Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાઈનાએ બનાવી નાખી Rolls Royce Cullinan કારની ડિટ્ટો કોપી, કિંમત જાણીને તમે ચોંકી જશો

રોલ્સ રોયસને વિશ્વમાં સૌથી મોંઘી અને લક્ઝુરિયસ કાર પૈકીની એક ગણવામાં આવે છે . આ કારને સૌથી પ્રતિષ્ઠિત અને લોકોની ડ્રીમ કારમાંની એક માનવામાં આવે છે. પરંતુ, તેની કિંમત એટલી વધારે હોય છે કે મોટાભાગના લોકો માટે આ કાર ખરીદવું...
ચાઈનાએ બનાવી નાખી rolls royce cullinan કારની ડિટ્ટો કોપી  કિંમત જાણીને તમે ચોંકી જશો

રોલ્સ રોયસને વિશ્વમાં સૌથી મોંઘી અને લક્ઝુરિયસ કાર પૈકીની એક ગણવામાં આવે છે . આ કારને સૌથી પ્રતિષ્ઠિત અને લોકોની ડ્રીમ કારમાંની એક માનવામાં આવે છે. પરંતુ, તેની કિંમત એટલી વધારે હોય છે કે મોટાભાગના લોકો માટે આ કાર ખરીદવું એ માત્ર એક સપનું જ બનીને રહી જાય છે. આવી સ્થિતિમાં ચીનની એક કંપનીએ તેની આબેહૂબ નકલ તૈયાર કરી નાખી છે, તે પણ ઇલેક્ટ્રિક વર્ઝનમાં. ચાઇનીઝ કાર બ્રાન્ડ હોંગકીએ Rolls Royce Cullinanની ડિઝાઇનથી પ્રેરિત નવી ઇલેક્ટ્રિક કાર બનાવી છે, જેનું નામ Hongqi E-HS9 છે.

Advertisement

ડિઝાઇન

એકદમ નવી હોંગકી e-HS9ની ડિઝાઇન Rolls Royce Cullinan જેવી જ છે. આ લક્ઝરી કાર Hongqi HS9નું ઓલ-ઈલેક્ટ્રિક વર્ઝન છે, જે ચાઈનીઝ કાર માર્કેટમાં બ્રાન્ડની ફ્લેગશિપ પ્રોડક્ટ તરીકે પહેલેથી જ ઉપલબ્ધ છે. આ કારની ડિઝાઇન દેખાવમાં એટલી આકર્ષક લાગી રહી છે કે પહેલી નજરમાં જ આ કાર કોઈને પણ પસંદ આવી જાય.

Advertisement

બેટરી અને રેન્જ

Hongqi e-HS9 ની બાકીની ડિઝાઇન પણ રોલ્સ-રોયસ કુલીનન જેવી જ લાગે છે, જે મલ્ટી-સ્પોક એલોય વ્હીલ્સ, ડોર-માઉન્ટેડ રીઅરવ્યુ મિરર્સ અને ડી-પિલરની ડિઝાઇન પરથી સ્પષ્ટ થાય છે. Hongqi e-HS9 ની કેબિન પણ ઘણી વૈભવી છે, જેમાં ડેશબોર્ડની પહોળાઈ જેટલી મોટી TFT સ્ક્રીન છે. આ ત્રણ-રોની કાર બે બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ છે, 83 kWh બેટરી જે 496 કિમીની રેન્જ આપશે અને 120 kWh બેટરી જે 690 કિમીની રેન્જ આપશે.

Advertisement

કિંમત

જ્યારે Rolls-Royce Cullinan ની કિંમત રૂ. 6.95 કરોડ (એક્સ-શોરૂમ કિંમત ભારતમાં) છે, ત્યારે Hongqi e-HS9 ને ચીન અને અન્ય વૈશ્વિક બજારોમાં $80,000 માં લોન્ચ કરવામાં આવી છે, જે ભારતીય ચલણમાં આશરે રૂ. 66.50 લાખ છે.

આ પણ વાંચો -- Bajaj Auto એ ભારતનું લોકપ્રિય 150 cc પલ્સર N150 નવા અવતારમાં લોન્ચ કર્યુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.