Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Netflix ના યુઝર્સ માટે મોટા સમાચાર,હવે આ સેવા થઈ બંધ

Netflix : OTT પ્લેટફોર્મ Netflix સમગ્ર વિશ્વમાં જોવામાં આવે છે. હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી તમને મોટાભાગની ફિલ્મો નેટફ્લિક્સ પર જોવા મળશે. નેટફ્લિક્સ પર એક અદ્ભુત સુવિધા ઉપલબ્ધ છે. જેમાં યુઝર્સ તેમની મનપસંદ મૂવી અથવા કોઈપણ વેબ સિરીઝ ઈન્ટરનેટ વગર જોઈ...
08:48 PM May 29, 2024 IST | Hiren Dave

Netflix : OTT પ્લેટફોર્મ Netflix સમગ્ર વિશ્વમાં જોવામાં આવે છે. હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી તમને મોટાભાગની ફિલ્મો નેટફ્લિક્સ પર જોવા મળશે. નેટફ્લિક્સ પર એક અદ્ભુત સુવિધા ઉપલબ્ધ છે. જેમાં યુઝર્સ તેમની મનપસંદ મૂવી અથવા કોઈપણ વેબ સિરીઝ ઈન્ટરનેટ વગર જોઈ શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે કન્ટેન્ટ ઑફલાઇન ડાઉનલોડ કર્યું હોય. આ અંગે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેસ્કટોપ યુઝર્સ માટે આ સુવિધા બંધ કરવામાં આવી શકે છે.

ઑફલાઇન ડાઉનલોડ સેવા બંધ કરી શકે છે

સોશિયલ મીડિયા પર આ જ વાત ફેલાઈ રહી છે કે Netflix વિન્ડોઝ માટે તેની ઑફલાઇન ડાઉનલોડ સેવા બંધ કરી શકે છે. વાસ્તવમાં નેટફ્લિક્સ વિન્ડોઝ એપનો ઉપયોગ કરતા કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને જાણકારી આપી કે તેમને નેટફ્લિક્સ વિન્ડોઝ એપ પર એલર્ટ મળી રહ્યું છે.

 

Netflixનું આ એલર્ટ આ યૂઝર્સને મળી રહ્યું છે

HT Techના રિપોર્ટમાં જણાવાયું છે કે Artem Russakovaskii નામના યુઝરે X પર Netflix એલર્ટ સાથે પોસ્ટ કર્યું અને લખ્યું કે નવી વિન્ડોઝ એપનો અનુભવ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. આ અપડેટ પછી ડાઉનલોડ્સને સપોર્ટ કરવામાં આવશે નહીં, પરંતુ તમે મોબાઇલ પર કોઈપણ વેબ સિરીઝ અને મૂવી ઑફલાઇન જોઈ શકશો. આ અપડેટ તે લોકોને અસર કરશે જેઓ મુસાફરી દરમિયાન તેમના લેપટોપ પર નેટફ્લિક્સ જોવાનું પસંદ કરે છે.

આ સમાચાર એવા લોકોને ચોંકાવી શકે છે જેઓ મહિનાનું સબ્સક્રિપ્શન લે છે. આ સિવાય અન્ય એક યુઝરે પણ X પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે મને પણ એક એલર્ટ મળ્યું છે, પરંતુ તેમાં ડાઉનલોડ ફીચર વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. જોકે, અત્યાર સુધી નેટફ્લિક્સે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ પણ  વાંચો - Smart phone : ભારતમાં લોન્ચ થઈ રહ્યો છે Realme નો આ સ્માર્ટ ફોન, જાણો ફીચર

આ પણ  વાંચો - iPhone 16 સીરીઝ મચાવશે ધમાલ, મળશે શાનદાર ફિચર્સ

આ પણ  વાંચો - Kia Carnival : ભારતમાં લોન્ચ થશે આ ફેમિલી કાર,દમદાર એન્જીન સાથે મળશે ધાંસૂ ફિચર્સ

Tags :
DisableNetflixOffline DownloadWindows
Next Article