ChatGPT ના સૌથી મોટા હરિફ...Perplexity AI એ કરી Motorola સાથે મોટી ડીલ
- અરવિંદ શ્રીનિવાસની સ્ટાર્ટઅપ Perplexity AIની ચોમેર ચર્ચા
- Perplexity AI એ કરી Motorola સાથે મોટી ડીલ
- સેમસંગ પણ Perplexity AI સાથે ડીલ કરવા મેદાનમાં
Perplexity AI: મૂળ ભારતના અરવિંદ શ્રીનિવાસને બનાવેલા Perplexity AIની અત્યારે ચોમેર ચર્ચા છે. તેનું મુખ્ય કારણ એ છે કે અરવિંદે Perplexity AI માટે Motorola સાથે એક મોટી ડીલ કરી છે. આ ઉપરાંત ગુગલના ChatGPT અને અન્ય ઓપન એઆઈ ટૂલ્સ માટે અરવિંદે બનાવેલ Perplexity AI મોટો પડકાર બની રહી છે.
મોટોરોલા ઉપરાંત સેમસંગ પણ મેદાનમાં
ગુગલ એન્ડ્રોઈડ દ્વારા તેના સ્માર્ટફોનમાં જેમિની AI અને OpenAI ના ChatGPT માટે મોટો પડકાર બની રહ્યું છે Perplexity AI. પરપ્લેક્સિટી પણ તેના AI ટૂલને સ્માર્ટફોનમાં લાવવા માંગે છે અને તેણે મોટોરોલા સાથે એક સોદો કર્યો છે. અહેવાલો અનુસાર, કંપની સેમસંગ સાથે પણ વાતચીત કરી રહી છે. આ ડીલની સત્તાવાર જાહેરાત 24 એપ્રિલે કરવામાં આવશે. કંપની સેમસંગ સ્માર્ટફોનમાં તેના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ લાવવા માટે સેમસંગ સાથે પણ વાતચીત કરી રહી છે. જો કે સેમસંગ સ્માર્ટફોનમાં જેમિની એઆઈ ઉપરાંત પોતાના જ એઆઈટ ટૂલ બિક્સબીને લોકપ્રિય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
Perplexity AI એક વિકલ્પ તરીકે ઓફર કરાશે
એક અહેવાલ મુજબ મોટોરોલા અને Perplexity વચ્ચે એક સોદો થયો છે. મોટોરોલાના આગામી ફોલ્ડેબલ સ્માર્ટફોન રેઝરમાં Perplexity એઆઈનું સંકલન જોવા મળશે. મોટોરોલા તેના ગ્રાહકોને પરપ્લેક્સિટી એઆઈનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી હોવાનું પણ કહેવાય છે. નોંધનીય છે કે જેમિની એઆઈ Motorola ફોનમાં પણ હાજર રહેશે. Perplexity AI એક વિકલ્પ તરીકે ઓફર કરવામાં આવશે.
કોણ છે અરવિંદ શ્રીનિવાસ ?
અરવિંદ શ્રીનિવાસનો જન્મ 1994માં ચેન્નાઈમાં થયો હતો. અરવિંદ શ્રીનિવાસ IIT-મદ્રાસમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચડી પૂર્ણ કર્યુ. ખાસ વાત એ છે કે શ્રીનિવાસે પોતાની કારકિર્દીની શરૂઆત ઓપનએઆઈથી કરી હતી, જે ચેટજીપીટી બનાવવા માટે જાણીતી છે. બાદમાં તેમણે ગુગલ અને ડીપમાઈન્ડ જેવી કંપનીઓમાં પણ કામ કર્યુ. આખરે તેણે પર્પલેક્સિટી બનાવી. તેઓ AI કંપની Perplexity ના સહ-સ્થાપક અને સીઈઓ છે.
આ પણ વાંચોઃ વેકેશનમાં બાળકોના સ્ક્રિન ટાઇમમાં 5 કલાક સુધીનો 'ચિંતાજકન' વધારો