ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

WhatsApp ની મોટી કાર્યવાહી, 70 લાખ ભારતીય એકાઉન્ટ થયા બંધ,શું તમે પણ કરો છે આ ભૂલ ?

WhatsApp કેટલાક ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી કરી છે અને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંખ્યા 71 લાખ છે અને પ્રતિબંધ બાદ તેઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આમાંના મોટાભાગના એકાઉન્ટ્સ સાયબર ફ્રોડ...
03:28 PM Jun 13, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage

WhatsApp કેટલાક ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી કરી છે અને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંખ્યા 71 લાખ છે અને પ્રતિબંધ બાદ તેઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આમાંના મોટાભાગના એકાઉન્ટ્સ સાયબર ફ્રોડ અને કૌભાંડો સાથે સંબંધિત છે, જ્યારે અન્ય એકાઉન્ટ્સે WhatsAppની નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે.

વોટ્સએપે તેનો માસિક રિપોર્ટ જાહેર કર્યો છે. મેટાની મેસેજિંગ એપ વોટ્સએપે ખુલાસો કર્યો છે કે તેણે લગભગ 71 લાખ ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. આ એકાઉન્ટ્સ 1 એપ્રિલ, 2024 થી 30 એપ્રિલ, 2024 વચ્ચે બનાવવામાં આવ્યા છે. આ લોકોએ એપનો દુરુપયોગ કર્યો છે. કંપનીએ એમ પણ કહ્યું કે જો યુઝર્સ ભવિષ્યમાં કંપનીની પોલિસીનું ઉલ્લંઘન કરશે તો તેમના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે.

WhatsApp એડવાન્સ લર્નિંગ મશીન

વોટ્સએપે કુલ 71,82,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ એકાઉન્ટ 1 એપ્રિલથી 30 એપ્રિલ 2024 વચ્ચે બંધ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, કંપની એડવાન્સ મશીન લર્નિંગ અને ડેટા એનાલિસિસનો ઉપયોગ કરે છે, જેના દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિ ધરાવતા એકાઉન્ટ્સની ઓળખ કરવામાં આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેના અબજો વપરાશકર્તાઓ છે, જેઓ દરરોજ આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને એકબીજાને સંદેશા, ફોટા, વિડિયો અને ઑડિયો સંદેશાઓ વગેરે મોકલે છે. એપ્રિલ 2024માં વોટ્સએપને લગભગ 10 હજાર રિપોર્ટ્સ મળ્યા, જે અલગ-અલગ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. તેમાંથી, રિપોર્ટના આધારે માત્ર 6 ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે અને ઘણા હજુ પણ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. આ દર્શાવે છે કે કંપની એકાઉન્ટ પ્રતિબંધ માટે મજબૂત માપદંડનો ઉપયોગ કરે છે.

WhatsApp  એકાઉન્ટ્સ કેમ પ્રતિબંધિત કરે છે?

તેના પ્લેટફોર્મને સુરક્ષિત બનાવવા માટે, વોટ્સએપ કેટલાક યુઝર્સ સામે કડક કાર્યવાહી કરે છે અને તેમના પર પ્રતિબંધ મૂકે છે. પ્રતિબંધ લગાવવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. કંપનીની નીતિનું ઉલ્લંઘન પણ આમાં સામેલ છે, સ્પામ, કૌભાંડ, ખોટી માહિતી અને નુકસાનકારક સામગ્રી પ્રકાશિત કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ સિવાય જો કોઈ દેશના કાયદાનો ભંગ કરે છે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ  વાંચો - X Updates: હવે, Elon Musk ના X.com પર લાઈક કરેલી પોસ્ટ ત્રાહિત વ્યક્તિ નહીં જોઈ શકે

આ પણ  વાંચો - SMART PHONE : ભારતમાં લોન્ચ થયો XiaoMi નો આ શાનદાર ફોન

આ પણ  વાંચો - Elon Musk Viral Post: એપ્પલ કંપનીના માલિકને Elon Musk એ Indian Meme થી ટોળો માર્યો

Tags :
71-lakh indian accountscheckMetaReasontech newsTechnologywhatsapp Banned