1.5 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર માનવ જાતિઓ આ રીતે રહેતી હતી
- માનવ જાતિઓ કોઈપણ તફાવત વિના જીવતી હતી
- તેમની જીવનશૈલી અને આહાર અલગ-અલગ હતો
- આ નિશાનોની સપાટી પર કોઈ તિરાડો જોવા મળી નથી
Ancient Fossil footprints : વૈજ્ઞાનિક શોધ અને સંશોધનો આપણને ઇતિહાસ અને ભવિષ્ય વિશે નવી માહિતી આપે છે. આવી જ એક ચોંકાવનારી માહિતી તાજેતરમાં આપવામાં આવી છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 1.5 મિલિયન વર્ષ પહેલાં કેન્યામાં એક જ તળાવના કિનારે બે પ્રાચીન માનવ જાતિ સાથે રહેતી હતી. આ પ્રજાતિઓ એકબીજાના અસ્તિત્વથી વાકેફ હતી અને એવું માનવામાં આવે છે કે આ બે પ્રજાતિઓ એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા પણ કરતી હતી. આ શોધ કૂબી ફોરા અશ્મિભૂત સ્થળ પર કરવામાં આવી હતી, જ્યાં રેતીમાં મળેલા પગના નિશાનોએ આ રહસ્ય ખોલ્યું હતું.
માનવ જાતિઓ કોઈપણ તફાવત વિના જીવતી હતી
Science Journal માં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં આ અંગે માહિતીઓ શેર કરવામાં આવી છે. તેમાં જણાવવમાં આવ્યું છે કે 1.5 મિલિયન વર્ષ પહેલાં બે પ્રકારની માનવ જાતિઓ કોઈપણ તફાવત વિના જીવતી હતી. આ અભ્યાસ Chatham University in Pittsburgh માં જીવવિજ્ઞાનના પ્રોફેસર Kevin Hatala દ્વારા કરવામાં આવ્યો છે. Kevin Hatala એ જણાવ્યું છે કે, આ બંને પ્રજાતિઓ થોડા કલાકો અથવા થોડા દિવસોના અંતરાલમાં એક જ તળાવ કિનારે આવી હતી તે હકીકત સામે આવી છે.
આ પણ વાંચો: જાણો, Moon પર પૃથ્વીની તુલનામાં સમયની ગતિ કેમ વધારે હોય છે?
Ancient Encounter Frozen In Time!
New analysis of footprints discovered in 2021 prove that 2 widely different species of ancient Man (Homo Erectus & Paranthropus Boisei), directly crossed paths within only hours or days of each other, along a lake shore in Kenya ~1.5M yrs ago:… pic.twitter.com/Gjkm3kdLbm
— ✨🚀Marian Rudnyk™©🪐🔭🇺🇦🇺🇸 (@MarianRudnyk) December 2, 2024
તેમની જીવનશૈલી અને આહાર અલગ-અલગ હતો
આ પ્રાચીન માનવ પ્રજાતિઓના પગના નિશાન એકસાથે એટલા નજીક મળી આવ્યા હતા કે વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે બંને પ્રજાતિઓ એક જ સમયે તે વિસ્તારમાં અસ્તિત્વમાં હતી. તો આ બંને પ્રજાતિઓ એક જ રહેઠાણનો ઉપયોગ કરતી હતી. 2007 માં કેન્યાના કુબી ફોરામાં પ્રથમ વખત આ પદચિહ્નો સીધા ચાલતા Hominidae નું સૌથી જૂનું ઉદાહરણ છે, જે આધુનિક માનવીઓ જેવું જ હતું. આ ફૂટપ્રિન્ટ્સ દર્શાવે છે કે બંને પ્રજાતિઓ આ વિસ્તારમાં શાંતિથી રહેતી હતી. કારણ કે તેમની જીવનશૈલી અને આહાર અલગ-અલગ હતો, જેના કારણે તેમને એકબીજા સાથે સ્પર્ધા કરવી પડી ન હતી.
આ નિશાનોની સપાટી પર કોઈ તિરાડો જોવા મળી નથી
વૈજ્ઞાનિકો માને છે કે કદાચ બંને જાતિઓ કોઈપણ મતભેદો પર લડવાને બદલે મૈત્રીપૂર્ણ પડોશીઓ તરીકે રહેતા હતા. આ નિષ્કર્ષને એ હકીકત દ્વારા પણ સમર્થન મળે છે કે આ નિશાનોની સપાટી પર કોઈ તિરાડો જોવા મળી નથી, જે દર્શાવે છે કે આ નિશાનો થોડા કલાકો અથવા દિવસોમાં બનાવવામાં આવ્યા હતા અને બંને જાતિઓ એકબીજાથી જાણીતા હતા.
આ પણ વાંચો: Dinosaur ના ઈતિહાસનો સચોટ જવાબ મળ અને ઉલ્ટીઓના અવશેષોમાંથી મળ્યો