ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Motorola ફ્લિપ ફોન Razr 60 Ultra ના પિક થયા લીક

મોટોરોલા Razr 60 Ultra ફ્લિપ ફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના પિક ઈન્ટરનેટ પર લીક થઈ ગયા છે. આ ફ્લિપ ફોનની ડિસ્પ્લે બહુ વાઈડ હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંચો વિગતવાર.
05:54 PM Apr 20, 2025 IST | Hardik Prajapati
મોટોરોલા Razr 60 Ultra ફ્લિપ ફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના પિક ઈન્ટરનેટ પર લીક થઈ ગયા છે. આ ફ્લિપ ફોનની ડિસ્પ્લે બહુ વાઈડ હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંચો વિગતવાર.
featuredImage featuredImage
Motorola Razr 60 Ultra Gujarat First

 

Razr 60 Ultra: કોઈપણ ફ્લિપ ફોનના ઉપયોગ વખતે કવર ડિસ્પ્લે દેખાવ કરતા નાની થતી જોવા મળે છે. મોટોરોલા આ સમસ્યાના ઉકેલ તરીકે Razr 60 Ultra રજૂ કરવા જઈ રહી છે. Motorola Razr 60 Ultra માં એક મોટું કવર ડિસ્પ્લે મળી શકે છે. ઉપરાંત આ ફોનનું વેટ પણ બહુ ઓછું હોવાનું જણાઈ રહ્યું છે. અત્યારે ઈન્ટરનેટ પર મોટોરોલાના મચ અવેટેડ Razr 60 Ultraના પિક્સ લીક થઈ ગયા છે.

વર્લ્ડવાઈડ લોન્ચિંગ થશે Razr 60 Ultra

મોટોરોલા પોતાના Razr 60 Ultra ફ્લિપ ફોનને વર્લ્ડવાઈડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. 24 એપ્રિલે યોજાનારી એક ઈવેન્ટમાં મોટોરોલા અન્ય પ્રોડક્ટ્સ સાથે Razr 60 Ultra લોન્ચ કરશે. મોટોરોલા Razr 60 Ultra માં મોટી ડિસ્પ્લે મળી શકે છે. જો આવું થાય, તો ફ્લિપ ફોન હોવા છતાં, કોઈને તેની કવર સ્ક્રીન આપને સંતુષ્ટ કરી શકશે. ઉલ્લેખનીય છે કે ફ્લિપ ફોનનો કવર ડિસ્પ્લે ઘણીવાર ઉપયોગ દરમિયાન નાનો થઈ જાય છે. જ્યારે મોટોરોલા Razr 60 Ultra આ સમસ્યા ઉકેલીને ક્રાંતિ લાવશે.

આ પણ વાંચોઃ  ChatGPT ના સૌથી મોટા હરિફ...Perplexity AI એ કરી Motorola સાથે મોટી ડીલ

7 ઈંચની ફોલ્ડેબલ ડિસ્પ્લે

મોટોરોલાના Razr 60 Ultra માં 7 ઈચની ફોલ્ડેબલ ડિસ્પ્લે હશે. જેને એક્સેસ કરવા માટે LTPO AMOLED પેનલ હશે. આનો અર્થ એ છે કે આ ડિસ્પ્લે તેના રિફ્રેશ રેટમાં ફેરફાર કરી શકશે. આમાં 165Hz નો રિફ્રેશ રેટ જોવા મળશે. આ 10-બીટ કલર ડિસ્પ્લે HDR10 અને ડોલ્બી વિઝનને સપોર્ટ કરશે. આ ઉપરાંત, તેની બ્રાઈટનેસ 4500 નિટ્સ હશે. ફ્લિપ ફોન હોવાથી તેનું કવર ડિસ્પ્લે યુઝરને ખૂબ જ સારો અનુભવ આપશે.

શા માટે મોડલના નામમાં અલ્ટ્રા શબ્દ ઉમેરાયો ?

ઉલ્લેખનીય છે કે મોટોરોલાની રેઝર સીરીઝ ખૂબ જ લોકપ્રિય છે. સ્માર્ટફોનનો ખ્યાલ જ્યારથી અસ્તિત્વમાં નહોતો ત્યારથી મોટોરોલા આ નામના ફોન લોન્ચ કરી રહી છે. જોકે પહેલા તે કીપેડ ફોન હતો. જે તેની આકર્ષક ડિઝાઇન માટે લોકપ્રિય હતો. આ પહેલો સ્માર્ટફોન હશે જે સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ સાથે આવશે. એટલું જ નહીં, તેમાં 16GB LPDDR5x રેમ અને 512GB UFS 4.0 સ્ટોરેજ પણ હશે. કદાચ આ જ કારણ છે કે કંપનીએ ફોનના નામ સાથે અલ્ટ્રા શબ્દનો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત, તેમાં 50MP મુખ્ય કેમેરા સેન્સર અને 50MP અલ્ટ્રાવાઈડ કેમેરા હશે. તેના અલ્ટ્રાવાઈડ કેમેરાનો ઉપયોગ મેક્રો શોટ લેવા માટે પણ થઈ શકે છે. તેનો ફ્રન્ટ કેમેરા પણ 50MPનો હોઈ શકે છે. લાસ્ટ જનરેશનના ફોનમાં મોટોરોલાએ ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરા આપ્યો હતો.

આ પણ વાંચોઃ  ચપટી મીઠાનો ચમત્કાર...China એ બનાવ્યું વિશ્વનું પ્રથમ થોરિયમ સોલ્ટ ન્યૂક્લિયર રીએક્ટર (Thorium Salt Nuclear Reactor)

Tags :
7-inch foldable phoneflip phone 2025Gujarat FirstGUJARAT FIRST NEWSMotorola Razr 60 UltraRazr 60 Ultra featuresRazr 60 Ultra specsSnapdragon 8 Elite phone