Surat : નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકનું અપહરણ કરનારો ઝારખંડમાંથી ઝડપાયો
- નવજાત બાળકનાં અપહરણ કેસમાં મોટો ખુલાસો (Surat)
- ખટોદરા પોલીસે ઝારખંડમાંથી આરોપીની ધરપકડ કરી
- આરોપી સૂરજ મહેતાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
- આરોપી બાળકની માતાને પોતાની સાથે ભાગી જવા દબાણ કરતો હતો
સુરતમાં (Surat) નવી સિવિલ હોસ્પિટલનાં NICU વોર્ડમાંથી નવજાત બાળકનાં અપહરણ મામલે મોટો ખુલાસો થયો છે. ખટોદરા પોલીસે (Khatodara Police) ઝારખંડમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આરોપી બાળકની માતાને પોતાની સાથે ભાગી જવા દબાણ કરતો હતો. જો કે, માતા તાબે ન થતાં નવજાતનું અપહરણ કરી આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે વકતવ્યમાં Gujarat First નાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટનો કર્યો ઉલ્લેખ
ખટોદરા પોલીસે ઝારખંડમાંથી આરોપીની ધરપકડ કરી
સુરતમાં (Surat) થોડા દિવસ પહેલા નવી સિવિલ હોસ્પિટલનાં NICU વોર્ડમાંથી 12 ફેબ્રુઆરીએ 28 દિવસનાં નવજાત બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને બાળકની શોધખોળ આદરી હતી. દરમિયાન, બાતમીનાં આધારે ખટોદરા પોલીસની ટીમ ઝારખંડ (Jharkhand) પહોંચી હતી અને સઘન તપાસ કરીને અપહરણ કરનાર આરોપી સૂરજકુમાર શ્યામરાજ મેહતાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી નવજાત બાળકનો કબજો પણ લીધો હતો.
આ પણ વાંચો - Bharuch: ‘શું આદિવાસી લોકો પ્રગતિ ના કરી શકે?’ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીથી આદિવાસી સમાજમાં રોષ
આરોપી બાળકની માતાને પોતાની સાથે ભાગી જવા દબાણ કરતો હતો
માહિતી અનુસાર, આરોપી અને નવજાત બાળકને લઈ ખટોદરા પોલીસ સુરત આવી હતી અને પોલીસે બાળકને હેમખેમ તેના પરિવારને પરત કર્યું છે. બીજી તરફ આરોપી સૂરજકુમારની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી સૂરજે જણાવ્યું કે, તે બાળકની માતાને પોતાની જોડે ભાગી જવા દબાણ કરતો હતો. જો કે, માતા તાબે ન થતાં નવજાત બાળકનું અપહરણ કર્યું હતું અને ફરાર થયો હતો. આરોપી બાળકને લઈ અલગ-અલગ જગ્યાએ થઈ ઝારખંડ પહોંચ્યો હતો. જો કે, આ મામલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - બુકી RR, Tommy ઊંઝા, Meet ગુજરાત અને શરાબ માફિયા Viju Sindhi સામે SMC એ ગેમ્બલીંગનો કેસ નોંધ્યો