Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચોરાયેલા કે ખોવાયેલા ફોનમાંથી કેવી રીતે ઘરે બેઠા DELETE કરશો UPI ID?

આપણે જાણીએ છીએ કે હવે સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર કોલિંગ અને મલ્ટીમીડિયા માટે નથી થતો. મોબાઈલ ફોન વગર આપણે આપણા જીવનનો એક દિવસ પણ વિતાવી શકતા નથી. હવે આપણે મોબાઈલ ફોનના ઉપયોગથી ONLINE PAYMENT, BANK TRANSFER અને SHOPPING જેવી વસ્તુઓ કરી...
ચોરાયેલા કે ખોવાયેલા ફોનમાંથી કેવી રીતે ઘરે બેઠા delete કરશો upi id

આપણે જાણીએ છીએ કે હવે સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર કોલિંગ અને મલ્ટીમીડિયા માટે નથી થતો. મોબાઈલ ફોન વગર આપણે આપણા જીવનનો એક દિવસ પણ વિતાવી શકતા નથી. હવે આપણે મોબાઈલ ફોનના ઉપયોગથી ONLINE PAYMENT, BANK TRANSFER અને SHOPPING જેવી વસ્તુઓ કરી શકીએ છીએ. મોબાઈલ ફોનમાં આવા જ ઓનલાઇન પેમેન્ટ માટે આપણે UPI નો ઉપયોગ કરી છીએ. આપણા ફોનમાં જેના માટે આપણે BANKING DETAILS અને અન્ય વિગતો ફોનમાં જ રાખતા હોઈએ છીએ. તેના કારણે જો આપનો ફોન ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો સમસ્યા સર્જાઇ શકે છે. માટે આવી પરિસ્થિતિમાં શું કરવું તેના વિશે આપણે જાણીશું.

Advertisement

કેવી રીતે GOOGLE PAY માંથી UPI ID BLCOK કરશો

જો તમારા ફોનમાં UPI છે અને ત્યારબાદ તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઇ તો તમારે શું કરવું જોઈએ તેના વિશે તમને જણાવીશું. જો તમારો ફોન ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય, તો તમારે સૌથી પહેલા Google પરથી તમારી માહિતી ડિલીટ કરવાની રહેશે. આ માટે તમારે અન્ય કોઈપણ ફોનથી 18004190157 નંબર પર કોલ કરવાનો રહેશે. કોલ કરીને તમારે ઘટના વિશે જાણ કરવાની રહેશે. તમારી બધી જ સમસ્યા સાંભળ્યા બાદ તે આપવામાં આવેલી વિગતોની ચકાસણી કરશે અને Google Pay પરથી UPI IDને બ્લૉક કરશે.

જો તમે ફોનમાં જ UPI ID નો ઉપયોગ કરી રહ્યા હોવ તો..

જો તમારા ફોનમાંથી તમારે UPI ID ને દૂર કરવું હોય તો ત્યાં તમારે 02268727374 અથવા 08068727374 પર કૉલ કરવો પડશે. આ નંબર ઉપર કોલ કર્યા બાદ તમારે ગ્રાહક સંભાળ અધિકારીને મામલાની સંપૂર્ણ માહિતી આપવી પડશે. તમારી વિગતોની ચકાસણી થયા પછી, અધિકારી તમારા ફોનમાંથી UPI ID ને બ્લોક કરી દેશે.

Advertisement

PAYTM નું UPI ID માટે આ કામ કરો

હવે અંતે આપણે જાણીશું કે તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઇ જાય અને તમે PAYTM માં UP ID નો ઉપયોગ કરી રહ્યા છો તો તેને દૂર કરવા તમે શું કરી શકો છો. તમારે હેલ્પલાઈન નંબર 01204456456 પર કોલ કરવો પડશે. આ સિવાય, તમે Paytm વેબસાઇટ પર જઈને 24 X 7 હેલ્પના વિકલ્પ પર ક્લિક કરીને તમારી વિગતો આપી શકો છો. આમાં તમારે ફોન ખોવાઈ જવાની પોલીસ રિપોર્ટ પણ આપવી પડશે. આ પછી તમારું પેટીએમ એકાઉન્ટ અસ્થાયી રૂપે બ્લોક થઈ જશે. આમ હવે તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો તમારે પેનિક થવાની જરૂર નથી. તમારે ફક્ત મન શાંત રાખીને આ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે.

આ પણ વાંચો : Jio-Airtel Recharge Plans: જીઓએ એરટેલની તુલનામાં સસ્તા રિચાર્જ પ્લાન કર્યા જાહેર, જાણો કિંમત....

Advertisement

Tags :
Advertisement

.