Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Ramzan Eid Celebration: દક્ષિણ એશિયાની સૌથી પ્રાચીન ઈદગાહમાં ઈદની નમાઝ

સુરતઃ આજે રમજાન ઈદના પર્વ નિમિત્તે (Surat Ramzan Eid Celebration) સૌ મુસ્લિમો મિત્ર વર્તુળ, પરિવારજનો અને સગા સંબંધીઓને ગળે મળી ઈદના પર્વની શુભકામના પાઠવી હતી. આજે ઈદના પર્વને લઈ શહેરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. આજે મુસ્લિમોમાં ભારે...
01:24 PM Apr 11, 2024 IST | RAHUL NAVIK

સુરતઃ આજે રમજાન ઈદના પર્વ નિમિત્તે (Surat Ramzan Eid Celebration) સૌ મુસ્લિમો મિત્ર વર્તુળ, પરિવારજનો અને સગા સંબંધીઓને ગળે મળી ઈદના પર્વની શુભકામના પાઠવી હતી. આજે ઈદના પર્વને લઈ શહેરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. આજે મુસ્લિમોમાં ભારે મહાત્મય ધરાવતા રમજાન ઈદ (Surat Ramzan Eid Celebration)નો પર્વ હોય રાંદેરના પ્રાચીન ઈદગાહ ખાતે મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી હતી. સુરતના પ્રાચીન ઈદગાહ ખાતે અંદાજિત એક લાખથી પણ વધુ મુસ્લિમ ભાઈઓ દ્વારા સમૂહમાં નમાઝ અદા કરવામાં આવી હતી. (Surat Ramzan Eid Celebration) ત્યારે દક્ષિણ એશિયાની સૌથી પ્રાચીન ઈદગાહનો ઈતિહાસ પણ જાણવા જેવો છે.

જહાંગીરે અદા કરી હતી રાંદેર ઈદ-ગાહમાં નમાઝ

મુઘલ બાદશાહ જહાંગીર અને તેના સાથીદારો, અમદાવાદ જતી વખતે સુરતના જહાંગીરપુરા નજીકના આ ઐતિહાસિક સ્થળ પર રોકાયા હતા, અને કહેવાય છે કે અહીં ઈશાની નમાઝ પણ અદા કરી હતી, જેને હવે રાંદેર ઈદ-ગાહ કહેવામાં આવે છે. જે તે સમયે જહાંગીરે રાંદેરના મેયર મલિક તુજ્જરનું આમંત્રણ (દાવત) સ્વીકાર્યું હતું. મલિક તુજ્જર તેમના સમયના સૌથી ધનિક ઉદ્યોગપતિ હતા. બાદશાહ જહાંગીરના સન્માન અને સ્વાગત માટે મેયર પેલેસથી જહાંગીરપુરા સુધી રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી. રાત્રિભોજન ગોલ્ડન પ્લેટમાં પીરસવામાં આવ્યું હતું. રાત્રિભોજન પૂર્ણ થયા બાદ થાળીઓ દાનમાં આપવામાં આવી હતી. કહેવાય છે કે જહાંગીરે જુમ્મા મસ્જિદ અને રાંદેર ઈદ-ગાહ ખાતે ઈદની નમાજ અદા કરી હતી. આજે રાંદેરની આસપાસના 5 લાખથી વધુ લોકો ઈદ-ગાહમાં ઈદની નમાઝ અદા કરે છે.

રાંદેર મહેફિલ-એ-ઈસ્લામ

રાંદેર મહેફિલ-એ-ઈસ્લામ કુતુબ ખાના એ મુસ્લિમોની ચેરિટી સોસાયટી છે જેની સ્થાપના અનુક્રમે 1888 અને 1913 માં કરવામાં આવી હતી અને નોંધણી કરવામાં આવી હતી. મહેફિલ-એ-ઈસ્લામમાં 17 ટ્રસ્ટ છે.

Tags :
Ramadan EidRanderSurat news
Next Article