Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : 40 કરોડના ખર્ચે નવો પુલ તૈયાર, 1 લાખથી વધુ મુસાફરોને મળશે ટ્રાફિકની સમસ્યાથી રાહત

Surat : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે સતત પ્રયાસો કરી રહી છે, જેમાં ખાસ કરીને રોડ કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
surat   40 કરોડના ખર્ચે નવો પુલ તૈયાર  1 લાખથી વધુ મુસાફરોને મળશે ટ્રાફિકની સમસ્યાથી રાહત
Advertisement
  • સુરતમાં 40 કરોડના ખર્ચે નવો પુલ તૈયાર
  • બુડિયા-ગભેણી પુલથી લાખો મુસાફરોને મળશે રાહત
  • સુરતને મળ્યો નવો પુલ, હવે ટ્રાફિકમાં નહીં અટવાય લોકો

Surat : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે સતત પ્રયાસો કરી રહી છે, જેમાં ખાસ કરીને રોડ કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ દિશામાં રાજ્યભરમાં અનેક રોડ અને પુલના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આ ક્રમમાં, બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53 પર બુડિયા-ગભેણી જંકશન ખાતે એક નવો પુલ બનાવવામાં આવ્યો છે, જે હવે સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. આ પુલ દરરોજ 1 લાખથી વધુ મુસાફરોને ટ્રાફિકની સમસ્યાથી રાહત આપશે. આ પુલનું ઉદ્ઘાટન 18 એપ્રિલ, 2025ના રોજ થવાની શક્યતા છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા થઈ શકે છે.

પુલની વિશેષતાઓ અને લાભો

આ નવો પુલ પલસાણાથી સચિન વાયા હજીરાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53 પર બનાવવામાં આવ્યો છે, જે ભીડના સમયે ટ્રાફિકને ઘટાડવામાં મદદરૂપ થશે. 40 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા બનાવવામાં આવેલો આ પુલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બ્લેક સ્પોટ સુધારણાના ભાગરૂપે રચાયો છે. આ પુલ ખુલવાથી મુસાફરોનો સમય અને ઈંધણ બંનેની બચત થશે, જેનાથી તેમની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે. આ પુલ સુરતના લોકો માટે માત્ર ટ્રાફિક રાહત જ નહીં, પરંતુ આર્થિક વિકાસ માટે પણ એક મહત્ત્વનું પગલું સાબિત થશે.

Advertisement

સુરતમાં નવા ફ્લાયઓવરની યોજના

પુલ ઉપરાંત, સુરતમાં ટ્રાફિક વ્યવસ્થાપન અને માર્ગ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે 2 નવા ફ્લાયઓવરનું નિર્માણ પણ થવાનું છે. આ ફ્લાયઓવર ડ્રીમ સિટી-ભીમરાડ અને વેસુ-આભવા જંકશન પર બનાવવામાં આવશે. ડ્રીમ સિટી-ભીમરાડ ફ્લાયઓવર 700 મીટર લાંબો અને 200 મીટર પહોળો હશે, જ્યારે વેસુ-આભવા ફ્લાયઓવરની લંબાઈ પણ 700 મીટર રહેશે. આ બંને પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકની ગીચતા ઘટાડવા ઉપરાંત માર્ગ અકસ્માતોનું જોખમ ઓછું કરશે. આ ફ્લાયઓવરનું નિર્માણ સુરતના શહેરી વિકાસને નવી ગતિ આપશે અને રોજિંદા મુસાફરો માટે સુવિધાઓમાં વધારો કરશે.

Advertisement

આ પણ વાંચો :  Kheda: નદીમાં ગેરકાયદેસર ખનનને લઈ મોટો ઘટસ્ફોટ, રેતી માફિયાઓએ વાત્રકમાં પહેલા પણ બનાવ્યો હતો બ્રિજ

Tags :
Advertisement

.

×