Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WhatsApp: લો... બોલો હવે, WhatsApp માં પણ નંબર દાખલ કરવાની જંજટ ગઈ

હવે, WhatsApp નંબર આપ-લેની ફરજ નહીં પડે ટૂંક સમયમાં તમે નંબરની આપલે કર્યા વગર WhatsApp માં એકબીજા સાથે ચેટ કરી શકશો. કંપની યુઝરનેમ ફીચર પર કામ કરી રહી છે. હાલમાં, આ ફિચર Wabeta યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. યુઝરનેમ...
whatsapp  લો    બોલો હવે  whatsapp માં પણ નંબર દાખલ કરવાની જંજટ ગઈ

હવે, WhatsApp નંબર આપ-લેની ફરજ નહીં પડે

Advertisement

ટૂંક સમયમાં તમે નંબરની આપલે કર્યા વગર WhatsApp માં એકબીજા સાથે ચેટ કરી શકશો. કંપની યુઝરનેમ ફીચર પર કામ કરી રહી છે. હાલમાં, આ ફિચર Wabeta યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. યુઝરનેમ ફીચર હેઠળ તમે કોઈપણ વ્યક્તિને તેના યુઝરનેમની મદદથી તમારા વોટ્સએપમાં એડ કરી શકો છો અને પછી તેની સાથે ચેટ કરી શકો છો.  એટલે કે તમને તેમનો મોબાઈલ નંબર દેખાશે નહીં.

આ ફિચર અંતર્ગત ખાસ માહિતી નીચે પ્રમાણે

Advertisement

આ અપડેટ વિશેની માહિતી વોટ્સએપના વિકાસ પર નજર રાખતી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે. યુઝરનેમ સિવાય કંપની વેબ યુઝર્સ માટે સ્ટેટસ અપડેટ્સ અને ડાર્ક ઈન્ટરફેસ પર પણ કામ કરી રહી છે. ટૂંક સમયમાં વેબ યુઝર્સ તેમના લેપટોપ અથવા ડેસ્કટોપ પરથી મોબાઈલ વગર સ્ટેટસ અપડેટ્સ સીધા શેર કરી શકશે. માત્ર મીડિયા જ નહીં પરંતુ તમે ટેક્સ્ટ સ્ટેટસ પણ પોસ્ટ કરી શકશો.

આ ફિચરમાં યુઝર્સ પોતાનું વારંવાર નામ બદલી શકશે

Advertisement

વોટ્સએપનું યુઝરનેમ ફીચર લોકોની પ્રાઈવસી સુધારવામાં મદદ કરશે. યુઝરનેમ ફીચર અન્ય સોશિયલ મીડિયા એપ્સની જેમ કામ કરશે અને દરેક વ્યક્તિનું યુનિક યુઝરનેમ રહેશે. તે ઉપરાંત તમે તમારું યુઝરનેમ પણ બદલી શકશો.

આ પણ વાંચો: Japan Moon Mission: ભારત બાદ જાપાન પણ ચંદ્ર પર ઈતિહાસ રચશે

Tags :
Advertisement

.