Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Fact Check: BSNL લોન્ચ કરશે 200 MP સાથે BSNL 5G Smartphone!

સોશિયલ મીડિયા પર BSNL ને લઈ ખબર આવી સામે 5G Smartphone માં 200 MP કેમેરાની માહિતી ખોટી આ પ્રકારની પોસ્ટ BSNL ને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે Fact Check: જ્યારે Jio, Airtel, Idia અને Vodafone એ રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો છે,...
fact check  bsnl લોન્ચ કરશે 200 mp સાથે bsnl 5g smartphone
  • સોશિયલ મીડિયા પર BSNL ને લઈ ખબર આવી સામે

  • 5G Smartphone માં 200 MP કેમેરાની માહિતી ખોટી

  • આ પ્રકારની પોસ્ટ BSNL ને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે

Fact Check: જ્યારે Jio, Airtel, Idia અને Vodafone એ રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો છે, તે બાદ BSNL ને બહોળો ફાયદો થયો છે. કારણ કે... છેલ્લા 2 મહિનાની અંદર મોટાભાગનો ગ્રાહક વર્ગ BSNL તરફ જઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં BSNL દ્વારા 4G Network પણ જાહેર કરાયું છે. અને 5G Network પર કામ ચાલી રહ્યું છે.

Advertisement

સોશિયલ મીડિયા પર BSNL ને લઈ ખબર આવી સામે

ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર BSNL 5G Smartphone ની ચર્ચાએ વેગ પકડ્યો છે. તો બીજી તરફ ખાનગી ટેલીકોમ કંપનીએ જ્યારે પોતાના રિચાર્જ પ્લાનમાં એકસાથે બહોળો વધારો કર્યો છે. ત્યારે BSNL પોતાના રિચાર્જ પ્લાનમાં નવી-નવી સુવિધાઓની માહિતી શેર કરી રહ્યું છે. તો 3 જુલાઈ બાગ ઘણા વર્ષો બાદ એકસાથે હજારોની સંખ્યામાં ગ્રાહકો BSNL ની છત્રછાયા હેઠળ આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર BSNL ને લઈ એક ખબર સામે આવી છે.

આ પણ વાંચો: મોદી સરકારનો એક્શન મોડ હેઠળ 70 લાખથી વધુ મોબાઈલ નંબર કર્યા બંધ

Advertisement

5G Smartphone માં 200 MP કેમેરાની માહિતી ખોટી

હવે, BSNL ગ્રાહકો માટે BSNL 5G Smartphone લાવી રહ્યું છે. પરંતુ આ મામલે BSNL એ 5G Smartphone ને લઈ એક ટ્વિટ શેર કર્યું છે. જોકે સોશિયલ મીડિયા પર અનેક માહિતીઓ ખોટી પણ શેર કરવામાં આવતી હોય છે. જોકે આવી માહિતી ઝડપથી વાયરલ થતી હોય છે. ત્યારે BSNL 5G Smartphone ની ખબર પણ ઝડપથી વાયરલ થઈ રહી છે. તો BSNL 5G Smartphone માં 200 MP કેમેરાની માહિતી ખોટી છે.

Advertisement

આ પ્રકારની પોસ્ટ BSNL ને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે

BSNL એ 5G Smartphone જેમાં 200 MP કેમેરા અને 7000mAh ની બેટરી હશે. તેવા કોઈ પ્રકારનો ફોન લોન્ચ હાલમાં કરી રહી નથી. આ માહિતી સ્પષ્ટપણે તદ્દન ખોટી છે. આ પ્રકારની પોસ્ટ BSNL ને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. તે ઉપરાંત BSNL પ્રત્યે ગ્રાહકોમાં અવિશ્વાસ પેદા કરવામાં મદદરૂપ નિવડે છે. ત્યારે BSNL એ તેમના ગ્રાહકોને સતર્ક કર્યા છે. તે ઉપરાંત BSNL ના નામે તમારા પાસે કોઈ રૂપિયાની માગ કરે છે. ત્યારે તાત્કાલિક ધોરણે તેના વિરુદ્ધ તપાસ કરવી જોઈએ.

આ પણ વાંચો: X.com માં પેમેન્ટ સુવિધા શરું કરવા માટે Elon Musk એ કમર કસી

Tags :
Advertisement

.