Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાની જાસૂસ સાથે સંપર્ક ધરાવતો શંકાસ્પદ વ્યક્તિ સુરતથી ઝડપાયો

પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI સાથે સંપર્કમાં રહેનાર સંદિગ્ધ વ્યક્તિની સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના ડીંડોલી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ઓનલાઇન મની ટ્રાન્સફરનો ધંધો કરતા 32 વર્ષીય દીપક સાલુંકે પાકિસ્તાનના હમીદ નામના વ્યક્તિ સાથે ફેસબુકના સંપર્ક મારફતે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પહોંચાડવા તેમજ સીમકાર્ડ મોકલવા અંગે વાત કરી હતી. દીપકના એકાઉન્ટમાં પોલીસને પાકિસ્તાનથી ટ્રાન્સફર થàª
પાકિસ્તાની જાસૂસ સાથે સંપર્ક ધરાવતો શંકાસ્પદ વ્યક્તિ સુરતથી ઝડપાયો
પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI સાથે સંપર્કમાં રહેનાર સંદિગ્ધ વ્યક્તિની સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના ડીંડોલી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ઓનલાઇન મની ટ્રાન્સફરનો ધંધો કરતા 32 વર્ષીય દીપક સાલુંકે પાકિસ્તાનના હમીદ નામના વ્યક્તિ સાથે ફેસબુકના સંપર્ક મારફતે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પહોંચાડવા તેમજ સીમકાર્ડ મોકલવા અંગે વાત કરી હતી. દીપકના એકાઉન્ટમાં પોલીસને પાકિસ્તાનથી ટ્રાન્સફર થયેલા રૂપિયાનો રેકોર્ડ પણ મળી આવ્યો છે.
  • પાકિસ્તાન ના હામિદ નામના વ્યક્તિને માહિતી આપતો હતો
  • શહેરના ડીંડોલી વિસ્તારમાંથી ઝડપાયો દિપક સાલુંકે
  • દીપકના એકાઉન્ટમાં પાકિસ્તાનથી નાણાં ટ્રાન્સફર થયા હોવાનો રેકોર્ડ મળ્યો
સુરત ક્રાઈમબ્રાંચને મળી સફળતા
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા 32 વર્ષે દિપક સાલુંકે પાકિસ્તાની જાસૂસ અને ISI એજન્ટના સંપર્કમાં છે અને ભારતીય સેનાની ગુપ્ત માહિતી તેમજ ભારતીય બનાવટના સીમકાર્ડ પાકિસ્તાની જાસૂસને સપ્લાય કરી રહ્યો છે. આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દિપક સાલુંકેને ત્યાં રેડ કરવામાં આવતા તેની પાસેથી પાકિસ્તાની વ્યક્તિ હમીદ સાથેની ફેસબુક ચેટ અને દીપકના એકાઉન્ટમાં પાકિસ્તાનથી ટ્રાન્સફર થયેલા 75 હજાર રૂપિયાના રેકોર્ડ મળી આવ્યા હતા. જેને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ છે. દિપકની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી.
ફેસબુક પર સંપર્ક
સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની વ્યક્તિ હમીદ દ્વારા Facebook પર પૂનમ શર્મા નામે એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જે એકાઉન્ટ થકી તે દીપક સાલુંકે ના સંપર્કમાં આવ્યો હતો. ફેસબુક પર ચેટિંગ દરમિયાન હમીદે દીપકને જણાવ્યું હતું કે, તે પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI માટે કામ કરે છે અને તેને ભારતીય બનાવટના સીમકાર્ડ ની જરૂર છે. તેમજ તેણે દીપક પાસે ભારતીય સેનાની કેટલીક માહિતી અંગે પણ માંગ કરી હતી.
ISI એજન્ટ સાથે સાંઠગાંઠ
પોલીસની પૂછપરછમાં દીપક એ જણાવ્યું છે કે તેણે YouTube અને Googleના મારફતે ફોટોઝ ડાઉનલોડ કરીને હમીદને મોકલ્યા હતા. કોરોનાકાળ પહેલા દિપક સાઈ ફેશન નામે કપડાની દુકાન ચલાવતો હતો. કોરોના દરમિયાન નુકસાની જતા ત્યારબાદ તેણે મની ટ્રાન્સફર નો ધંધો શરૂ કર્યો હતો અને હાલ તે સુરતના ડીંડોલી વિસ્તારમાં મની ટ્રાન્સફરનો ધંધો કરી રહ્યો છે પોલીસે તેના એકાઉન્ટની તપાસ કરતા પાકિસ્તાનથી ટ્રાન્સફર થયેલા 75 હજાર રૂપિયાનો રેકોર્ડ પણ પોલીસને મળી આવ્યો હતો જેને આધારે પોલીસે હાલ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસે ગુન્હો નોંધ્યો
હાલ સુરત પોલીસે દીપક વિરુદ્ધ 121A અને 120B હેઠળ દેશવિરોધી પ્રવૃત્તિ કરવાનો ગુનો દાખલ કરી તે અન્ય કયા એજન્ટોના સંપર્કમાં છે અને આ કામગીરી તેણે શા માટે કરી તે બાબતની પૂછપરછ ચાલુ છે. આ સમગ્ર ઘટના અંગે સુરત પોલીસે અન્ય તપાસ એજન્સીઓનો પણ સંપર્ક કરીને જાણ કરી છે. તેમજ તેના રિમાન્ડ મેળવીને વધુ કોઈ તથ્યો બહાર આવે તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચ એ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.