Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Netflix ના નકશે કદમ પર ચાલ્યું Disney+, સપ્ટેમ્બરથી નિયમોમાં થશે ફેરફાર

Disney+ ના રિચાર્જ પ્લાનમાં પણ ફેરફાર કર્યો હતો Paid Sharing ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી શકે છે OTT Platform એ પોતાના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો Disney+ Password Sharing: શું તમે પણ Disney+ નો ઉપભોક્તા છો, તો તમારા માટે આ...
07:40 PM Aug 08, 2024 IST | Aviraj Bagda
Disney+ to Crackdown on Password Sharing Staring Next Month

Disney Password Sharing: શું તમે પણ Disney નો ઉપભોક્તા છો, તો તમારા માટે આ અહેવાલ ખુબ જ માહિતગાર સાબિત થશે. એવું લાગી રહ્યું છે કે, Disney એ Netflix ના નક્શે કદમનું પાલન કરી રહ્યું છે. ત્યારે Disney પણ Netflix ની જેમ Password Sharing પર કડક નિયમોનું અમલીકરણ કરવા જઈ રહ્યું છે. ત્યારે હવે, Disney ના ઉપભોક્તાઓ તેમના સાથી મિત્રો સાથે Password Sharing કરી શકશે નહીં.

Disney ના રિચાર્જ પ્લાનમાં પણ ફેરફાર કર્યો હતો

તાજેતરમાં Disney ના માલિક બોબ ઈગરે આ અંગે ઘોષણા કરી છે. Disney એ સપ્ટેમ્બર 2024 થી આ નિયમને અમલમાં મૂકશે. જોકે Password Sharing ને રોકવા પર આ નિયમને લઈ હજુ સુધી કોઈ સચોટ માહિતી સામે આવી નથી. તો ફેબ્રુઆરી 2024 માં Disney ના રિચાર્જ પ્લાનમાં પણ ફેરફાર કર્યો હતો. તે ઉપરાંત Disney એ Paid Sharing ને લઈ માહિતી આપી હતી. આ રિચાર્જ પ્લાન અંતર્ગત Password Sharing સાથે એક સમયે એક કરતા વધુ વ્યક્તિ Disney નો લાભ લઈ શકે છે.

આ પણ વાંચો: આ 35 ફોનમાં હવે નહીં ચાલે WhatsApp, જાણો તમારો ફોન તો આ યાદીમાં નથીને...

Paid Sharing ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી શકે છે

જોકે Paid Sharing નો લાભ હજુ સુધી ભારત કે અમેરિકાને મળી શક્યો નથી. ત્યારે ડિસેમ્બર 2024 સુધીમાં ભારતમાં Paid Sharing ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. જોકે આ અંગે કિંમતને લઈ કોઈ માહિતી સામે આવી નથી. જોકે આ સુવિધા સૌ પ્રથમ Netflix દ્રારા જાહેર કરવામાં આવી હતી. Netflix એ ગત વર્ષે વિવિધ દેશમાં Paid Sharing ની સુવિધા ચાલુ કરી દીધી છે. ત્યારે Paid Sharing માટે Netflix ના ઉપભોક્તાએ કુલ $7.99 ચૂકવવાના રહેશે.

OTT Platform એ પોતાના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો

જોકે Password Sharing ને લઈ મોટાભાગના OTT Platform એ પોતાના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો છે. આ નિયમ Disney માં પણ લાગુ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત Disney ના માલિકે આશા વ્યક્ત કરી છે, આ નિયમના કારણે ઉપભોક્તાની સંખ્યામાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યારે આવનારા સમયમાં Disney માં જે નિયમોમાં ફેરફાર કરાવમાં આવ્યો છે. તેને લઈને ઉપભોક્તાઓએ તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો: દેશમાં BSNL એ ગ્રાહકોને 4G Network ની સુવિધા આપવા માટે તૈયાર: Jyotiraditya Scindia

Tags :
Disney CEO Bob IgerDisney PlusDisney Plus Password SharingDisney Plus Password Sharing New RulesDisney+ to Crackdown on Password Sharing Staring Next MonthESPN PlusGujarat FirstHuluNetflix strategypaid sharingpassword sharingstreaming servicessubscription price hike
Next Article