Surat: મોરા ખાતે જળ સંચયના 27,300 કરોડની કિંમતના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, જળમંત્રી સી. આર. પાટીલ ઉપસ્થિતિ
- સુરતના હજીરાના મોરા ગામે જળ સંચય જન ભાગીદારી કાર્યક્રમ યોજાયો
- જળ મંત્રી સી.આર.પાટીલ, રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ હાજર
- આ કાર્યક્રમ અંતર્ગત કુલ 27,300 કરોડની કિંમતના જળસંચય કાર્યક્રમોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
Surat: આજે સુરતના મોરા ગામની ઐતિહાસિક અને ધાર્મિક પાવન ભૂમિ પર જળ સંચય જન ભાગીદારી કાર્યમક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય જળ મંત્રી સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 27,300 કરોડની કિંમતના જળસંચય કાર્યક્રમોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યાં હતા. મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કુલ 27,300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
સુરતના હજીરાના મોરા ગામે યોજાયેલા જળ સંચય જન ભાગીદારી કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય જળ મંત્રી સી. આર. પાટીલે કુલ 27,300 કરોડ રૂપિયા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યુ છે. સી. આર. પાટીલે તેમના ઉદ્દબોધનમાં અગાઉની સરકારોમાં પાણી માટે જનતા જે રીતે વલખા મારતી હતી તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અગાઉ પાણીની અશુદ્ધતાને લીધે લોકો બીમાર પડી જતા હતા. વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા કેચ ધ રેઈન પ્રોજેક્ટની પણ તેમને સરાહના કરી હતી. આજે દેશમાં આઠ લાખ પંચાવન હજાર બોર બનાવવાનું સ્ટ્રક્ચર નું કામ પૂર્ણ થયું છે. આજે ઓલપાડના ધારાસભ્યની આગેવાની હેઠળ ઓલપાડના ગામોમાં દરેક એક ખેતરમાં બોરનું કામ થઈ રહ્યું છે. અહીં ખેતી માટેના પાણીની જરૂરિયાત પણ અહીં પૂરી થશે.
આ પણ વાંચોઃ GUJCET Exam : ધોરણ 12 વિજ્ઞાન પછી કોલેજ પ્રવેશ માટે GUJCET, મેરીટ આધારે થશે કોલેજ પ્રવેશ પ્રક્રિયા
શું છે કેચ ધી રેઈન પ્રોજેક્ટ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં કેચ ધ રેઈન પ્રોજેકટની શરૂઆત કરી હતી. વરસાદના પાણીને ઝીલી લો અભિયાન હેઠળ વરસાદના પાણીના ટીપેટીપાનો સગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સગ્રંહ થાય તેવી સંકલ્પના વડાપ્રધાનએ કરી હતી. આ અભિયાન હેઠળ ગુજરાતમાં જળસંચય જનભાગીદારી અભિયાનની શરૂઆત તાજેતરમાં સુરત ખાતેથી કરવામાં આવી હતી. રાજ્યભરમાં 80,000થી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના કાર્યોને સમર્થન મળ્યું છે. રાજયના એનજીઓ, કંપનીઓ, સેવાભાવી સંસ્થાઓ સરકાર સાથે મળીને આગામી સમયમાં રેઈન વોટર હાઈવેસ્ટીંગના લક્ષ્યાંકને લાખો સુધી લઈ જવા સાથે મળીને કામ કરવાના છે.
આ પણ વાંચોઃ Gujarat : સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો જુઓ Viral Video
હર્ષભાઈ સંઘવીએ પણ કેચ ધી રેન પ્રોજેક્ટ માટે કરી અપીલ
સુરતના હજીરાના મોરા ગામની ઐતિહાસિક અને પાવન ભૂમિમાં યોજાયેલ જળ સંચય જન ભાગીદારી કાર્યક્રમ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા કહ્યું કે, કેચ ધ રેઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પના છે. આપણે વરસાદનું વેડફાતું કરોડો લીટર પાણી બચાવવાનું છે. તેમણે એક અપીલ એ પણ કરી કે ખાનગી કંપનીઓ પણ આ કામગીરીમાં જોડાય અને મહત્વની ભૂમિકા ભજવે જેથી કેચ ધ રેઈન પ્રોજેકટ સફળ બનાવી શકાય. હર્ષ સંઘવીએ કહ્યું કે, કેન્દ્રીય જળ મંત્રી સી. આર. પાટીલે માત્ર બેઠકો પૂરતું જ નહિ પરંતુ ગ્રાઉન્ડ પર જઈને ખૂબજ કામ કર્યુ છે. વડાપ્રધાન વિશે વાત કરતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પાણી તો ઘરમાં આપ્યુ જેનાથી બહેનોના સાડા પાંચ કરોડ કલાક ખર્ચ થતા હતા જે બચ્યા છે. આજે બહેનો પોતાના બાળકોને શુદ્ધ પીવાનું પાણી આપે છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેનોને દેણ છે.