Airtel નું AI આધારિત ફીચર Spam Detection Tool કેટલું કારગત છે ???
- એરટેલનું AI આધારિત સ્પામ ડિટેક્શન ટૂલ કારગત છે
- 27.5 અબજથી વધુ સ્પામ કોલ્સને ઓળખી કાઢ્યા
- 10 ભારતીય ભાષાઓમાં Spam Detection Tool ઉપલબ્ધ છે
Airtel : વિવિધ ભારતીય ભાષાઓમાં સ્પામ કોલ્સ અને મેસેજીસ ઓળખીને યુઝરને સાવધાન કરે તેવું AI આધારિત નવું ફીચર Spam Detection Tool એરટેલે લોન્ચ કર્યુ હતું. આ ટૂલ દ્વારા અત્યાર સુધીમાં 27.5 અબજથી વધુ સ્પામ કોલ્સને ઓળખી કાઢ્યા છે અને યુઝર્સને ચેતવણી આપી છે. આમ કહી શકાય કે, Airtel નું આ ટૂલ કારગત નીવડ્યું છે. જો કે Airtel સ્પામ ડિટેક્શન સેક્ટરમાં વધુ ક્રાંતિકારી ટૂલ લોન્ચ કરવા જઈ રહ્યું છે.
10 ભારતીય ભાષાઓમાં સ્પામ ડિટેક્શન ટૂલ ઉપલબ્ધ છે
Airtel એ Spam Detection Tool ને ભારતની 10 પ્રાદેશિક ભાષાઓમાં લોન્ચ કરી છે. આમાં હિન્દી, મરાઠી, બંગાળી, ગુજરાતી, તમિલ, કન્નડ, મલયાલમ, તેલુગુ, પંજાબી અને ઉર્દૂ સહિત 10 ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે. કંપનીએ કહ્યું છે કે આગામી સમયમાં તેમાં વધુ ભારતીય ભાષાઓ ઉમેરવામાં આવશે. એરટેલનું AI આધારિત Spam Detection Tool હવે તમને વિદેશી નેટવર્ક્સમાંથી આવતા નકલી કોલ્સ અને સંદેશાઓ ઓળખશે અને તેની ચેતવણી પણ આપશે.
આ પણ વાંચોઃ Google Gmail : સાયબર ગુનેગારોએ ગૂગલના નામે બનાવટી ઈમેલ બનાવ્યો, યુવકને લિંક મોકલી, પછી શું થયું...
વિદેશી સ્પામ કોલ્સમાં 12 ટકાનો વધારો
કંપનીએ માહિતી આપી છે કે જ્યારથી Airtel એ ભારતમાં સ્પામ કોલ બ્લોક કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી સ્પામર્સ વિદેશી નેટવર્કનો આશરો લઈ રહ્યા છે. છેલ્લા છ મહિનામાં આવા સ્પામ કોલ્સમાં 12%નો વધારો થયો છે. આ કારણોસર, કંપનીએ હવે AI સિસ્ટમ દ્વારા વિદેશી નેટવર્ક્સથી આવતા નકલી કોલ્સને ઓળખવા માટે એક સુવિધા શરૂ કરી છે.
એપલ યુઝર માટે હવે ટૂલ લોન્ચ કરાશે
Airtel નું AI ટૂલ કોલ્સ અને મેસેજ સ્કેન કરે છે અને જો તે સ્પામ લાગે છે, તો તે તરત જ ગ્રાહકોને એલર્ટ મોકલે છે. એરટેલની આ ખાસ સુવિધા બધા એરટેલ યુઝર્સ માટે ઓટોમેટિકલી એક્ટિવ થઈ જશે. આ માટે, યુઝર્સે કોઈપણ પ્રકારનું એક્ટિવેશન કરવાનું રહેશે નહીં. કંપનીએ હાલમાં આ ખાસ સુવિધા ફક્ત એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટે જ લોન્ચ કરી છે. જોકે, શક્ય છે કે આગામી દિવસોમાં કંપની આઈફોન ધરાવતા યુઝર્સ માટે પણ આ સુવિધા શરૂ કરી શકે છે. Airtel તેના વપરાશકર્તાઓને AI-આધારિત સ્પામ ડિટેક્શન ટૂલની સુવિધા સંપૂર્ણપણે મફત આપી રહી છે.
આ પણ વાંચોઃ Redmi એ ઈન્ડિયામાં લોન્ચ કરી એફોર્ડેબલ Smartwatch...જાણો ફીચર્સ અને પ્રાઈસ