સિમકાર્ડ બ્લોકનો મેસેજ કરી છેતરપિંડી,સિનિયર સિટીઝન પાસેથી પડાવ્યા લાખો રૂપિયા
સિમકાર્ડ બ્લોકનો ખોટો મેસેજ કરીને સિનિયર સિટીઝન પાસેથી 17 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાંં આવી છે. ઘાટલોડિયામાં રહેતા સુરેશભાઈ ભાટીયાના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો જેમાં તેમનું BSNL સિમકાર્ડ બ્લોક થઈ જશે તેમ જણાવ્યું અને મેસેજમાં આપેલા નંબર પર ફોન કરવા જણાવ્યું હતું. સુરેશભાઈએ તે નબંર પર ફોન કરતાં તેમના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં પાસવર્ડ નાખી દસ રૂપિયા ટ્રાન્સફર કરà«
Advertisement
સિમકાર્ડ બ્લોકનો ખોટો મેસેજ કરીને સિનિયર સિટીઝન પાસેથી 17 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાંં આવી છે.
ઘાટલોડિયામાં રહેતા સુરેશભાઈ ભાટીયાના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો જેમાં તેમનું BSNL સિમકાર્ડ બ્લોક થઈ જશે તેમ જણાવ્યું અને મેસેજમાં આપેલા નંબર પર ફોન કરવા જણાવ્યું હતું. સુરેશભાઈએ તે નબંર પર ફોન કરતાં તેમના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં પાસવર્ડ નાખી દસ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. અને ત્યારબાદ આરોપીએ તેમના ખાતામાંથી અલગ અલગ સમયે ૧૭ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
સુરેશભાઇ ભાટિયા ઘાટલોડિયામાં રહે છે અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાંથી નિવૃત્ત થયા છે. ૩૧મી જાન્યુઆરીના રોજ રાત્રે 9:30 વાગે તેમના મોબાઈલમાં અજાણ્યા નંબર પર BSNL alert We will be blocked Your Bsnl Sim Please Call Customer Care તેઓ મેસેજ આવ્યો હતો. જે મેસેજ જોયા બાદ મેસેજમાં આપેલા ફોન નંબર પર ફોન કરીને સુરેશભાઈએ પૂછતા સામેવાળી વ્યક્તિએ તેમનું સીમકાર્ડ ચાલુ રાખવા માટે તે જે લિંક મોકલે તેમાં દસ રૂપિયા ભરવા પડશે તેમ કહીને સુરેશભાઈના મોબાઈલમાં એક લીંક મોકલી હતી. જે લીંક દ્વારા આરોપીએ ક્વીક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ સુરેશભાઈએ તેમાં તેમનું એકાઉન્ટ નંબર તથા પાસવર્ડ નાખી દસ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ફરીથી અડધા કલાક પછી અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો અને તમારા આઈડીબીઆઈ બેન્કના એકાઉન્ટની ડિટેલ આપો તેમ જણાવ્યું. દરમિયા સુરેશભાઈને કંઈ અજુગતું લાગતાં સાયબર ફ્રોડ થયું હોવાની શંકા જતા ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ 100 નંબર પર ફોન કરતાં ઉપરોક્ત હકીકતની જાણ કરી હતી. તથા સમગ્ર ઘટના અંગે પોતાના જમાઈને પણ જાણ કરી હતી. સુરેશભાઈના જમાઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર છે તેમણે મોબાઈલમાં જોતા BOB ઓવર ડ્રાફ એકાઉન્ટ નંબરમાંથી 7 લાખ 46 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. જોકે ઘટનાના બે દિવસ બાદ બીજી ફેબ્રુઆરીએ બેંક ઓફ બરોડામાંથી ફોન આવ્યો હતો અને તેમના બેંક એકાઉન્ટમાંથી FD ઉપડી ગઈ છે જેવી જાણ કરી હતી. સુરેશભાઈએ ઘાટલોડિયામાં આવેલી બ્રાન્ચમાં તપાસ કરતા તેમના ખાતામાંથી 9 લાખ 65 હજાર રૂપિયા ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું. સુરેશભાઈના બેંકના ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટમાંથી 7લાખ 46 હજાર તેમજ બેંક ઓફ બરોડાના સેવિંગ એકાઉન્ટમાં 9 લાખ 65 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. કુલ 17 લાખ રૂપિયા સુરેશભાઈના એકાઉન્ટમાંથી ઉપાડી સેરવી છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંગ સુરેશભાઈએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.