Surat : કોંગ્રેસ અને AAP નું ખાતું પણ નહીં ખુલે : MLA જયેશ રાદડિયા
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે Surat આવેલા MLA જયેશ રાદડિયાનું નિવેદન
- જેતપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થશે: જયેશ રાદડિયા
- કોંગ્રેસ અને આપ પાર્ટી 25 સીટો પર પણ ચૂંટણી લડતી નથી : જયેશ રાદડિયા
- મેન્ડેટ અને લેટરકાંડ મુદ્દે પણ જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું
Surat : આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Sthanik Swaraj Election) માટે મતદાન યોજાયું હતું. રાજ્યભરમાં નપાની ચૂંટણી માટે સરેરાશ 59 ટકા જેટલું મતદાન થયું છે. દરમિયાન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય જયેશ રાદડિયાએ (Jayesh Radadiya) જેતપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થશે તેવો દાવો કર્યો છે. સાથે જ તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો - Mehsana : મહિલા PSI બાદ હવે ગોરધન ઝડફિયાની સમાજને ટકોર! કહ્યું- Audi ગાડી લાવવા માટે..!
Sthanik Swaraj Election અને Amreli Letter kand ને લઈને Jayesh Radadiya નો મોટો દાવો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય જયેશ રાદડિયાનું નિવેદન
જેતપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થશે: જયેશ રાદડિયા
જેતપુરના મતદાતાઓ પર મને ભરોસો છે: જયેશ રાદડિયા
"કોંગ્રેસ અને આપ પાર્ટી 25 સીટો પર… pic.twitter.com/K7ViYK7ZfL— Gujarat First (@GujaratFirst) February 16, 2025
જેતપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થશે: જયેશ રાદડિયા
રાજકોટ જિલ્લાનાં જેતપુર ખાતે આજે નગરપાલિકાની ચૂંટણી (Jetpur Election) માટે મતદાન યોજાયું હતું. જેતપુરમાં ન.પા ચૂંટણીમાં 52.54 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે સુરત (Surat) આવેલા જેતપુરનાં ધારાસભ્ય જયેશ રાદડિયાનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ લઈ મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે દાવો કરતા કહ્યું કે, અગાઉ મેં કહ્યું હતું કે જેતપુર નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થશે. જેતપુરનાં મતદાતાઓ પર મને ભરોસો છે.
આ પણ વાંચો - Sthanik Swaraj Election : સાણંદમાં BJP-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, ચોરવાડમાં સૌથી વધુ મતદાન!
'કોંગ્રેસ અને આપ પાર્ટીનું ખાતું પણ નહીં ખુલે'
આ સાથે ધારાસભ્ય જયેશ રાદડિયાએ કોંગ્રેસ (Congress) અને AAP પર પ્રહાર કરતા વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અને આપ પાર્ટી 25 સીટો પર પણ ચૂંટણી લડતી નથી.. આ સાથે મેન્ડેટ મુદ્દે નિર્ણય પાર્ટીનો હોવાનું જયેશ રાદડિયાએ જણાવ્યું હતું. પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામો નક્કી થયા તે મુજબ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીમાં સંકલન સાથે અમે ચાલતા હોઈએ છીએ. ઉપરાંત, લેટરકાંડ મુદ્દે નિવેદન આપતા જયેશ રાદડિયાએ (Jayesh Radadiya) કહ્યું કે, લેટર કાંડમાં કાર્યવાહી સમયે પણ અમે સાથે જ હતા.
આ પણ વાંચો - Panchmahal : હાલોલમાં 1 લાખની લાંચ લેતા પ્રોબેશનર PSI ને ACB એ રંગેહાથ ઝડપ્યા