Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ISRO 2023: ISRO એ વર્ષ 2023 માં તો વિશ્વમાં ડંકો વગાડ્યો છે, તો વર્ષ 2024 અને 2025 માટે ફરી તૈયાર

વર્ષ 2023 માં ISRO એ લોન્ચ કરેલ મિશનની યાદી ISRO એ વર્ષ 2023માં આખી દુનિયાને ચોંકાવી દીધા છે. ચંદ્રયાન-3ની સફળતાએ ભારતીય સ્પેસ એજન્સી અને ભારત બંનેને ગૌરવ અપાવ્યું છે. આ પછી ISRO એ આદિત્ય-એલ1 મિશનને સૂર્ય તરફ મોકલીને નવો રેકોર્ડ...
isro 2023  isro એ વર્ષ 2023 માં તો વિશ્વમાં ડંકો વગાડ્યો છે  તો વર્ષ 2024 અને 2025 માટે ફરી તૈયાર

વર્ષ 2023 માં ISRO એ લોન્ચ કરેલ મિશનની યાદી

Advertisement

ISRO એ વર્ષ 2023માં આખી દુનિયાને ચોંકાવી દીધા છે. ચંદ્રયાન-3ની સફળતાએ ભારતીય સ્પેસ એજન્સી અને ભારત બંનેને ગૌરવ અપાવ્યું છે. આ પછી ISRO એ આદિત્ય-એલ1 મિશનને સૂર્ય તરફ મોકલીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે સાત મોટા મિશનને લોન્ચ કરવામાં આવ્યાં હતા. જેમાં વિવિધ પ્રકારના રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ISRO એ પોતાના ઉપગ્રહો ઉપરાંત 46 વિદેશી ઉપગ્રહો પણ લોન્ચ કર્યા છે. ગગનયાન મિશન સંબંધિત ટીવી-ડી1નું પુનઃપ્રવેશ મિશન પૂર્ણ થયું. આ ઉપરાંત ISRO એ RLV LEX એટલે કે પુનઃઉપયોગ કરી શકાય તેવા લોન્ચ વ્હીકલ, જે કલામય તરીકે પ્રખ્યાત છે તેનું સફળતાપૂર્વક લોન્ચ કરીને ઇતિહાસમાં એક નામ બનાવ્યું છે.

Advertisement

વર્ષ 2023 માં ISRO ના સફળ મિશનની યાદી

10 ફેબ્રુઆરી: EOS-07/SSLV-D2 રોકેટ – પૃથ્વી અવલોકન ઉપગ્રહ
26 માર્ચ: OneWeb/LVM3-M3 રોકેટ – ખાનગી ઉપગ્રહ
22 એપ્રિલ: TeLEOS-2/PSLV-C55 રોકેટ – ખાનગી ઉપગ્રહ
29 મે : NVS-01/GVSL F12 રોકેટ – નેવિગેશન સેટેલાઇટ
14 જુલાઇ: ચંદ્રયાન-3/LVM3 M4 રોકેટ – પ્લેનેટરી ઓબ્ઝર્વેશન
30 જુલાઇ: DA-SAR/PSLV C-56 રોકેટ – ખાનગી સેટેલાઇટ
02 સપ્ટેમ્બર: Adtiya-L1/PSLV C-57 રોકેટ – પ્લેનેટરી ઓબ્ઝર્વેશન

Advertisement

આ વખતે ISRO એ તેનું સૌથી ભારે રોકેટ LVM3 M3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. માર્ચમાં પ્રથમ પ્રક્ષેપણ દરમિયાન એરટેલ સાથે જોડાયેલી કંપની વનવેબના 36 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા. આ પછી ચંદ્રયાન-3ને LVM3 M4 થી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું.

ISRO એ દ્વારા વિદેશી ઉપગ્રહનું સફળ પરિક્ષણ

તો બીજી બાજુ ઈસરોએ આ વર્ષે 46 વિદેશી ઉપગ્રહો પણ લોન્ચ કર્યા છે. 10 ફેબ્રુઆરીએ અમેરિકાના જાનુસ-1 ઉપગ્રહને EOS-07 સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. 26 માર્ચ, 2023 ના રોજ LVM3 M3 રોકેટથી વનવેબના 36 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા. 22 એપ્રિલે સિંગાપોરના બે ઉપગ્રહો TeLEOS-2 અને LUMISAT-4ને PSLV-C55 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત 30 જુલાઈએ PSLV-C56 રોકેટથી સાત સિંગાપોરના ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા.

વર્ષ 2024 અને 2025 માં ISRO નો સ્પેસ મેપ

વર્ષ 2024 અને 2025માં ISRO દ્વારા ઘણા મોટા મિશન લોન્ચ કરવામાં આવશે. તેના અંતર્ગત INSAT-3DS, NISAR, RISAT-1B, Resourcesat-3, TDS-01, SPADEX, Oceansat-3A, IDRSS, GSAT-20 અને NVS-02 નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગગનયાન કાર્યક્રમ સાથે સંબંધિત પ્રક્ષેપણ અને પરીક્ષણો ચાલુ રહેશે. આ ઉપરાંત રીયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) માટેના પરીક્ષણ કાર્યક્રમો પણ ચાલુ રહેશે.

આ પણ વાંચો: હવે… ભારત પણ પોતાનું સ્પેસ ફોર્સ બનાવશે, એરફોર્સે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરાઈ

Tags :
Advertisement

.