Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SMART PHONE : ભારતમાં લોન્ચ થયો XiaoMi નો આ શાનદાર ફોન

SMART PHONE : Xiaomi એ આખરે ભારતમાં તેની Civi સીરિઝની એન્ટ્રી થઈ છે. કંપનીએ આ સીરીઝનો પહેલો ફોન Xiaomi 14 Civi ના નામ સાથે લોન્ચ કર્યો છે. તેને Xiaomi Civi 4 Pro તરીકે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીના આ...
03:48 PM Jun 12, 2024 IST | Hiren Dave

SMART PHONE : Xiaomi એ આખરે ભારતમાં તેની Civi સીરિઝની એન્ટ્રી થઈ છે. કંપનીએ આ સીરીઝનો પહેલો ફોન Xiaomi 14 Civi ના નામ સાથે લોન્ચ કર્યો છે. તેને Xiaomi Civi 4 Pro તરીકે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીના આ ફોનને રિબ્રાન્ડ કરીને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં Cruise Blue, Matcha Green અને Shadow Black. આ ફોન 32MP ડુયલ સેલ્ફી કેમેરા સેટઅપ સાથે આવે છે. પાવરફુલ કેમેરા ધરાવતો આ ફોનના બજેટમાં સેમસંગ, વનપ્લસ અને વિવોના સ્માર્ટફોનને ટક્કર આપશે.

Xiaomi 14 Civi ના ફીચર્સ

Xiaomi 14 Civiમાં 6.55 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જે 1.5K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. ફોનના ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 3,000 nits સુધી છે. આ ફોનના ડિસ્પ્લેને સુરક્ષિત કરવા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 ઉપલબ્ધ છે. આ સિવાય આ ફોનનું ડિસ્પ્લે Dolby Vision, HDR10 અને 68 બિલિયન કલર્સ જેવા ફીચર્સને સપોર્ટ કરે છે. અગાઉ POCO F6 આ ડિસ્પ્લે ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

ફોનમાં 4,700mAh બેટરી

Xiaomiનો આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 8s Gen 3 પ્રોસેસર પર કામ કરે છે. આ ફોન 12GB રેમ અને 512GB ઇન્ટરનલ સ્ટોરેજને સપોર્ટ કરશે. આ ફોન Android 14 પર આધારિત HyperOS સાથે આવે છે. ફોનમાં 4,700mAh બેટરી હશે, જેની સાથે 67W ફાસ્ટ ચાર્જિંગ ફીચર આપવામાં આવશે. સુરક્ષા માટે ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ ફોન ડ્યુઅલ બેન્ડ Wi-Fi, 5G, LTE, NFC જેવા કનેક્ટિવિટી ફીચર્સ સાથે આવે છે.

Xiaomiના આ ફોનમાં Cinematic Vision સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે. ફોનમાં 50MP મેઈન વાઈડ એંગલ કેમેરા, 50MP 2x ટેલિફોટો કેમેરા અને 12MP અલ્ટ્રા વાઈડ કેમેરા હશે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે બે 32MP કેમેરા છે. કંપનીનો દાવો છે કે તેના તમામ કેમેરાથી 4K ક્વોલિટી વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે.

Xiaomi 14 Civi કિંમત

Xiaomiનો આ મિડ-બજેટ સ્માર્ટફોન બે સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે - 8GB RAM 256GB અને 12GB RAM 5212GB. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 42,999 રૂપિયા છે, જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 47,999 રૂપિયા છે. કંપની આ ફોનની ખરીદી પર 3,000 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. ફોનનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને Xiaomiના ઓફિશિયલ ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ પરથી 20 જૂને બપોરે 12 વાગ્યાથી કરવામાં આવશે. ફોનનું પ્રી-બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે. કંપની પ્રી-બુકિંગ યુઝર્સને મફતમાં Redmi Watch 3 Active ઓફર કરી રહી છે.

આ પણ વાંચો - Elon Musk Viral Post: એપ્પલ કંપનીના માલિકને Elon Musk એ Indian Meme થી ટોળો માર્યો

આ પણ વાંચો - ELON MUSK ની જાહેરાતથી Apple CEO TIM COOK નું ટેન્શન વધ્યું!

આ પણ વાંચો - Apple WWDC : ભારતમાં આજે Apple ની મોટી ઇવેન્ટ, જાણો શું થશે લૉન્ચ

 

Tags :
oneplusSamsungSMARTPHONE IN INDIAvivoXiaomi
Next Article