સુરતના Dharmesh Kathiriya નો મૃતદેહ માદરે વતન લવાયો, કેનેડામાં કરાઈ હતી કરપીણ હત્યા
- મોટા વરાછાના કથીરીયા પરિવારના યુવાનની કેનેડામાં હત્યા કરાઈ હતી
- પત્નીની હાજરીમાં જ મૃતકનું ઢીમ ઢાળી દેવાયું હતું
- પાડોશીએ જ ચપ્પાના ઘા મારીને કરી કરપીણ હત્યા
- આજે મૃતદેહ માદરે વતન સુરત લવાયો છે
Surat: ફસલ કટી....આઈ બૈશાખી...તેરા આના રહ ગયા બાકી...ચીઠ્ઠી આઈ હૈ. કમનસીબે બોલીવૂડના આ મશહૂર ગીતની પંક્તિઓ બૈશાખીના અવસરે જ સાચી સાબિત થઈ છે. સુરતના મોટા વરાછા વિસ્તારના યુવક Dharmesh Kathiriya ની કેનેડામાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. આજે આ યુવકનો મૃતદેહ માદરે વતન સુરત લાવવામાં આવ્યો છે.
શું છે ઘટનાક્રમ ?
કેનેડાના ઓન્ટારિયોમાં સુરતનો યુવક Dharmesh Kathiriya તેની પત્ની રવિના સાથે રહેતો હતો. આ યુવક અને તેની પત્ની સાથે મળીને નાનો સ્ટોર દ્વારા ગુજરાન ચલાવતા હતા. 4 એપ્રિલના રોજ સવારે આ દંપતિ ઘરના કમ્પાઉન્ડમાં કપડાં ધોઈ રહ્યા હતા. આ સમયે અચાનક જ પાડોશીએ ધર્મેશ પર ચક્કા દ્વારા હુમલો કર્યો. ત્યારબાદ હુમલાખોરે રવિના પર પણ હુમલો કર્યો. રવિનાને બચાવવા જતા ધર્મેશને બીજીવાર ચક્કુ વાગી ગયું. બે વાર આવા જીવલેણ હુમલાથી ધર્મેશ લોહીલુહાણ થઈને સ્થળ પર જ ઢળી પડ્યો. જો કે આ સમગ્ર ઘટનામાં હત્યાનું કારણ હજૂ પણ બહાર આવ્યું નથી. હવે ધર્મેશના મૃતદેહને આજે સુરત લાવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Patan : પૂર્વ MLA બળદેવજી ઠાકોરના આકરા પ્રહાર, કહ્યું -સમાજની વાતો કરનારાઓનું ભાજપમાં..!
પરિવાર પર થયો વજ્રપાત
4 એપ્રિલે બનેલ ઘટનાની જાણ Dharmesh Kathiriya ના માતા-પિતાને કરવામાં આવી નહતી. આજે કેનેડાથી વાયા અમદાવાદથી માદરે વતન સુરત જ્યારે ધર્મેશના મૃતદેહને લાવવામાં આવ્યો ત્યારે ધર્મેશના પરિવાર પર વજ્રપાત થયો છે. પત્ની રવિનાની સામે જ કેનેડામાં ધર્મેશની કરપીણ હત્યા કરાઈ હતી. તેથી તે આઘાતમાંથી બહાર આવી શકી નથી. હવે તેના માતા-પિતા અને અન્ય પરિવારજનો પર વજ્રપાત થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 વર્ષથી ધર્મેશ વિદેશમાં હતો. 5 વર્ષ અગાઉ અભ્યાસાર્થે ધર્મેશ કેનેડા ગયો હતો. અભ્યાસ બાદ કેનેડાના પીઆર મેળવીને Dharmesh Kathiriya ત્યાં જ સેટલ થયો હતો. દોઢ વર્ષ અગાઉ ભારત આવીને તેણે રવિના સાથે લગ્ન કર્યા હતા. આજે સુરત ખાતે મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ BZ Group Scam : ખરેખર..! કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આવ્યા રોકાણકારો! કરી આ માગ