી 120 કિલોમીટરની રફતારે પરિવહન કરે આ ઉલ્કાઓની પૂંછ અન્ય તારાઓની સંખ્યામાં લાંબી Perseid meteor shower: આજની રાત ઘરતી માટે યાદગાર સાબિત થશે. તે ઉપરાંત આજ રાત્રે આકાશમાં અહ્લાદાયક નજારો...
આજ રાત્રે નીલગગન થશે સપ્તરંગી  આભમાંથી થશે તારાઓની વર્ષા
  • ઉલ્કા વૃષ્ટિને Perseid meteor shower કહેવાય છે

  • આશરે 100 થી 120 કિલોમીટરની રફતારે પરિવહન કરે

  • આ ઉલ્કાઓની પૂંછ અન્ય તારાઓની સંખ્યામાં લાંબી

Perseid meteor shower: આજની રાત ઘરતી માટે યાદગાર સાબિત થશે. તે ઉપરાંત આજ રાત્રે આકાશમાં અહ્લાદાયક નજારો પણ જોવા મળશે. કારણ કે... 12 અને 13 ઓગસ્ટના સમયે આકાશમાં એકસાથે અસંખ્ય તારાઓ તૂટતા જોવા મળશે. તેના કારણે આકાશમાં વિવિધ રંગો જોવા મળશે. અને આ રંગોના આવરણથી આકાશ સંપૂર્ણપણે ઢકાઈ જશે. જોકે આ અંગે માહિતી વિશ્વના અનેક ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.

Advertisement

ઉલ્કા વૃષ્ટિને Perseid meteor shower કહેવાય છે

ત્યારે ભારતના તારામંડળ અને ખગોળશાસ્ત્રી અમરપાલ સિંહે જણાવ્યું છે કે, રાત્રે લગભગ 8 કલાકે આકાશમાં આ નજારો જોવા મળશે. જોકે વૈજ્ઞાનિક ભાષામાં આ ઉલ્કા વૃષ્ટિને Perseid meteor shower તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે 12 થી 13 ઓગસ્ટની વચ્ચે રાત્રીના સમયે આશરે આકાશમાં એકસાથે 60 થી 100 જેટલા તારાઓ તૂટતા જોવા મળશે. જોકે આ ઘટનાને જોવા માટે વાતાવરણ પર આધાર રાખવો પડશે. તે ઉપરાંત perseid meteor shower થવા પાછળનું કારણ Meteors Perseus Constellation ને માનવામાં આવે છે.

આ પણ વાંચો: Fact Check: BSNL લોન્ચ કરશે 200 MP સાથે BSNL 5G Smartphone!

Advertisement

આશરે 100 થી 120 કિલોમીટરની રફતારે પરિવહન કરે

આ ઉલ્કાપિંડ તારામંડળના જે કેન્દ્રબિંદું તરફ વહન કરે છે, તેને ખગોળશાસ્ત્રીઓ Meteor Radiant Point કહે છે. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે, તારામંડળમાં તૂટલા ઉલ્કાપિંડની ઘટના દ્રષ્ટિ ભ્રમ છે. કારણ કે... તારાઓ આપણા કરતા કરોડો કિલોમીટર દૂર આવેલા છે, અને તે આશરે 100 થી 120 કિલોમીટરની રફતારે પરિવહન કરે છે. તેથી ઘરતીથી તેમને જોતા તેઓ ચમકદાર લાગે છે. પરંતુ આ વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેની પાછળનું કારણ સ્વિફ્ટ ટટલ નામના ધૂમકેતૂએ એક ઉલ્કાનો કાટમાળ દૂર ફેંક્યો છે. તો 133 વર્ષમાં સૂર્યનો એક ચક્કર લાગાવીને આ ધૂમકેતૂ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આ પ્રકારનો વિસ્ફોટ કર્યો છે.

Advertisement

આ ઉલ્કાઓની પૂંછ અન્ય તારાઓની સંખ્યામાં લાંબી

તો Perseus Constellation સાથે વધુ એક ખાસ વાત જોડાયેલી છે. આ પ્રકારની ઉલ્કાઓ કે તારાઓ આંખના પલકારામાં અદ્રશ્ય થતા નથી. પરંતુ અમુક સેકેન્ડ માટે આંખનો સામે રહે છે. તેની પાછળનું કારણ એ છે કે, જ્યારે કોઈ વિશાળ ધૂમકેતૂ જેવા તારામાંથી ઉલ્કાઓનો વિસ્ફોટ થાય છે. આ ઉલ્કાઓની પૂંછ અન્ય તારાઓની સંખ્યામાં લાંબી હોય છે. એટલે એકવાર રોશન થયા બાદ, તે થોડીવાર માટે આંખોની સામે દેખાતા હોય છે. આ પ્રકારના દ્રશ્યો મહ્દંશે જોવા મળે છે.

આ પણ વાંચો: મોદી સરકારનો એક્શન મોડ હેઠળ 70 લાખથી વધુ મોબાઈલ નંબર કર્યા બંધ

Tags :
Advertisement

.