Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત SOG પોલીસે વોચ ગોઠવી 20 કિલો 696 ગ્રામ વજનનો ગાંજો પકડી કાર્યવાહી કરી

વધુ એક ડ્રગ્સ માફિયા ઝડપાયોસુરત એસ.ઓ.જી પોલીસે રૂપિયા બે લાખથી વધુ કિંમતના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વરાછા રોડ પરથી ગાંજાનો જથ્થો પકડ્યોટ્રેન મારફતે સુરત શહેરમાં ગાંજાનો જથ્થો લાવવામાં આવ્યો હતોરૂપિયા ૨.૬ લાખની કિંમતના ૨૦ કિલો ૬૯૬ ગ્રામ ગાંજાની ડિલિવરી કરવા ઓડિશા થી કૈલાશ પાત્રા સુરત આવ્યો હતોકૈલાસ એ ગાંજાની ડીલીવરી કરવા માટે
સુરત sog પોલીસે વોચ ગોઠવી 20 કિલો 696 ગ્રામ વજનનો ગાંજો પકડી કાર્યવાહી કરી
  • વધુ એક ડ્રગ્સ માફિયા ઝડપાયો
  • સુરત એસ.ઓ.જી પોલીસે રૂપિયા બે લાખથી વધુ કિંમતના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો 
  • બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વરાછા રોડ પરથી ગાંજાનો જથ્થો પકડ્યો
  • ટ્રેન મારફતે સુરત શહેરમાં ગાંજાનો જથ્થો લાવવામાં આવ્યો હતો
  • રૂપિયા ૨.૬ લાખની કિંમતના ૨૦ કિલો ૬૯૬ ગ્રામ ગાંજાની ડિલિવરી કરવા ઓડિશા થી કૈલાશ પાત્રા સુરત આવ્યો હતો
  • કૈલાસ એ ગાંજાની ડીલીવરી કરવા માટે આવ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી 
  • વરાછા પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
સુરક્ષિત સુરતને નશા મુક્ત સુરત બનાવવા પાછળ સુરત શહેર પોલીસ સખત મહેનત કરી રહી છે. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધી સુરત શહેર પોલીસે અનેક ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડી જેલમાં મોકલી આપ્યા છે. આ અભિયાન હેઠળ સુરત શહેર એસઓજી પોલીસના પીઆઇ એ.પી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ સુરત શહેરમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકી, એવા સ્કમનદ ઈસમોની પ્રવૃત્તિઓ ઉપર બાજ નજર રાખી રહી છે. નશાખોરી અટકાવવા માટે પોલીસે ખાસ ટીમ કાર્યરત છે. જેથી પોલીસને બાતમી મળતા પોલીસ ગોઠવાઈ ગઈ હતી, વરાછા પોલીસના હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ભરતસિંહને એક બાતમી મળી હતી. જેના આધારે ઓરિસ્સાથી ટ્રેન મારફતે એક ઈસમ દ્વારા સુરત શહેરમાં ગાંજાનો જથ્થો લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી બાતમીના આધારે સુરત એસઓજી સ્ટાફે સુરત રેલ્વે સ્ટેશન પાછળ આવેલા વરાછા રોડના જાડા બાવાના ટેકરા પાસે વોચ ગોઠવી રૂપિયા 2.6 લાખની કિંમતના 20 કિલો 696 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલ કૈલાશ એ કામા પાત્રાને ઝડપી પાડ્યો હતો.
એસ ઓ જી પોલીસે કૈલાસની બેગની ચકાસણી કરતા 20 કિલો 696 ગ્રામ વજનનો ગાંજો મળી આવ્યો હતો. એફએસએલની ટીમે પણ માદક પદાર્થ ગાંજો હોવાની વાતને પુષ્ટિ આપી હતી. એસઓજીએ આ મામલે વરાછા પોલીસમાં એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે રૂા.2.06 લાખનો ગાંજો અને મોબાઇલ મળી 2.11 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી એ.કૈલાસે કેટલીક કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, સુરતમાં પોલીસની ભીંસ વધી જતા ગાંજો ઘૂસાડવાનું મૂશ્કેલ બન્યું હતું, જેના કારણે ઓરિસ્સાથી ટ્રેનમાં આંધ્રપ્રદેશ ગયો હતો અને આંધ્રપ્રદેશથી ટ્રેનમાં સુરત આવ્યો હતો અને અહીંથી અશ્વિનીકુમાર રેલ્વે પટરી પર ગાંજાની ડિલિવરી આપવા જવાનો હોવાનો આંખો પ્લાન બનાવ્યો હતો. જો કે પ્લાન સફળ થાય તે પહેલાં જ ગાંજાની ડિલિવરી કરવા આવનાર પોલીસની ઝપટે ચઢી ગયો હતો.
ગાંજા માફીયાઓ સુરતમાં ગાંજો ઘૂસાડવા અવનવા પેંતરા રચી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું, સુરત શહેર એસઓજીની ટીમે ડ્રગ્સ માફિયાના વધુ એક મનસૂબા પર પાણી ફેરવી દીધું હતુ. જેને લઇ અન્ય ગાંજા માફીયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આ અંગે એસ ઓ જી પોલીસે જણાવ્યું હતું કે ઓરિસ્સાથી ટ્રેન મારફતે વાયા આંધ્રપ્રદેશ થઇ સુરત શહેરમાં ગાંજા સપ્લાયનું નેટવર્ક સક્રિય થયું હતું, જેને પોલીસે પકડી પાડ્યું હતું. 20.696 કિલો ગાંજા સાથે પોલીસે ઓરિસ્સાવાસીને પકડી પાડી પૂછપરછ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.