ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lava Agni 3 5G ફોનની આગળ-પાછળ ડિસ્પ્લે! 50 MP કેમેરા, ફાસ્ટ ચાર્જિંગ, કિંમત જાણી ચોંકી જશો!

આ ફોનમાં MediaTek પ્રોસેસર છે, તેની સાથે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મોટી બેટરી આપવામાં આવી છે.
12:51 PM Nov 10, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. Lava Agni 3 5G માં ફોની બંને બાજું ડિસ્પ્લે
  2. ફોનમાં MediaTek પ્રોસેસર છે, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ
  3. મિડ રેન્જ ફોનમાં સારા સ્પેસિફિકેશન આપવામાં આવે છે.

સ્વદેશી કંપની Lava એન્ટ્રી લેવલ સેગમેન્ટ અને બજેટ સેગમેન્ટમાં ઘણા સ્માર્ટફોન ઓફર કરે છે. થોડા દિવસો પહેલા, કંપની ભારતીય બજારમાં બે ડિસ્પ્લે સાથે Lava Agni 3 5G લાવી હતી. આ ફોનમાં MediaTek પ્રોસેસર છે, તેની સાથે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મોટી બેટરી આપવામાં આવી છે. ગ્રાહકો આ સ્માર્ટ ફોનને ઘણી ઑફર્સ સાથે ઓનલાઈન શોપિંગ સાઈટ Amazon પરથી ખરીદી શકે છે. મિડ રેન્જ ફોનમાં સારા સ્પેસિફિકેશન આપવામાં આવે છે.

 આ પણ વાંચો - BSNL લાવી રહ્યું છે D2D ટેક્નોલોજી, સિમ અને નેટવર્ક વગર થશે કોલિંગ!

કિંમત અને સ્ટોરેજ વેરિઅન્ટ

Lava Agni 3 5G ઘણા વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે. પ્રારંભિક વેરિઅન્ટની કિંમત રૂ. 23,999 છે. જ્યારે ટોપ એન્ડ મોડલ રૂ. 25,999 આવે છે. Heather Glass 8GB 128 GB નાં રૂ. 23,999 જ્યારે 8GB 256 GB નાં રૂ. 25,999 છે. બીજી તરફ Pristine Glass 8GB 128 GB નાં રૂ. 23,999 અને 8GB 256 GB નાં રૂ.25,999 છે. જણાવી દઈએ કે, Amazon પર રૂ. 22,000 સુધીની એક્સચેન્જ ઓફર ઉપલબ્ધ છે. પસંદગીનાં બેંક કાર્ડ્સ પર વધારાનાં ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ હોઈ શકે છે. ગ્રાહકો તેને EMI પર પણ ખરીદી શકે છે.

 આ પણ વાંચો - ISRO Mission : દેશનું પહેલું Analog Space Mission, જાણો કેમ છે ખાસ

ફિચર્સ

Lava ના ડ્યુઅલ-ડિસ્પ્લે Agni 3 5G માં 6.78-ઇંચ FHD વક્ર AMOLED ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 Hz છે. તેમાં કેમેરા મોડ્યુલની જમણી બાજુએ 1.7 ઇંચની AMOLED સેકન્ડરી સ્ક્રીન પણ છે. જે નોટિફિકેશન અને કોલ ડિટેઈલ માટે છે. પ્રોસેસરની વાત કરીએ તો ફોનમાં MediaTek Dimensity 7300X ચિપસેટ છે. જે 8GB LPDDR5 રેમ અને 256GB UFS 3.1 સ્ટોરેજ સાથે જોડાયેલ છે.

મહત્ત્વપૂર્ણ એવા કેમેરા ફિચરની વાત કરીએ તો તેમાં 50 MP સોની OIS પ્રાથમિક શૂટર, 8MP અલ્ટ્રાવાઇડ સ્નેપર અને 8MP 3x ઝૂમ ટેલિફોટો શૂટર છે. સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે ફોનમાં 16MP ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં 66W ચાર્જિંગને સપોર્ટ કરતી મોટી 5,000 mAh બેટરી છે, જે સામાન્ય ઉપયોગમાં એક દિવસ આરામથી ટકી શકે છે.

 આ પણ વાંચો - Maruti eVX પર આધારિત હશે કંપનીની નવી ઇલેક્ટ્રોનિક કાર! જણો ક્યારે થશે લોન્ચ?

Tags :
AmazonBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiLava Agni 3 5GLava Agni 3 5G feachersLava Agni 3 5G PriceLava's dual-display Agni 3 5G featuresNews In GujaratiSmartphonesTechno News
Next Article