Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના 3.97 કરોડના ડ્રગ્સ કેસમાં ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાની સંડોવણી ખુલતાં ખળભળાટ

સુરતમાં ડ્રગ્સ કેસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન ખૂલ્યુંકેનેડાના ઇમરાન શેખને વસઇનો ફૈઝલ વોટ્સએપ કોલ કરે અને ડ્રગ્સ મળી જતુંકોસાડ આવાસમાંથી મળ્યું હતું ૩.૯૭ કરોડનું MD ડ્રગ્સમુખ્ય સુત્રધારોને શોધવાની તપાસમાં ચોકાવનારો ઘટસ્ફોટસુરત (Surat) માં ૩.૯૭ કરોડની કિંમતનું MD ડ્રગ્સ (drugs) પકડાવાના ચકચારી પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન બહાર આવ્યું હતું. મુંબઇ (Mumbai)નો ફૈઝલ કેનેડાના ઇમરાન શેખને વોàª
સુરતના 3 97 કરોડના ડ્રગ્સ કેસમાં ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાની સંડોવણી ખુલતાં ખળભળાટ
  • સુરતમાં ડ્રગ્સ કેસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન ખૂલ્યું
  • કેનેડાના ઇમરાન શેખને વસઇનો ફૈઝલ વોટ્સએપ કોલ કરે અને ડ્રગ્સ મળી જતું
  • કોસાડ આવાસમાંથી મળ્યું હતું ૩.૯૭ કરોડનું MD ડ્રગ્સ
  • મુખ્ય સુત્રધારોને શોધવાની તપાસમાં ચોકાવનારો ઘટસ્ફોટ
સુરત (Surat) માં ૩.૯૭ કરોડની કિંમતનું MD ડ્રગ્સ (drugs) પકડાવાના ચકચારી પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન બહાર આવ્યું હતું. મુંબઇ (Mumbai)નો ફૈઝલ કેનેડાના ઇમરાન શેખને વોટ્સએપ કોલ ઉપર ડ્રગ્સનો ઓર્ડર કરતો અને મુંબઇમાં જ તેની જરૂરિયાત પ્રમાણેનો માલ મળી જતો હતો. મુખ્ય સૂત્રધાર ઇમરાન ઇશાક શેખ હાલ કેનેડા રહેતો હોઇ સુરત પોલીસે તેને પકડવા માટે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરવાની તૈયારી હાથ ધરી છે.
પોલીસે ડ્રગ્સ પકડ્યું હતું
ગત ૧૪મી નવેમ્બરની રાત્રે અમરોલી પોલીસે કોસાડ આવાસના કુખ્યાત ડ્રગ ડીલર અને હાલમાં જેલમાં બંધ મુસ્તાક એસ.ટી.ડી.ના ભાઇ મુબારક બાંદિયાને ૨ કિલો ૧૭૬ ગામ MD ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ બપોરે તેને માલ સપ્લાય કરનાર કેટરિંગ કંપનીમાં નોકરી કરતા સપ્લાયર ચંદન શર્માની ૧.૭૯ કિલો ડ્રગ્સ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ચંદન શર્માને આ માલ મુંબઇના વસઇમાં મુસ્લિમ કોમ્યુનિટી બિલ્ડિંગમાં રહેતા ફૈસલ અબ્દુલ ખાલીક પાસેથી આ જથ્થો મળતો હતો. ચંદન શર્મા સાથે કેટરિંગમાં કામ કરતા અને બાળપણમાં મુંબઇ રહેતા રાંદેરના વાસીફ અબ્દુલહમીદ ચૌધરી અને ફૈસલ બાળગોઠિયા હોઇ ડ્રગ્સની આખી લાઇન મુંબઇથી સુરત સેટ થઇ હતી. આ બંને સાથે કેટરિંગમાં કામ કરતો અનિકેત પ્રકાશ શિંદે (રહે. પ્રમુખ ગીન સોસાયટી, વલસાડ) સાથે મળીને ફૈઝલ પાસેથી માલ ખરીદી સુરતમાં ડ્રગ ડીલરને સપ્લાય થતો હતો.
કેનેડાથી નેટવર્ક ઓપરેટ થતું હતું
પોલીસે ફૈઝલ સહિત સાગરીતોની ધરપકડ કરી હતી. ફૈઝલની પૂછપરછમાં આખું નેટવર્ક કેનેડાથી ઓપરેટ થતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. મુંબઇના વસઇના દીનદયાળ નગરનો વતની ઇમરાન ઇશાક શેખ દોઢ બે વર્ષથી કેનેડામાં સ્થાયી થયો છે. પોતાને જ્યારે પણ ડ્રગ જોઇતું હોય ત્યારે ફૈઝલ કેનેડામાં વોટ્સએપ કોલથી ઇમરાનનો સંપર્ક કરતો. ઇમરાનના ઓર્ડર બાદ જરૂરિયાત પ્રમાણેનો માલ ફૈઝલને મુંબઇમાં જ મળી જતો. ડ્રગ પ્રકરણમાં કેનેડા રહેતો ઇમરાન મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવતાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી શકાય તે માટે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરવાની તૈયારી હાથ ધરી છે.
ફિલ્મી સ્ટાઇલમાં અવાવરું જગ્યાએ બોલાવી માલ અપાતો
આ પ્રકરણમાં પોલીસ જેમ જેમ તપાસ કરી રહી છે તેમ તેમ વધુ ગુંચવાડાભર્યું બની રહ્યું છે. કેનેડામાં માલનો ઓર્ડર કર્યા બાદ ફૈઝલને ઇમરાન વિરાર-વસઇ હાઇવે ઉપર આવી જવા કહેતો હતો. અહીં ઓવરબ્રિજ નીચે અથવા તો ઝાડીઝાંખરીમાં બિનવારસી રીતે મૂકવામાં આવેલું પેકેટ લઇ જવા કહેવાતું. નાણાં પણ આ રીતે જ કોઇ પણ અવાવરુ જગ્યાએ મૂકવા જણાવાતા. આ માલની ડિલિવરી કોણ કરતું હતું અને કોણ નાણા લઇ જતું હતું તે વાતથી ફૈઝલને અંધારામાં રાખવામાં આવતો.
અંડરવર્લ્ડ કનેક્શનની પણ આશંકા
મુંબઇના વસઇનો ઇમરાન શેખ કેનેડા ગયો તેના થોડાક સમય બાદથી તેણે ત્યાંથી જ ડ્રગ્સ નેટવર્કનું ઓપરેટિંગ શરૂ કર્યું હતું. કેનેડામાં બેઠા બેઠા તે મુંબઇમાં જ કોઇ મોટા ડ્રગ ડીલરના સંપર્કમાં હતો, જે પડદા પાછળ રહીને ઇમરાન મારફત ફૈઝલને માલ સપ્લાય કરતો હતો. ઇમરાન પહેલા મુંબઇમાં હતો ત્યાં સુધી ડ્રગ સિન્ડિકેટ તરીકે પિક્ચરમાં જ ન હતો. દેશમાંથી બહાર ગયા બાદ જ આ ધંધામાં આવતા તેની પાછળ અંડરવર્લ્ડ કનેક્શનની શંકા પોલીસને જાગી છે. ફૈઝલની કોલ ડિટેઇલમાં ઇ મરાનનો નંબર મળ્યો હોઇ તે નંબરને પણ પોલીસે તપાસના દાયરામાં લઇ તેની ઉપર આવેલા કૉલની ડિટેઇલ જાણવા બીજી એજન્સીઓની પણ મદદ લીધી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.