ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CNG Bike : એકવાર ફ્યુલ ભરી દિલ્હીથી શિમલા સુધી કરો મુસાફરી

CNG Bike : બજાજે વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમ 125 લોન્ચ કરી છે. આ બાઇક પેટ્રોલ અને CNG બંને પર ચાલશે. આ બાઇકને ખાસ ભારતીય રસ્તાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને હવે તેને બજાજ શોરૂમમાં બુક કરાવી શકાશે....
11:48 AM Jul 08, 2024 IST | Hiren Dave

CNG Bike : બજાજે વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમ 125 લોન્ચ કરી છે. આ બાઇક પેટ્રોલ અને CNG બંને પર ચાલશે. આ બાઇકને ખાસ ભારતીય રસ્તાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને હવે તેને બજાજ શોરૂમમાં બુક કરાવી શકાશે. વિશ્વની પ્રથમ CNG બાઇકના લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા.

શું છે? Freedom  125 ની કિંમત

વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમ 125ની શરૂઆતની કિંમત 95 હજાર રૂપિયા એક્સ-શોરૂમ રાખવામાં આવી છે. આ બાઇક ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને તેના ટોપ વેરિઅન્ટની કિંમત 1.10 લાખ રૂપિયા એક્સ-શોરૂમ રાખવામાં આવી છે. જ્યારે તેના મિડ વેરિઅન્ટની કિંમત 1.05 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.

Bajaj Freedom 125

બજાજ ફ્રીડમમાં 125cc સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે પેટ્રોલ અને CNG બંને પર ચાલે છે. તેમાં સીટની નીચે 2 કિલોની સીએનજી ટાંકી સાથે 2 લિટર પેટ્રોલ ફ્યુઅલ ટેન્ક છે. તેનું એન્જિન 9.5 PS અને 9.7 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. આ સાથે બજાજે દાવો કર્યો છે કે આ બાઇક એકવાર ઇંધણ ભર્યા પછી 330 કિલોમીટરની રેન્જ ધરાવે છે.

Bajaj CNG Bike 330 કિમી સુધી ચાલી શકે છે

તો ચલાવનાર માત્ર એક બટનના આધારે નક્કી કરી શકશે કે, તેમણે Bajaj CNG Bike Freedom 125 ને પેટ્રોલ કે CNG પર ચાલાવવી છે. તો Bajaj Auto એ દાવો કર્યો છે કે, પેટ્રોલ અને CNG મળીને આ Bajaj CNG Bike આશરે 330 કિમી સુધી ચાલી શકે છે. તો Bajaj CNG Bike ના ત્રણ અલગ-અલગ પ્રકાર છે, તેમાં NG04 Drum, NG04 Drum LED અને NG04 Disc LED જોવા મળે છે.

બજાજ ફ્રીડમ પર ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા છે

બજાજ ફ્રીડમના આગમન પછી ઘણા લોકોના મનમાં સવાલ છે કે શું તેની CNG ટાંકી સુરક્ષિત છે કે નહીં. આ માટે બજાજે પોતાની બાઈક પર ઘણા ટેસ્ટ કરાવ્યા છે, જેનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે બજાજની બાઇક પર એક ભારે ટ્રક ચઢી છે, પરંતુ તેમ છતાં CNG ટાંકીને કંઈ થયું નથી. તેમજ કોઈપણ ભારે વસ્તુ સાથે અથડાયા બાદ પણ તેની સીએનજી ટાંકીને કોઈ નુકસાન થયું ન હતું.

આ પણ  વાંચો  - CHATGPT : આ 5 AI Chatbot થી મળશે તમારા તમામ પ્રશ્નોના જવાબ

આ પણ  વાંચો  - વરસાદની ઋતુમાં આ ભૂલ તમારા AC ને કરી દેશે ખરાબ!

આ પણ  વાંચો  - WhatsApp chat અંગે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું..? વાંચો અહેવાલ

Tags :
Bajaj Autobajaj cng bikeBajaj CNG Bike Lunchbajaj cng bike pricebajaj freedom 125bajaj freedom 125 availabilitybajaj freedom 125 colorsbajaj freedom 125 launchedbikeBusinessCNGGujarat First
Next Article