Surat : પાટીદાર PSI ઉર્વિશા મેંદપરાની સમાજનાં યુવાનોને ટકોર, કહ્યું- શું કામ અળવે રસ્તે જાઓ છો..!
- સરથાણા પોલીસ સ્ટેશનનાં મહિલા PSI ઉર્વિશા મેંદપરાનો Video વાઇરલ (Surat)
- પટેલ સમાજનાં એક કાર્યક્રમમાં મહિલા PSI એ સમાજનાં યુવાનો માટે વાત કરી
- મહિલા PSI એ પટેલ સમાજ માટે યુવાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું.
- પટેલ સમાજનાં યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે : મહિલા PSI
સુરતનાં (Surat) સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI ઉર્વિશા મેંદપરાનો (PSI Urvisha Mendpara) એક વીડિયો સામે આવ્યો છે. પટેલ સમાજનાં એક કાર્યક્રમ દરમિયાન મહિલા PSI એ સમાજ માટે જે વાત કરી તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં મહિલા PSI એ પટેલ સમાજ (Patel Samaj) અને યુવાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે, 'પટેલ સમાજનાં યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે. અમે દરરોજ પીધેલા 15 લોકોને પકડીએ તેમાંથી 10 લોકો પટેલ યુવાનો હોય છે. પાછી મને ભલામણ કરે કે તમે પટેલ છો તો તમે તો સમજો.'
આ પણ વાંચો - Surat : સચિન GIDC માં ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, 50 વર્ષીય મહિલાનું મોત, CCTV આવ્યા સામે
મહિલા PSI એ પટેલ સમાજ અને યુવાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું
માહિતી અનુસાર, સુરત (Surat) ખાતે પટેલ સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરથાણા પોલીસ સ્ટેશનનાં (Sarthana Police Station) મહિલા PSI ઉર્વિશા મેંદપરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન PSI ઉર્વિશા મેંદપરાએ પટેલ સમાજ અને સમાજનાં યુવાનો અંગે વાત કરી હતી અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. PSI ઉર્વિશા મેંદપરાનાં (PSI Urvisha Mendpara) નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે અને લોકો તેનાં પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો - Nursing Exam Scam : ચેટ વાઇરલ થયા બાદ વનરાજસિંહ ચૌહાણે બનાવ્યો Video, જાણો શું કહ્યું?
પટેલ સમાજનાં યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે : મહિલા PSI
સોશિયલ મીડિયા પર વાઇરલ આ વીડિયોમાં PSI ઉર્વિશા મેંદપરાએ કહેતા સંભળાય છે કે, 'પટેલ સમાજનાં યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યાં છે. અમે દરરોજ પીધેલા 15 લોકોને પકડીએ તેમાં 10 લોકો પટેલ યુવાનો હોય છે. પકડાયા પછી મને ભલામણ કરે કે તમે પટેલ છો તો તમે તો સમજો. આવા લોકો માટે કોઈ ભલામણ કરે, તો પણ મારા પટેલ સમાજનાં છોકરાઓને છોડવાના નહીં. આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે.' પીએસઆઈએ આગળ કહ્યું કે, 'પૈસા છે તો સારી જગ્યાએ વાપરો. સાઇબરનાં કેસો આવે છે તો તેમાં પણ 50 ટકા પટેલ સમાજનાં હોય છે. શું કરવા અળવે રસ્તે જાઓ છો.' PSI ઉર્વિશા મેંદપરાનો આ વીડિયો સામે આવતા અનેક ચર્ચાઓ વેગવંતી થઈ છે.
આ પણ વાંચો - Mahisagar:બાલાસિનોર નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ લોકોનો મત