રાજ્યનો સૌપ્રથમ કિસ્સો કે જેમાં RTO દ્વારા 10 લોકોના લાયસન્સ આજીવન રદ્દ કરી દેવાયા
સુરત શહેર પોલીસને ગેરકાયદેસર ડ્રાઇવિંગ લાયસન્સ બાબતે વારંવાર ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદને પગલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવ્યું હતું અને આ પ્રકારનું કૌભાંડ આચરનારા ગુનેગારોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જે અંતર્ગત ગત 1લી માર્ચના રોજ સુરત શહેર પોલીસ દ્વારા બારોબાર લાયસન્સ કાઢી આપતા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસેથી બોગસ આધાર કાર્ડ તેમજ બોગ
Advertisement
સુરત શહેર પોલીસને ગેરકાયદેસર ડ્રાઇવિંગ લાયસન્સ બાબતે વારંવાર ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદને પગલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવ્યું હતું અને આ પ્રકારનું કૌભાંડ આચરનારા ગુનેગારોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જે અંતર્ગત ગત 1લી માર્ચના રોજ સુરત શહેર પોલીસ દ્વારા બારોબાર લાયસન્સ કાઢી આપતા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
જેમની પાસેથી બોગસ આધાર કાર્ડ તેમજ બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ ત્રણેય એજન્ટોની ધરપકડ કર્યા બાદ તેઓ હાલ તો જામીન પર બહાર નીકળી ચૂક્યા છે. પરંતુ આ બોગસ એજન્ટો દ્વારા જે લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ વગર જ લાયસન્સ કાઢી આપવામાં આવ્યા હતા, તેવા લોકો પર સુરત RTO દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. જોકે, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટના આદેશથી સુરત RTO એ આ કામગીરી કરી છે. આ કૌભાંડમાં સુરત RTO ના ડ્રાઇવિંગ ટ્રેક પર વાહનોની ટેસ્ટ આપ્યા વગર જ લાયસન્સ કાઢી આપવામાં આવતું હતું. RTO દ્વારા કરવામાં આવતી લાયસન્સની પ્રક્રિયાના લુપહોલનો ફાયદો ઉઠાવીને આ એજન્ટો દ્વારા બારોબાર ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યુ કરી દેવામાં આવતા હતા.
આ કેસમાં સુરત પોલીસની કામગીરી બાદ પણ એજન્ટોની તપાસ કરતા તેઓએ કેટલા લોકોને આ પ્રકારના લાયસન્સ કાઢી આપ્યા છે તે અંગે વિગતવાર માહિતી સુરત RTO દ્વારા કાઢવામાં આવી હતી. જેમાં આ પ્રકારે ડ્રાઇવિંગ ટ્રેક પર ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કઢાવનાર 10 વાહન માલિકો સામે આવ્યા હતા કે જેમણે પરીક્ષા આપ્યા વિના જ લાયસન્સ મેળવી લીધા હતા. આ વાતની નોંધ સુરત RTO દ્વારા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટને કરાઈ હતી. જેને કારણે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ પ્રકારે ટેસ્ટ વગર લાયસન્સ લઈને ફરતા વાહનચાલકો અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી છે. તેથી આ તમામ લોકોના લાયસન્સ રદ્દ કરી દેવામાં આવે.
આ નિર્ણય બાદ કહી શકાય કે, સમગ્ર રાજ્યમાં પ્રથમ વખતનો નિર્ણય છે કે, જેમાં વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ કાયમ માટે રદ્દ કરી દેવામાં આવ્યા છે. આ વાહનચાલકો હવે પછી રાજ્યની કોઇપણ RTO માંથી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકશે નહીં.