Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Google Wallet ભારતમાં થયું લોન્ચ,મળે છે શાનદાર ફિચર્સ

Google Wallet: ગૂગલે (Google )ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ વોલેટ લોન્ચ (Google Wallet)કર્યું છે. દેશના ઘણા યુઝર્સ આ વોલેટની રાહ જોઈ રહ્યા હતા. હવે આ વોલેટને ગૂગલ પ્લે સ્ટોર પર સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. ઘણા યુઝર્સને આ વોલેટની એક્સેસ...
08:46 AM May 09, 2024 IST | Hiren Dave

Google Wallet: ગૂગલે (Google )ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ વોલેટ લોન્ચ (Google Wallet)કર્યું છે. દેશના ઘણા યુઝર્સ આ વોલેટની રાહ જોઈ રહ્યા હતા. હવે આ વોલેટને ગૂગલ પ્લે સ્ટોર પર સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. ઘણા યુઝર્સને આ વોલેટની એક્સેસ પહેલાથી જ મળી ગઈ હતી. ગૂગલ વોલેટ અન્ય વોલેટ્સથી તદ્દન અલગ છે. આ વૉલેટમાં તમે ગિફ્ટ કાર્ડ, મૂવી ટિકિટ, બોર્ડિંગ પાસ જેવી ઘણી વસ્તુઓ સ્ટોર કરી શકો છો. નોંધનિય છે કે, તમે ગૂગલ વોલેટ  દ્વારા ચુકવણી કરી શકતા નથી. ઘણા લોકોએ વિચાર્યું કે તે Paytm વૉલેટ અથવા એમેઝોન વૉલેટ જેવી ચુકવણી કરી શકશે, જ્યારે એવું નથી. ગૂગલ વોલેટને સૌપ્રથમ વર્ષ 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી, વર્ષ 2018 માં, તેને ઘણા બજારોમાં Google Pay દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યું.

આ સુવિધા ગૂગલ વોલેટમાં ઉપલબ્ધ છે

Google Pay અને Google Wallet ભારતીય બજારમાં બે અલગ-અલગ એપ છે. તમે Google Wallet માં ફ્લાઇટ પાસ, ટ્રાન્ઝિટ કાર્ડ, ઇવેન્ટ ટિકિટ, બોર્ડિંગ પાસ જેવી ઘણી વસ્તુઓ સ્ટોર કરી શકો છો. આ માટે ગૂગલે ભારતની ટોચની 20 બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે.તમે ગૂગલ વોલેટ  દ્વારા Flipkart પર ઉપલબ્ધ Supercoin, Shoppers Stop અને અન્ય બ્રાન્ડના ગિફ્ટ કાર્ડ્સ પણ સ્ટોર કરી શકો છો. આ વોલેટની મદદથી હવે તમને બધા કાર્ડ એક જ જગ્યાએ સરળતાથી મળી જશે. ગૂગલ વોલેટ એપલ વોલેટની જેમ જ કામ કરે છે. તમે આ વોલેટમાં તમામ દસ્તાવેજો સ્ટોર કરી શકો છો.

Google Pay થી Google Wallet કેટલું અલગ છે?

તમને જણાવી દઈએ કે Google Pay અને ગૂગલ વોલેટ બે અલગ-અલગ વસ્તુઓ છે. તમે Google Payમાં UPI દ્વારા ચુકવણી કરી શકો છો. તે જ સમયે, તમે ગૂગલ વોલેટમાં કાર્ડ અને દસ્તાવેજો સ્ટોર કરી શકો છો.એન્ડ્રોઇડ ફોન ઉપરાંત, ગૂગલ વોલેટનો ઉપયોગ Wear OS વાળી વોચમાં પણ થઈ શકે છે. ભારતમાં, આ વોલેટ એક નોન-પેમેન્ટ એપ છે જ્યારે ઘણા વિસ્તારોમાં તેને પેમેન્ટ સર્વિસ એપ તરીકે ગણવામાં આવે છે.Google Wallet માં પાસ એડ-ઓન (Pass Add-On) સુવિધા પણ ઉપલબ્ધ છે. આ માટે તમારે Gmail પર આ ફીચરને ઈનેબલ કરવું પડશે. જે પછી જીમેલ પર મળેલો પાસ આપમેળે ગૂગલ વોલેટમાં જમા થઈ જશે. આ પાસ મેળવવા માટે, બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું પડશે.

આ પણ  વાંચો - Warning: તમારા ફોનની આ એપ્સને તત્કાળ કરો ડિલીટ …

આ પણ  વાંચો - WhatsApp પર લોકોને લૂંટવાની નવી રીત, રાતોરાત તમે કંગાળ થઈ જશો

આ પણ  વાંચો - ISRO Recruitment: દેશના નવયુવાનો માટે અમૂલ્ય તક, ISRO એ બહાર પાડી ભરતી

Tags :
Google PayGoogle WalletGpayGujarat FirstPayTM
Next Article