Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા સામે કોર્ટે શું હુકમ કર્યો, જાણો

અકસ્માત વળતરના કેસમાં સુરત (Surat) ભાજપના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાની રૂ 24.75 લાખની મિલકતો જપ્ત કરવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે,પરંતુ મિલકત ધારાસભ્યના પત્નીની હતી અને અન્યને વેચી દીધી હતી તેવો ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાએ ખુલાસો કર્યો છે.કેસ શું હતો ગત માર્ચ મહિનામાં સુરત કોર્ટનો હુકમ હોવા છતાં પણ ધારાસભ્યે ક્લેઇમની રકમ નહીં ચૂકવતા કોર્ટમાં કરાયેલી દરખાસ્ત મંજૂર કરàª
ભાજપના કામરેજના ધારાસભ્ય વી ડી  ઝાલાવડીયા સામે કોર્ટે શું  હુકમ કર્યો  જાણો
અકસ્માત વળતરના કેસમાં સુરત (Surat) ભાજપના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાની રૂ 24.75 લાખની મિલકતો જપ્ત કરવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે,પરંતુ મિલકત ધારાસભ્યના પત્નીની હતી અને અન્યને વેચી દીધી હતી તેવો ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાએ ખુલાસો કર્યો છે.
કેસ શું હતો 
ગત માર્ચ મહિનામાં સુરત કોર્ટનો હુકમ હોવા છતાં પણ ધારાસભ્યે ક્લેઇમની રકમ નહીં ચૂકવતા કોર્ટમાં કરાયેલી દરખાસ્ત મંજૂર કરાઇ હોવાનું ધારાસભ્યના ધ્યાને આવ્યુ હતું, સુરતમાં મોટર એક્સીડેન્ટ કેસમાં વળતર નહીં ચૂકવનાર કામરેજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાની રૂા. 24.75 લાખની મિલકત જપ્તી કરવાનો કોર્ટે આદેશ કરીને જપ્તી વોરંટ ઇસ્યુ કર્યો હતો.આ સમગ્ર મામલો ધ્યાને આવતા આ અંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા એ જણાવ્યું હતું કે આ મિલકત મારા પત્નીના નામે હતું પણ એ ટ્રક બીજી વ્યક્તિને જે તે સમયે વેચી દેવાઇ હતી. જો કે એ દરમિયાન અકસ્માત થતાં ઇજાગ્રસ્તનું મુત્યુ થયું પરંતુ મને આજ સુધી કોર્ટમાંથી કોઈ નોટિસ આવી ન હતી અને  કોઈ પેપર પણ નહિ મળ્યું. બે દિવસ પહેલા મને જાણ થઈ ત્યારે હું બહાર ગામ હતો ત્યારે મે સામે પક્ષના વકીલ ને વાત કરી જેથી હવે કોર્ટ જે નિર્ણય કરશે એના ઉપર હું અમલ કરીશ.

મિલકત જપ્તીનો આદેશ 
આ અંગે સામે પક્ષના વકીલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬માં અકસ્માત થયો હતો,જેમાં એક રત્નકલાકારનું મોત નિપજ્યું હતું જેમાં કોર્ટે ટ્રક માલિકને વળતર ચૂકવવામાં હુકમ કરાયો હતો. MLA વી ડી ઝાલાવડીયાની પત્નીના નામે તેમની માલિકીની ટ્રક હોવાનું તપાસમાં ખૂલ્યું હતું,જેથી એ યુવકનું અવસાન થયા બાદ કોર્ટે રૂા.15.49 લાખનું વળતર 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. જો કે વ્યાજ સાથે 24 લાખથી વધુની રકમ ચૂકવવી પડશે અને જો વળતર નહિ ચૂકવે તો તેમની મિલકત જપ્ત કરવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. જેમાં ઘરની વસ્તુઓ પણ જપ્ત કરી શકાય છે.જેમાં ફ્રીઝ,ગાડી,જમીન ટીવી જેવી વસ્તુઓ જપ્ત કરી શકાય છે.જો કે વધુમાં વકીલે પણ કહ્યું હતું કે મિલકત જપ્તી માટે જ્યારે MLA વી.ડી. ઝાલાવડીયાના ઘરે ગયા ત્યારે તેઓ બહાર ગામ ગયા હતા.  તેમણે પરત આવી વાત કરવા જણાવ્યું હતું.
ધારે તે મિલકત જપ્ત કરવાનો હુકમ 
સાત મહિના વીતવા છતાં પણ વી.ડી. ઝાલાવડીયાએ રૂપિયા ચૂકવ્યા ન હોવાથી કોર્ટમાં મિલકત જપ્તી માટે દરખાસ્ત કરવામાં આવી હોવાનું વકીલે કહ્યું હતું. આ દરખાસ્તને કોર્ટે મંજૂર કરી હતી.અને ફરિયાદીને ધારાસભ્યની તેઓ ધારે તે મિલકત કબજે કરી શકે તેવો હુકમ કર્યો છે. જોકે આ સમગ્ર મામલે ધારાસભ્ય દ્વારા અપીલમાં જવાની તૈયારી બતાવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.