Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Android Users માટે આવ્યા Good News, માત્ર આટલું કરો અને...

Google એ એક નવી સુવિધા પર કામ કરવાનું શરૂ કર્યું છે જેણે યુઝર્સ માટે કોઇ પણ મુશ્કેલીઓ વિના QR કોડ-આધારિત eSIM ટ્રાન્સફર લાગુ કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. 9to5Google ના એક અહેવાલ મુજબ, Google ની એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમમાં...
android users માટે આવ્યા good news  માત્ર આટલું કરો અને

Google એ એક નવી સુવિધા પર કામ કરવાનું શરૂ કર્યું છે જેણે યુઝર્સ માટે કોઇ પણ મુશ્કેલીઓ વિના QR કોડ-આધારિત eSIM ટ્રાન્સફર લાગુ કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. 9to5Google ના એક અહેવાલ મુજબ, Google ની એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમમાં હવે એક નવું ટૂલ સામેલ કરવામાં આવી રહ્યું છે, જેની મદદથી eSIM ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ બનશે અને ફિઝિકલ સિમ કાર્ડ બદલવાની ઝંઝટમાંથી રાહત મળશે. ફક્ત QR કોડ સ્કેન કરીને eSIM ટ્રાન્સફર કરી શકાય છે.

Advertisement

ફિઝિકલ સિમ કાર્ડ બદલવાની ઝંઝટમાંથી રાહત

Advertisement

Android ડિવાઈસ વચ્ચે eSIM ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા અત્યાર સુધી લાંબી અને જટિલ હતી. ઉપરાંત, કોઈ સરળ વિકલ્પ ઉપલબ્ધ ન હતો. આ રીતે, યુઝર્સને eSIM ટ્રાન્સફર જેવી જરૂરિયાતો માટે ટેલિકોમ કંપનીઓ પર નિર્ભર રહેવું પડતું હતું. હવે ગૂગલ યુઝર્સને તમામ નિયંત્રણ આપીને આ લાંબી અને જટિલ પ્રક્રિયાને સરળ બનાવવાની યોજના ધરાવે છે. એન્ડ્રોઇડ યુઝર્સને ટૂંક સમયમાં એક નવું ટૂલ મળશે જે eSIM-આધારિત ડેટા ટ્રાન્સફર માટે QR કોડની મદદ લેશે. ગૂગલે આ વર્ષે જ MWC 2023 ઇવેન્ટમાં નવા eSIM ટ્રાન્સફર ટૂલ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે તે GSMA (ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઇલ કમ્યુનિકેશન્સ) સાથે મળીને કામ કરી રહ્યું છે. આ નવું eSIM ટ્રાન્સફર ટૂલ આ વર્ષના અંત સુધીમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. 9to5Google એ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે નવા ફીચર માટે ગ્રાઉન્ડવર્ક પૂર્ણ થઈ ગયું છે અને તેનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે.

Advertisement

iOS માં વિકલ્પ પહેલેથી જ ઉપલબ્ધ છે

ગૂગલે હવે આવી કાર્યક્ષમતા પર કામ કરવાનું શરૂ ભલે કર્યું હોય, પણ એપલે પહેલેથી જ તેના iPhone મોડલ્સ માટે eSIM ટ્રાન્સફરની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે. iOS માં પહેલેથી જ એક ટૂલ ઉપલબ્ધ છે, જેની મદદથી eSIM સરળતાથી ટ્રાન્સફર થઈ શકે છે. નોંધનીય છે કે, નવા iPhone મોડલ્સ સિંગલ ફિઝિકલ કાર્ડ ઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ આપે છે અને એક eSIM નો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો - Google એ લોન્ચ કર્યું એક શાનદાર ફીચર્સ, હવે Gmail ની મોબાઈલ એપમાં મળશે આ ખાસ સુવિધા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.