Microsoft ફ્રીમાં શીખવશે AI અને તે પણ હિન્દીમાં...
- Microsoft એઆઈની ટ્રેનિંગ હિન્દીમાં આપશે
- આ કોર્ષ હિન્દીમાં હોવાથી લેન્ગવેજ બેરિયર નડશે નહી
- Microsoftને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે 46,046 લોકોને ટ્રેનિંગ આપવી પડશે
Microsoft AI Skills Fest: Microsoft વિવિધ AI ટૂલ્સ પર ટ્રેનિંગ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટનું નામ Microsoft AI Skills Fest છે. તે આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ચાલશે. Microsoft આ સ્કીલ ફેસ્ટ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
24 કલાકમાં મહત્તમ લોકોને AIની ટ્રેનિંગ
Microsoft 24 કલાકમાં મહત્તમ લોકોને AI ટૂલ્સ પર ટ્રેનિંગ આપીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ કાર્યક્રમનો ભાગ બનીને, તમે પોતાને અને માઈક્રોસોફ્ટ બંનેને ફાયદો કરાવી શકો છો. ગયા વર્ષે, ઉત્તર પ્રદેશ સરકારના સહયોગથી GUVI ગીક નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ હેઠળ 46,045 લોકોએ આ પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ લોકોએ મળીને 31 મિનિટનો કોર્સ પૂર્ણ કર્યો અને રેકોર્ડ બનાવ્યો. આ ટ્રેનિંગ પ્રોગ્રામ સાઉથ એશિયા વિમેન ઈન ટેક સીરિઝ અંતર્ગત કરવામાં આવ્યો હતો.
AI ટ્રેનિંગમાં મળશે આ બધું જ.....
Microsoftના આ ટ્રેનિંગ કોર્ષથી કોમ્પ્યુટર યુઝર્સને ઘણો ફાયદો થશે. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં એઝ્યુર અને કોપાયલોટ જેવા સાધનોના ઉપયોગ સાથે AI, મશીન લર્નિંગ, કમ્પ્યુટર વિઝન અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ જેવા ખ્યાલો વિશે માહિતી શીખવવામાં આવશે. આ કોર્ષ દરેક માટે ઉપલબ્ધ રહેશે. જો AI તમારા માટે નવું છે, તો તમે બેઝિકથી પણ શરૂઆત કરી શકો છો.
આ પણ વાંચોઃ Pamban Bridge at a Glance: દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ વિશે અગત્યની માહિતી
હિન્દીમાં પણ ઉપલબ્ધ છે AI ટ્રેનિંગ
ઉલ્લેખનીય છે કે આ કોર્ષ હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ હશે. તેથી લેન્ગવેજ બેરિયર પણ તમને AI ટૂલ્સ શીખવાથી અટકાવી નહીં શકે. Microsoft 7થી 8 એપ્રિલની વચ્ચે આ વિશ્વ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે. નવા યુઝર્સને તેમના રોજિંદા જીવનમાં AIનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ પણ આપવામાં આવશે. તમે તેમાં માઈક્રોસોફ્ટ ફેબ્રિક્સ જેવા એડવાન્સ્ડ કોર્સ પણ શીખી શકશો.
કોર્ષ ફ્રી છે પણ....
માઈક્રોસોફ્ટ આ ટ્રેનિંગ ફ્રીમાં આપશે, પરંતુ જો તમે તેને પૂર્ણ કર્યા પછી સર્ટીફિકેટ ઈચ્છતા હોવ તો તમારે લગભગ 165 ડોલર ચૂકવવા પડી શકે છે. તે સંપૂર્ણપણે યુઝર્સ પર નિર્ભર કરે છે કે તે આ કોર્સ મફતમાં કરવા માંગે છે કે પૈસા ચૂકવીને સર્ટીફિકેટ સાથે કોર્ષ પૂર્ણ કરવા માંગે છે. Microsoftને રેકોર્ડ બનાવવા માટે ફક્ત 46,046 ટ્રેનિંગ લેનારની જરૂર પડશે.
આ પણ વાંચોઃ માઈક્રોસોફ્ટની 50મી વર્ષગાંઠ ઉજવાઈ, AI-Copilot દ્વારા CEOનું રોસ્ટિંગ વાયરલ