Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કરોડો વર્ષો પહેલા મંગળ પર હતાં નદીઓ અને તળાવોના ભંડાર, મળ્યા પૂરાવા

Mars પર વિશાળ પાણીનો ભંડાર હાજર છે સપાટીની 10 થી 20 કિલોમીટર નીચે પાણીનો સંગ્રહ વર્ષો પહેલા મંગળ પર તળાવો અને નદીઓ હતી Water On Mars: Mars (મંગળ ગ્રહ) પર માનવીય જીવન શક્ય છે કે નહીં, તેને શોધવા માટે...
કરોડો વર્ષો પહેલા મંગળ પર હતાં નદીઓ અને તળાવોના ભંડાર  મળ્યા પૂરાવા
  • Mars પર વિશાળ પાણીનો ભંડાર હાજર છે

  • સપાટીની 10 થી 20 કિલોમીટર નીચે પાણીનો સંગ્રહ

  • વર્ષો પહેલા મંગળ પર તળાવો અને નદીઓ હતી

Water On Mars: Mars (મંગળ ગ્રહ) પર માનવીય જીવન શક્ય છે કે નહીં, તેને શોધવા માટે વૈજ્ઞાનિકો દ્વારા Mars ને લઈ વિવિધ અવલોકન કરવામાં આવે છે. તે ઉપરાંત અનેક અવકાશ મશીનની મદદથી Mars પરથી માટી પુથ્વી પર લઈ આવીને તેનું અવલોકન કરાયું છે. ત્યારે તાજેતરમાં એક અહેલાલ રજૂ કરવામાં આવ્યો છે. જે અહેવાલ દર્શાવે છે કે, Mars પર માનવી જીવન અને જળસંગ્રહ થઈ શકે છે.

Advertisement

Mars પર વિશાળ પાણીનો ભંડાર હાજર છે

વૈજ્ઞાનિકોએ Mars પર પાણીની શોધ માટે Mars ની માટીનું અવલોકન કરીને તેની સપાટીનું તાપમાન વિશે માહિતી મેળવી છે. તેના અંતર્ગત Mars ની સપાટી -65 ડિગ્રી સેંટીગ્રેડ સુધી વધારવામાં આવશે. પરંતુ આ કામ સરળ નથી. કારણ કે...આ પ્રયોગ માટે વૈજ્ઞાનિકોએ પૃથ્વી પરથી માલ-સામાન લઈને Mars પર લઈ જવા પડશે. જોકે આની પહેલા એક અહેવાલ સામે આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે, Mars પર વિશાળ પાણીનો ભંડાર હાજર છે. જોકે આ અહેવાલ નાસા દ્વારા જાહેર કરાયો હતો.

Advertisement

આ પણ વાંચો: આજ રાત્રે નીલગગન થશે સપ્તરંગી, આભમાંથી થશે તારાઓની વર્ષા

સપાટીની 10 થી 20 કિલોમીટર નીચે પાણીનો સંગ્રહ

ભવિષ્યમાં મંગળ પર સૂક્ષ્મજીવાણુ જીવન માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. પરંતુ આ સરળતાથી પ્રાપ્ત કરવું શક્ય નથી. નાસાનું ઇનસાઇટ લેન્ડર લગભગ ચાર વર્ષથી (2018 થી 2022) પૃથ્વી પર ડેટા મોકલી રહ્યું હતું. સૌ પ્રથમ તેણે જ ભૂકંપીય આંચકાઓ વિશે માહિતી આપી હતી. ત્યારે નવા અહેવાલ અનુસાર Mars ની સપાટીની 10 થી 20 કિલોમીટર નીચે પાણીનો સંગ્રહ થયેલો હશે. કારણ કે... ગ્રહની સપાટી નીચે પાણી જામી ગયું હશે.

Advertisement

વર્ષો પહેલા મંગળ પર તળાવો અને નદીઓ હતી

કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાન ડિએગો ખાતે વૈજ્ઞાનિક વાશન રાઈટે એક નવીનતમ અભ્યાસ હાથ ધર્યો છે. જેમાં કહેવાય છે કે Mars પર સપાટીની નીચે પાણીની હાજરી સિસ્મિક તરંગોની ગતિના આધારે શોધી કાઢવામાં આવી છે. આ તરંગોનું યોગ્ય રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જો મંગળના ખડકોમાંથી તમામ પાણી બહાર કાઢવામાં આવે તો 1-2 કિલોમીટરનો સમુદ્ર ભરાઈ શકે છે. વૈજ્ઞાનિકોના મતે 300 કરોડ વર્ષ પહેલા મંગળ પર તળાવો અને નદીઓ હતી.

આ પણ વાંચો: IT Company ની જોબ ઓફર જાણીને, લોકોએ કહ્યું મજૂરી કરવી સારી

Tags :
Advertisement

.